કાર્યક્રમ સાથે દશમો સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન અને બપોરે-સાંજે મહાપ્રસાદનું આયોજન
રાજકોટ શહેરમાં છેલ્લા ચાર દશકાથી ભક્તોના શ્રધ્ધાનું કેન્દ્ર બનેલ ગુરૂપ્રસાદ ચોકના પીપરવાળી મેલડી માતાજીના મંદિરે તા.12મી ગુરૂવારે નવરંગા માંડવા સાથે દશમો સર્વજ્ઞાતી સમુહ લગ્નનું આયોજન કરેલ છે. આ કાર્યક્રમ સાથે સવારેને સાંજે મહાપ્રસાદનું જાહેર આયોજન કરેલ છે. કોરોના કાળના બે વર્ષ યોજાતા આયોજનમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સમગ્ર આયોજન પીપરવાળી મેલડીમાં મિત્રમંડળ ગુરૂપ્રસાદ ચોક દ્વારા યોજવામાં આવેલ છે. માતાજીના માંડવા સાથે વિવિધ માંગલિક પ્રસંગોમાં મંડપ મુહૂર્ત, માંની થાંભલી રોપવાનું, જાન આગમન, હસ્તમેળાપ, જાન વિદાઇ અને મેલડી માતાજીની થાંભલી વધાવવાનું મુહૂર્ત જેવા માંગલિક પ્રસંગો પણ યોજવામાં આવેલ છે.
આ શુભ આયોજનમાં મવડી રામધણના બાપુ તથા આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્ર બાપુ ખાસ આર્શિવચન આપશે. માતાજીના માંડવામાં પંચના આગેવાન ભૂવા પણ પધારશે. તા.12ને ગુરૂવારે બપોરે અને સાંજે 7 કલાકે મહાપ્રસાદનું આયોજન પીપરવાળી મેલડીમાં, ગુરૂપ્રસાદ ચોક ખાતે યોજવામાં આવેલ છે. જેનો લાભ લેવા ભક્તજનોને આમંત્રણ છે. સમુહ લગ્નમાં ક્ધયાઓને 100થી વધુ વસ્તુઓનો કરિયાવર પણ આપવામાં આવશે. છેલ્લા દશ વર્ષથી સર્વજ્ઞાતી સમુહ લગ્નનું સફળ આયોજન કરવામાં આવે છે.