શહેર કોંગ્રેસ પ્રમુખની 2200 મતે કારમી હાર: ચોટીલા ન.પા વોર્ડ નં.1માં ભાજપના 2 અને ભાજપ-કોંગ્રેસના બબ્બે ઉમેદવારોનો વિજય
ધ્રાંગધ્રા-લીંબડી-પાટડી ન.પા. વોર્ડ નં.1માં ભાજપની પેનલે ભગવો લહરાવ્યો
જિલ્લા ભાજપ મંત્રી ગીતાબેન વરસાણી પાટડી ન.પા.ની ચૂંટણીમાં વિજેતા ઘોષિત: દસાડા તા.પં.ની બજાણા, ગેડિયાસીટ ઉપર ભાજપ અને આદરિયા, દસાડા સીટ ઉપર કોંગ્રેસ ઉમેદવારોની જીત
સ્થાનીક સ્વરાજયની ચૂંટણીમાં આજરોજ મતગણતરી પ્રક્રિયા હાથ ધરાઈ છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની 34, તાલુકા પંચાયતની 182 અને નગરપાલીકાની 164 બેઠકો પર મતગણતરી થઈ રહી છે. જેમાં સુરેન્દ્રનગર નગરપાલીકામાં વોર્ડનં. 1-3 અને 7માં ભાજપની પેનલનો ભવ્ય વિજય થયો છે. જયારે સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ પ્રમુખની કારમી હાર થઈ છે. જેઓ 2200 મતથી હાર્યા છે. આ ઉપરાંત ચોટીલા નગરપાલીકામાં વોર્ડ નં. 1 ભાજપના 2 અને કોંગ્રેસના 2 ઉમેદવારોની જીત થઈ છે. વોર્ડ નં. 1ના ભાજપના ઉમેદવારો આબેદા સુલતાન કલાડીયા અને દેહારૂપા ચૌહાણ તેમજ કોંગ્રેસના બે ઉમેદવાર જેમાં અસ્મા જમીલ માંકડ અને કિરીટ જોરૂ માકડનો વિજય થયો છે.
આ ઉપરાંત ધ્રાંગધ્રા અને લીંબડી નગરપાલીકા વોર્ડ નં. 1માં પણ ભાજપની પેનલનો ભવ્ય વિજય થયો છે. આ ઉપરાંત પાટડી નગરપાલીકા વોર્ડ નં.1માં ભાજપની પેનલ વિજેતા ઘોસીત જાહેર થઈ છે. સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મંત્રી ગીતાબેન વસાણી પાટડી નગરપાલીકાની ચૂંટણીમાં વિજેતા જાહેર થયા છે.
વઢવાણ તાલુકા પંચાયતની બે બેઠક માળોદ અને ફૂલગ્રામમાં કોંગ્રેસ આગળ છે. જયારે એક બેઠક દેદાદ્રામાં ભાજપ લીડ કરી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ જે રીતના આંકડાઓ આવી રહ્યા છે. તે જોતા કોંગ્રેસને પછાડી ભાજપ આગળ નીકળે તેવા સંકેતો જણાઈ રહ્યા છે. દસાડા તા.પં.ની બજાણા અને ગેડીયાસીટ ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે. અને આદરિયા અને દસાડા સીટ પર કોંગ્રેસનો વિજય થયો છે.