ભારતીય જનતા પાર્ટી હંમેશા સૌનો સાથ અને સૌના વિકાસમાં માનનારી પાર્ટી છે ત્યારે આગામી  વિધાનસભાની ચૂંટણી લોકોના સાથ અને સહયોગથી યોજાય તે માટે કેન્દ્રીય ભાજપની યોજનાનુસાર સમગ્ર દેશમાં ચૂંટણી સહયોગ નિધી અભિયાન ચાલી રહયુ છે ત્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષા સી.આર. પાટીલજીના માર્ગદર્શન હેઠળ રાજયભરમાં ચૂંટણી સહયોગ નિધી અભિયાન ચાલી રહયુ છે તે અંતગર્ત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ ધ્વારા ચૂંટણી આજીવન સહયોગ નિધી અભિયાન વેગવંતુ બનાવાયુ છે ત્યારે શહેર ભાજપ કાર્યાલય ખાતે રાજકોટ દક્ષિણ, વિધાનસભા-70ના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ ધ્વારા ચૂંટણી સહયોગ નિધીમાં  અનુદાન અપાયુ હતું. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, શહેર ભાજપ મહામંત્રી કીશોર રાઠોડ, વિક્રમ પુજારા, મહેશ રાઠોડ, અનીલભાઈ પારેખ, હરેશ જોષી, સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી લડવા માટે ભાજપ દ્વારા ચૂંટણી નિધિ યોજના શરૂ કરી છે. જેને જનતાએ સહર્ષ વધાવી લીધી હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટમાં તમામ વોર્ડમાં ભાજપના કાર્યકરો દ્વારા હાલ ચૂંટણી નિધિ ફંડ ઉઘરાવવામાં આવી રહ્યું છે. જેમાં લોકો ઉદાર હાથે ફાળો આપી રહ્યા છે. ભાજપના ધારાસભ્યો અને રાજ્ય સરકારના મંત્રી મંડળના સભ્યો ઉપરાંત ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના હોદેદારો દ્વારા પણ પક્ષમાં ઉદાર હાથે દાનની સરવાણી વહાવવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.