કચ્છના સરહદી લખપત તાલુકામાં વરસાદ ન પડતા ઘાસ અને પાણીની વધી રહેલી તકલીફને કારણે અહીંના પશુધનને બચાવવા માટે તાલુકાના ૧૨ જેટલા ગામડાઓમાં અદાણી સિમેન્ટ કંપની દ્વારા ઘાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે…..
લખપત તાલુકો સૌથી વધુ
અછતગ્રસ્ત છે અને મોટી માત્રામાં પશુઓ આવેલા છે ત્યારે અદાણી સિમેન્ટ કંપની દ્વારા
છેલ્લા છ મહિનાથી તાલુકાના કપુરાશી , કોરિયાણી , જૂની મુધવાય , નવી મુધવાય , કૈયારી સહિતના ૧૨ ગામોમાં ઘાસ વિતરણ કરવામાં આવી રહ્યું છે.હાલમાં આ વિસ્તારમાં કંપની દ્વારા કોઈ ઉત્પાદકીય
કાર્ય કરવામાં આવી રહ્યું નથી પણ સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવા આ કાર્ય કરાઈ રહ્યું
છે.વિસ્તારના સ્થાનિક આગેવાનો અને માલધારીઓ
દ્વારા કંપનીને ઘાસ બાબતે રજુઆત કરતા જરૂરિયાત મુજબ ઘાસની ગાંસડીઓ મોકલાઈ રહી છે.જ્યાં સુધી વરસાદ નહિ પડે ત્યાં સુધી આ ગામોમાં ઘાસ
પહોંચાડવામાં આવશે તેવી કંપનીના સત્તાધીશોએ ખાતરી આપી છે……