રાજકોટ રેસકોર્ષ ખાતે જાહેરસભા સંબોધવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભાસ્થળ પર પહોચી ગયા છે.
તેવા શુભ સમયે PM મોદીનું વિવિધ સંસ્થાઓ અને મહાનુભાવો દ્વારા ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
આ ઉપરાંત ઈમિટેશન જ્વેલરી એશિસિએશન દ્વારા વડાપ્રધાન મોદીને હીરાજડિત પ્લેનની ભેટ આપવામાં આવી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રાજકોટના કોર્પોરેટરોએ પણ ભેટ આપી સ્વાગત કર્યું હતું
રાજ્યનાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે PM મોદીને સંબોધતા કહ્યું હતું કેકે જેનું ખાતર્મુત કરે તેનું જ ઉદ્ઘાટન કરે છે વડાપ્રધાન મોદી. રોડ, પાણી અને વાયુ ક્ષેત્રે આજે લોકાર્પણ થયા તે રાજ્યના વિકાસ રથ આગળ ધપાવસે
જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ રાજકોટ પ્રત્યેની લાગણી વ્યક્ત કરતા જય શ્રી કૃષ્ણ સાથે જણાવ્યું હતું કે આજે રાજકોટ માટે ઐતિહાસિક દિવસ છે. રાજકોટ મારી પ્રથમ શાળા છે જેને મને શીખવ્યું છે. આ ઉપરાંત રાજકોટ દેશનું ચમકતું કેન્દ્ર છે. આ શહેરની વિકાસગાથા ગુજરાત મોડેલના પરિણામે છે. ગુજરાતે જે ગતિ પકડી છે તે વિકાસગાથાને આગળ ઘપાવે છે. 2.5 લાખ સકવેરફીટનું ટર્મિનલહીરાસર એરપોર્ટ ખાતે બિલ્ડીંગ બનશે તે ઉપરાંત હાલ ઉદયપુર અને ઇન્દોર સાથે જોડાશે એરપોર્ટ. ધોલેરામાં પણ આવતા વર્ષે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનશે. આવતા મહિને રાજકોટથી ઇન્દોર અને ઉદયપુર વિમાની સેવા થશે શરૂ.વધુમાં PM મોદી વિષે કહેતા જ્યોતિરાદિત્ય સિંધિયા મોદી હે તો જ મુક્કીમ છે બધું, વિકાસ તોજ શક્ય બનશે
ભુપેન્દ્રભાઈ પટેલ કાર્યક્રમને સંબોધતા કહ્યું હતું કે રાજકોટે વિશ્વ અખાને વિકાસપુરુષની ભેટ આપી છે. ગુજરાતનું પ્રથમ ગ્નરીફિલ્ડ એરપોર્ટ હીરાસર ખાતે બન્યું છે જે વડાપ્રધાનની ભેટ છે.ગુજરાતે વર્ષો સુધી પાણીની વેદના વેઠી છે જે હવે ભૂતકાળ બની ગયું છે.
–