કાલથી 13 માર્ચ સુધીના ભવ્ય ધાર્મિક આયોજનમાં વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમોની વણઝાર
સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં સમુદ્રકિનારે ડો. મહાદેવ પ્રસાદ મહેતાના સુમધુર કંઠે કાલથી તા.13 માર્ચ સુધી સાગરદર્શન હોલમાં શિવપુરાણ કથાનું ભવ્ય આયોજન કરાયેલ છે સરકારના નિતીનિયમોને અનુલક્ષીને વ્યવસ્થા રાખવામાં આવી છે.
ગીર સોમનાથ મીડિયા સેન્ટર તેમજ યજમાનોના સહયોગથી સુપ્રસીધ્ધ કથાકાર ડો. મહાદેવ પ્રસાદ મહેતા (કાશી)ના સુમધુર કંઠે સંગીતમય શૈલીમાં મહાશિવ રાત્રીના પાવનપર્વમાં સમુદ્ર કિનારે સાગરદર્શન હોલમાં શિવપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યુ છે. કાલથી કથાનો પ્રારંભ થશે સોમનાથ મંદિરેથી પોથી યાત્રા સાગરદર્શન સુધી શિવભકતો સાથે નિયમ મુજબ નિકળશે 13 માર્ચ સુધી શિવપુરાણ કથા દરરોજ સવારે 10થી બપોરે 2 વાગ્યા સુધી વકતા દ્વારા રસપાન કરાવાશે.
સાત દિવસ ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યકમો કથા દરમ્યાન યોજાશે તેમા કથાના પ્રારંભ મંગલા ચરણથી થશે અને દીપ્ર પ્રાગટય મહેમાનો યજમાનો દ્વારા શિવપુરાણ મહાત્મય, તા.8ને સોમવારે શિવ પાર્થિવ લીગ મહાત્મય, તા.9ને મંગળવારે મીષ્કલ સ્વરૂપ પ્રાગટય અને સતી ચરીત્ર, તા.10ને બુધવારે રૂદ્રાશ અને ભસ્મ મહીમા, તા.11ને ગુરૂવાર શિવ વિવાહ, તા.12ને શુક્રવાર દ્રાદ્રશ જર્યોતીલ કથા, તા.13ને શનિવારે કથા વિરામ લેશે. દીપક કકકડે જણાવેલ હતું કે મહાશિવરાત્રી પર્વમાં સોમનાથના સાંનિધ્યમાં સમુદ્રકિનારે શિવમહાપુરાણ કથાનો શ્રવણ કરવું તે જીવનનો અમુલ્ય લ્હાવો છે. શ્રૌત્રાજનો કથા શ્રવણનો લાભ લઇ શકે તે માટે નિયમો મુજબ સુંદર આયોજન કરાયેલ છે તેમજ ફસબુક, યુટયુબ તથા સોશ્યલ મીડિયા દ્વારા આ કથાનું લાઇવ પ્રસારણ કરવામાં આવશે આ કથામાં સોમનાથ ટ્રસ્ટ, યજમાનો તેમજ પ્રિન્ટ, ઇલેકટ્રોનીક મીડિયાના પત્રકારો તેમજ સોશ્યલ મીડિયા દ્વારા પણ ખુબ જ ભારે સહકાર મળી રહ્યો છે.