સાયબર સિક્યોરિટી અવેરનેસ અને જીએસટી વિશેની માહિતી સાથે લોકોને અવગત કરાયા
લોકોમાં સાયબર ક્રાઈમ અને જીએસટીની અવેરનેસ ફેલાવા રાજકોટ જેસીઆઈ યુવા દ્વારા ટ્રેનીંગ મહાકુંભ – 2022 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.એકજ દિવસે બે વિષય ઉપર બિઝનેસની માહિતી સાથે સાયબર સિક્યોરિટી અવેરનેસ ટ્રેનીંગના સેમીનારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં ખાસ મહેમાન તરીકે રાજકોટ શહેર ક્રાઇબ્રાન્ચના આસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલિસ વિશાલ રબારી સાહેબ હાજરી આપી કાર્યક્ર્મ ની શોભા વધારી હતી.સેમિનારમાં ભાગ લેનાર તમામને સર્ટીફીકેટ દ્વારા નવાજવામાં આવ્યા હતા.
સાયબર સિક્યોરિટી અવેરનેસ વિશેની સંપૂર્ણ માહિતી પ્રો. ગૌરવ દેશાણી વોલિયન્ટર – સાયબર સેલ ગાંધીનગર દ્વારા પુરી પાડવામાં આવી હતી.તેમજ જીએસટી અને બિઝનેસ વિશે માર્ગદર્શન સી.એ. બાદલ સોનપાલ દ્વારા આપવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રને જેસીઆઈની ટિમ દ્વારા સફળ બનાવમાં આવ્યો હતો.
લોકો માં અવેરનેસ લાવા આ પ્રોગ્રામનોનું આયોજન કર્યું : કલ્પેશભાઈ રાડીયા
જેસીઆઈના વાઇસ પ્રેસિડેન્ટ ટ્રેની રાજકોટ યુવા ઝોન સેવનના કલ્પેશભાઈ રાડીયાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જાણવ્યું હતું કે સાયબર ક્રાઈમ હવે રોજીંદી ઘટના બની છે.આઓને સૌ ઇન્ટરનેટના માધ્યમથી જોડાયેલા છીએ.ઓનલાઇન ટ્રાન્ઝેક્સનનો ઉપયોગ કરી છીએ.સામે લોકો ને છેતરવા માટે ની સિન્ડિકેટ બની છે. અજાણતા માં લોકો આમ ફસાય જતા હોય છે. અને પૈસા ગુમાવનો વારો આવે છે.સાયબર ક્રાઈમની વધતી જતી ઘટનાઓ થી લોકો માં અવેરનેસ લાવા આ પ્રોગ્રામનોનું આયોજન કર્યું હતું.સાયબર ક્રાઇમ સામે ની વિગતવાર માહિત વીરબાઈ મહિલા કોલેજના એચોડી આઇટી પ્રો.ગૌવરવ દેસાણીએ પુરી પાડી હતી.
રાષ્ટ્રના નિર્માણને વધુ મજબૂત બનાવા જીએસટીનું જ્ઞાન લોકો સુધી પોહચડાયું: અશ્વિન મલાકાન
જેસીઆઈ બિઝનેસના વાઇઝ પ્રેસિટેન્ડ અશ્વિન મલાકાનએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે લોકોમાં જીએસટીની જાગૃત લાવા આ પ્રોગ્રામનું આયોજન કર્યું હતું.જીએસટીથી ભાગવા કરતા જીએસટી ભરવું જોઈએ.દેશમાં આપણું યોગદાન હોય જોયે જે જીએસટી ભરીને આપણે આપવાનું છે.પ્રોગ્રામમાં જીએસટી વિશેની વિગતવાર માહિતી સીએ બાદલભાઈ સોંપાલએ પુરી પાડી હતી.
વ્યક્તીગત વિકાસ અને વિશ્વ શાંતિ એજ અમારો ઉદ્દેશ : નિશીત જીવરાજાણી
જેસીઆઈ યુવા પ્રેસિટેન્ડ નિશીત જીવરાજાણીએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ઘણા બધા ટ્રેનિગ પ્રોગ્રામો અમારા દ્વારા કરવામાં આવ્યા છે.જેસીઆઈ નો મુખ્ય ઉદ્દેશ વ્યક્તીગત વિકાસ અને વિશ્વ શાંતિનો છે.લોકોને એક વખતનું ભોજન આપવા કરતા તેમેન સક્ષમ બનાવ તેમને માહિતગાર બનાવ એવું માનવું છે.લોકો પાસે પુરીતી માહિતી હશે તો ગેરમાર્ગ પર દોરસે નહિ.કોઈ વસ્તુનો ઘરાબ ભોગ બનશે નહિ.લોકોને હરહમશે માહિતગાર કરવા જેસીઆઈ યુવા પાંખ કાર્યરત રહશે.