શોભાયાત્રા સાથે મહાઆરતી લોક ડાયરા અને રક્તદાન તેમજ હિમોગ્લોબીન કેમ્પના આયોજનો ને લઈને ભાવિકોમાં ભારે ઉત્સાહ
શ્રી ઉમિયા પદયાત્રી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 3 જૂને ઊમા જયંતિની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અબ તક ની મુલાકાતે આવેલા ઉમિયા પદયાત્રી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિનુભાઇ મણવર, અતુલભાઇ ભૂત, ધર્મેન્દ્રભાઈ ઉકાણી, જેતિભાઈ ભાલોડિયા, કાંતિભાઈ કનેરિયા, રાજેશભાઈ ત્રાંબડીયા અને રજનીભાઇ ગોલે વિગતો આપતા જણાવ્યું હતું કે કડવા પાટીદારોનાં કુળદેવી ઉમિયા માતાજીની જયંતિ નિમિત્તે 3જૂન શુક્રવારે ભવ્ય મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે કોરોના ના બે બે વર્ષના અંતરાલ બાદ યોજાનારા મહોત્સવ અંગે ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
રાજકોટમાં છેલ્લા 21 વર્ષથી ઉમિયા પદયાત્રીક પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શોભાયાત્રા યોજાઇ છે આ વર્ષે તારીખ 3 જૂન શુક્રવારે ઉમિયા માતાના અખંડ જ્યોત સાથે શોભાયાત્રા 51 પાટીદાર યુવાનો બુલેટ સાથે અને એક હજાર જેટલા યુવાનો બાઇક સાથે 500 જેટલી બહેનો તેમજ વડીલો સમાજ શ્રેષ્ઠીઓ રેલીરૂપે શોભાયાત્રામાં જોડાશે સવારે 7:30 વાગ્યે પશુપતિનાથ મંદિર ખાતેથી પ્રસ્થાન કરનારી આ યાત્રા સાથે ની વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા અલગ-અલગ ફલોટ માં શિક્ષણ ,સ્વસ્થ, યોગ, ભારતીય સંસ્કૃતિ, પર્યાવરણ ,બેટી બચાવો, ધાર્મિક પ્રસંગો વિષય આધારિત સામાજિક સંદેશ આપતા 11 જેટલા ફલોટ આકર્ષણનું કેન્દ્ર બનશે આ મહોત્સવમાંશહેરના 25 હજાર પરિવારો ને આમંત્રિત કરવામાં આવ્યા છે 7:30 વાગ્યે પશુપતિનાથ મંદિર થી શરૂ થનારી આ યાત્રા લક્ષ્મી નગર, આનંદ બંગલા ચોક, સ્વામિનારાયણ ચોક, ગુરુપ્રસાદ, ગોકુલધામ, દ્વારકાધીશ, જલદીપ, ઉમિયાજી ચોકડી , બાલાજી હોલ, નાના મોવા સર્કલ,ઇન્દિરા સર્કલ ,કોહિનૂર એપાર્ટમેન્ટ, રવીરતનપાર્ક થી કર્ણાવતી પાર્ટી પ્લોટ ખાતે આરતી સાથે સમાપન થશે કાલાવડ રોડ ખાતે મહાઆરતી તેમજ લોકસાહિત્યકાર દેવરાજ ગઢવી અને અપેક્ષાબેન પંડ્યા નો લોકડાયરો યોજાશે આ કાર્યક્રમમાં સામાજિક અગ્રણી જીવન ભાઈ ગોવાણી ખાસ ઉપસ્થિત રહેશે મૌલેશ ઉકાણી, જેરામભાઈ વાસજારીયા, મોહનભાઈ કુંડારીયા, ચિમનભાઇ સાપરીયા સહિત ના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં યોજાનારા આ મહોત્સવ મા દ્વારા રક્તદાન કેમ્પ અને હેમોગ્લોબીન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે આ મહોત્સવને લઇ મા ઉમિયાના સંતાનોમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે