પંખીડાને આ પીંજરૂ જુનુ જુનુ લાગે….

બાર હજારથી વધુ ગીતો લખ્યા અને ૨૫૦ ફિલ્મમાં સંગીત આપ્યું: ‘તારો મને સાંભરશે સથવારો’ અદભુત અને દુર્લભ ગીત ૧૯૪૭માં કૃષ્ણ-સુદામા ફિલ્મ માટે સ્વરબઘ્ધ કર્યું હતું તેમણે ૬૨ હિન્દી ફિલ્મોમાં પણ સંગીત આપ્યું હતું

લત્તાજી, આશાજી, મન્નાડે, ઉષા મંગેશકર, રફી, સુમન કલ્યાણપુર, ગીતાદત્ત, હેમંતકુમાર, મુકેશ, તલત મહેમુદ, કિશોરકુમાર, મહેન્દ્રકપુર જેવા ઉચ્ચકોટીના ગાયકો સાથે કામ કર્યું: હજારો ગુજરાતી ગીતોથી તે સદાકાળ અવિનાશી રહેશે

ગીત અને ગરબાને ઘેર ઘેર ગુંજતા કરી, ગીત સંગીતથી દાયકાઓ સુધી સમગ્ર ગુજરાતી પ્રજાને દિવાના કરનારા અવિનાશ વ્યાસે ઈન્ટર આર્ટસ સુધી અભ્યાસ કર્યો. એક સમય એવો હતો કે થિએટરમાં ટાઈટલમાં ગીત, સંગીત અવિનાશ વ્યાસ લખાયને આવે એટલે તાલીઓનો વરસાદ વરસતો. ૭૦ના દાયકામાં ગુજરાતી ફિલ્મોમાં તેનું એક ચક્રિય શાસન ચાલેલુ. તેમનું અવસાન ૨૦ ઓગસ્ટ ૧૯૮૪માં મુંબઈ ખાતે થયું હતું.

ગુજરાતી ફિલ્મ ગીતોને અભૂતપૂર્વ-બહુમુલ્ય પ્રદાનથી ગુજરાતી ફિલ્મોનો સુવર્ણયુગ તેમને આભારી છે. તે ગુજરાતી ગીત સંગીતના ધ્રુવતારક છે. ૧૯૭૬માં આવેલી ગુજરાતી ફિલ્મ સોનબાઈની ચુંદડીના ગરબા ગીત, હે રંગલો જામ્યો કાલંદરીને ઘાટ હિન્દી ફિલ્મ લવયાત્રીમાં લેવાયું. ઓ શેરોવાલી, સુહાગ ફિલ્મ નુંગી પણ તેની જ ગુજજુ ફિલ્મની તર્જ હતી. અવિનાશ વ્યાસનો જન્મ ૨૧ જુલાઈ ૧૯૧૨માં ગુજરાતનાં વિરનગરમાં થયો હતો. તેમણે પ્રારંભે સંગીતનો શોખ હોવાથી ઉસ્તાદ અલ્લાઉદીન ખાન પાસેથી તાલીમ લીધી હતી. તેમની કારકિર્દી એચ.એમ.વી. સાથે થઈને ૧૯૪૦માં પ્રથમ ગ્રામોફોન રેકર્ડ બહાર પાડી હતી. ૧૯૪૩માં તેમના ગુરૂ સાથેની પ્રેરણા લઈને પ્રખ્યાત સંગીતકાર ઉસ્તાદ અલ્લારખા સાથે બેલડી બનાવીને મહાસતી અનસુયા ફિલ્મમાં સંગીત આપ્યું હતું. તેમનું પ્રથમ સફળ ચલચિત્ર ૧૯૪૮માં ગુણ સુંદરી હતું. જે ગુજરાતી અને હિન્દી બન્ને ભાષામાં હતું. તમને જાણીને નવાઈ લાગશે કે તેમણે ૧૯૦ હિન્દી ફિલ્મો અને ગુજરાતી ફિલ્મો માટે ૧૨૦૦ ગીતો લખ્યા હતા. જોકે તેમણે સંગીત આપેલા ફિલ્મોની ગીતોની સંખ્યા ૧૦ હજારથી વધુ છે. અવિનાશ વ્યાસે ગીત, ગઝલ, ગરબા જેવી વિવિધ કૃતિઓની રચના કરી હતી પણ તેમના ગુજરાતી ગરબા સમગ્ર દુનિયામાં પ્રખ્યાત થઈ ગયા છે. તેઓ અંબાજી માતાજીના પરમભકત હતા.

