ભારતના બાર જયાતિલિંગ પ્રથમ દેવાધિદેવ ભગવાન સોમનાથ મહાદેવ મંદિર આજથી શરૂ થઈ રહેલા દિવાળીના દિવ્ય તહેવારોને અનુલક્ષી તડામાર તૈયારીઓ પૂર્ણ કરી છે.
સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી-સચિવ પ્રવિણભાઈ લહેરીવતી વિગત આપતા ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા જણાવ્યું હતુ કે દિવાળીના તહેવારોમાં સમગ્ર સોમનાથ મંદિરમાં વિશાળ આકર્ષક રંગોળી દોરી તેની આસપાસ દિવડાઓ અને નૃત્ય મંડપના સ્થંભો પાસે અને દિગ્વીજય દ્વારથી મંદિર સુધીનાં દર્શન પથ પર તેલ યુકત પ્રાચીન પરંપરાઓનાં ઝળહળતા દિવડાઓ સંધ્યા સમયે પ્રગટાવવામા આવશે.
પવિત્ર શ્રાવણ માસથી સોમનાથ મંદિર દર્શન-પ્રવેશ માટેના ઓન લાઈન ઓફ લાઈન પાસ પ્રથા ચાલુ જ રહેશે અને દિવાળી પર્વોમાં ભાવીકોની ભીડ વધવાની સંભાવના હોઈ દર્શન એન્ટ્રી પાસ ઈશ્યુ કરવાની પાસબારી જૂના પથિકાશ્રમના વિશાળ મેદાનમાં ઉભી કરવામાં આવી છે. જેમાં વધુ વીન્ડો ઉપરાંત બેરીકેટ અને પાસ મેળવતી વખતે કોરોના તકેદારી ભાગરૂપે સોશીયલ ડીસ્ટંન્શનના રાઉન્ડ વર્તુળો પણ અંકિત કરાયા છે જે વીન્ડો પાસ બારીથી છેક મંદિર સુધી ભાવિકો દર્શન કરે છે ત્યાં સુધી દોરાયાં છે.
સમગ્ર મંદિરને તહેવાર પૂર્વે ધોઈ-ધફોઈ સ્વચ્છ-કીટાણુમુકત અને પવિત્ર વાતાવરણ અનુરૂપ કરવામાં આવ્યું છે. અને હાલ મંદિરમાં ત્રણ વખતની આરતી સમયે દર્શન પ્રવેશ બંધ રખાયેલ હોઈ ત્યારે તે અવકાશનાં સમયમાં સરરોજ ત્રણ ટાણાની આરતી પ્રસંગે સોમનાથ ટ્રસ્ટે બનાવેલી સેનીટેશન ટીમ સેનેટરાઈઝડનો સ્પ્રે કરાતો રહે છે. આવી જ રીતે ટ્રસ્ટ હસ્તકના મહેશ્ર્વરી, લીલાવંતી, અને સાગર દર્શન અતિથીગૃહો પણ ચાલુ કરી જ દેવાયાછે. અને તેમાં પણ નિયમિત સેનેટરાઈઝેશન થતું જ રહે છે.
ટ્રસ્ટનાડોસ્ટહાઉસોનું ઓનલાઈન બુકીંગ હોઈ જેથી ૭૦ ટકા ઉપરાંત બુકીંગ દિવાળી તહેવારોમાં થઈ ચૂકયું છે.
ટ્રસ્ટના અતિથિગૃહ ભોજનાલયો કાર્યરત કરી દેવાયાં છે. અને વૈશ્ર્વીક કોરોના મહામારીનો પ્રારંભ થયો ત્યારથી જ એટલે કે માર્ચ ૨૦થી તકેદારીના ભાગ રૂપે બંધ કરાયેલ સોમનાથ ટ્રસ્ટનું ટોકન રાહતભાવનું ભોજનાલય આઠ માસ જે બંધ હતુ તે દિવાળીના દિવસથી શરૂ કરાશે.
તા.૧૩ થી ૧૬ સુધી સોમનાથ મંદિરે રંગોળી-રોશની દિવડા શરગાર અને મહાદેવને પર્વ શણગાર રહેશે આ ઉપરાંત ટ્રસ્ટ હસ્તકના અતિથીગૃહો-ડોરમેટરીને રંગબેરંગી વિજ રોશનીથી ઝળહળાવવામાં આવશે અને અન્નકોટ પર્વે સોમનાથ મહાદેવ મંદિર, રામમંદિર નૂતન અને ગીતા મંદિરે ભવ્ય અન્નકોટ દર્શન સુખ ભાવિકોને કરવા મળશે.