1916માં આલ્બર્ટ આઈન્સ્ટાઈને કરેલી ભવિષ્યવાણી સાચી સાબિત થયી
ખગોળ શાસ્ત્રીઓની લાંબા સમયની મહેનત બાદ આખરે તેને સફળતા મળી છે. સૌપ્રથમ વાર ગુરુત્વાકર્ષણના તરંગોને સાંભળવામાં ખગોળ શાસ્ત્રીઓ સફળ થયા છે. મહત્વની વાત તો એ છે આ બાબતે મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈને ૧૯૧૬માં ભવિષ્યવાણી કરી હતી.
ખુબજ ઓછી તીવ્રતા વાળા ગુરુત્વાકર્ષણના તરંગો વિષે વધુ માહિતી મેળવવા માટે વિશ્વના જુદા જુદા ખૂણે ૬ રેડીઓ દૂરબીનનો ઉપયોગ કરવવામાં આવ્યો હતો. એમાંનું એક દૂરબીન પુનાના મેટ્રોવેવ રેડીઓ ટેલીસ્કોપનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત આ ખોજમાં ભારતીય સંસ્થાઓના ૭ વૈજ્ઞાનિકો પણ સાથે રહ્યા હતા. સંશોધનમાં દુનિયાના આશરે ૧૯૦ વૈજ્ઞાનિકોએ પોતાનો ફાળો આપ્યો છે. ૧૯૦ વૈજ્ઞાનિકોની ટીમ છેલ્લા ૧૫ વર્ષથી અપ્રોજેક્ટ પર કામ કરી રહી હતી, જેમાં પુનાના મેટ્રોવેવ રેડીઓ ટેલીસ્કોપ દ્વરા ગુરુત્વાકર્ષણના તરંગોને ભેગા કરી, પુષ્ટિ આપી તરંગોની સટીકતાની પુષ્ટિ આપવાનું કામ કારવામાં આવ્યું હતું.
૨૦૦૨ માં શરુ થયેલી આ શોધમાં ૨૦૧૬ ઇન્ડિયન પલ્સર ટાઈમિંગનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. જેનો મુખ્ય ઉદ્દેશ ઓછી તીવ્રતા વાળા નેનો હર્ટઝ ગુરુત્વાકર્ષણ તરંગોને ઓળખવાનો હતો. આ રિસર્ચમાં ભારતમાંથી પુના, મુંબઈ, રૂડકી, ભોપાલ, હૈદ્રાબાદ, ચેન્નાઈ અને બેંગલુરુની સાથે સાથે જાપાનની વિશ્વ વિદ્યાલયના વૈજ્ઞાનિકોએ પણ પોતાનો ફાળો આપ્યો છે. બ્લેક હોલ જયારે વિલીન થાય છે ત્યારે ગુરુત્વાકર્ષણના તરંગો ઉત્પન્ન થાય છે. આ શોધથી વૈજ્ઞાનિકોને બ્લેક હોલ વિષે વધુ જાણકારી મેળવામાં મદદ મળી રહેશે.