અવિનાશભાઈ પોતાની કૃતિ પોતે જાતે જ સ્વરબઘ્ધ કરતા કવિ પ્રદિપજીના પ્રખ્યાત ગીત પિંજરે કે પંછી રે, તેરા દર્દના જાને કોઈ તેમને સ્વરબઘ્ધ કરેલુ છે. ૨૫ વખત શ્રેષ્ઠ ગીતકાર, સંગીતકારનો એવોર્ડ જે એક કિર્તીમાન છે. ૧૯૭૦માં ભારત સરકારે તેમને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કર્યો હતો. તેમનું છેલ્લુ ચલચિત્ર ગોરા કુંભાર હતું. તેમણે ૧૯૦ ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું. તેમના પુત્ર ગૌરાંગ વ્યાસ પણ ગુજરાતી ફિલ્મોના સંગીતકાર છે. તેમણી સુંદર રચના આશાજીના સ્વરમાં માડીનારુ, કંકુ ખર્યુંને સુરજ ઉગ્યો આજે પણ લોકો યાદ કરે છે, ગાય છે. તેમણે ૬૨ જેટલી હિન્દી ફિલ્મોમાં પણ સંગીત આપ્યું હતું. જેમાં ૪૩૬ જેટલા હિન્દી ગીતોની શ્રેષ્ઠ રચના કરી. પિતા-પુત્રની જુગલબંધીથી રચાયેલું હતુતુતુ ગુજરાતી ભાષાનું નખરાળુ ગીત અલગ મિજાજવાળુ આજે પણ એટલું જ પ્રખ્યાત છે. સંગીત નિર્દેશક, ગીતકાર અને ગાયક એવા અવિનાશ વ્યાસના ગીતોનો શબ્દ વૈભવ અને ગીતોની ભાવ, લય માધુરી બેજોડ હતા. તેમના ગુજરાતી ફિલ્મોમાં એક-બે લોકગીત અચુક જોવા મળે જ. આજના યુવા વર્ગ પણ તેમની ઘણી રચનાઓના દિવાના છે જેમાં હે તને જોતા જોઈ પનઘટની વાટે ખુબ જ જાણીતું છે.

આપણા ગુજરાતીમાં જ નહીં સમગ્ર દેશમાં અવિનાશ વ્યાસનું નામ જાણીતું છે. ગુજરાતી સુગમ સંગીતમાં તેઓ સદા મોખરે જ રહેવાના છે. તેમની રચનામાં ભરપુર વૈવિઘ્ય હતું. ગીત, ગઝલ, ગરબો કે ભજન એમણે કોઈ પ્રકાર બાકી નથી રાખ્યો. ગુજરાતી સિવાય અન્ય રાજયોમાં તેમના ગીતો આજે પણ ગવાય છે. ક્ધયા વિદાય વખતે ગવાતું ગીત દીકરીનો પારકી થાપણ કહેવાય તેમની અદભુત રચના છે. લતાજીને પ્રથમ ગુજરાતી ગાવા માટે રાજી કરનાર તે પ્રથમ ગુજરાતી સંગીતકાર છે. તેમની કારકિર્દીના સફળતાયાત્રા ૧૯૪૦ થી ૧૯૮૧ એટલે કે સતત ચાર દાયકા રહ્યા હતા. ૧૯૪૩માં અવિનાશ વ્યાસે ફિલ્મ મહાસતી અને સુયા ફિલ્મ શરૂ કરીને ૧૯૮૧માં ભકત ગોરા કુંભાર કરી હતી. સંગીત અવિનાશ વ્યાસનો પ્રાણ હતો. ૧૯૭૦ના દાયકામાં ગુજરાતી ફિલ્મોની વણઝાર ચાલી હતી. ગુજરાતી ફિલ્મ ચાહકોના મનમા કેટલાય કલાકારો દિલો દિમાગમાં કોતરાય ગયા હતા જેમાં ટોચ ઉપર અવિનાશ વ્યાસ હતા. એક વાત કે આ ગાળો તેના જીવનનો પાછલો ગાળો કહેવાય પણ તેમને જે ગુજરાતી ફિલ્મો, ગીતો, ગઝલો, ભજનો, ગરબા, લોકગીતો, સુગમ ગીતો આપ્યા તે અજરોજાર છે. નૌશાદે ૬૫ ફિલ્મો, હેમંતકુમાર ૫૪ ફિલ્મો, રોશને ૫૭ ફિલ્મોમાં સંગીત આપ્યું તો આપણા અવિનાશ વ્યાસે ૬૨ હિન્દી ફિલ્મોમાં સંગીત આપેલ છે. આમ તે હિન્દી ફિલ્મ સંગીતકારની સાથે આપણી ગુજરાતી ફિલ્મોના પણ નંબર વન સંગીતકાર છે.

સંગીતકાર અવિનાશ વ્યાસના સુંદર ગીતો

  • – પંખીડાને આ પીંજરૂ જુનુ જુનુ લાગે…
  • – ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી…
  • – તારી બાંકી રે પાઘલડીનું ફુમતુરે, મને ગમતું રે…
  • – મારા ભોળા દિલનો હાયે રે શિકાર કરીને…
  • – પીયરને પીપળેથી આવ્યું પારેવડુ…
  • – રાખના રમકડા મારા રામે રમતા રાખ્યા રે…
  • – છેલાજી રે…મારે હાટુ પાટણથી પટોળા મોંઘા લાવજો…
  • – આજનો ચાંદલિયો મને લાગે બહુ વહાલો…
  • – બેના રે….સાસરિયે જાતા જોજો પાંપણના ભિંજાય…
  • – ઘાયલને શું થાય છે પૂછો તો ખરા….
  • – હું અમદાવાદનો રિક્ષાવાળો….
  • – રામજી તમે સીતાજીની તોલે ન આવો…
  • – કોણ હલાવે લીંબડીને કોણ ઝુલાવે પીપળી…
  • – હે તને જાતા જોઈ પનઘટની વાતે, મારુ મન મોહી ગયું…

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.