Table of Contents

વિવિધક્ષેત્રના પાંચ રત્નોને સન્માનિત કરવામાં આવ્યા

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સાથે મુખ્ય અતિથિ તરીકે રાજયના કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા પણ ઉપસ્થિત રહ્યા

બ્રહ્મ એકતા માટે ભગીરથ કાર્ય કરનાર અને ભગવાન પરશુરામની યાત્રા દ્વારા સમગ્ર ગુજરાતમાં બ્રાહ્મણોની એકતા અને અખંડિતાને ઉજાગર કરવા  સ્વ.અભયભાઇ ભારદ્વાજ દ્વારા અનેરું પગલું લેવામાં આવ્યું છે. જેની પરિકલ્પનાના પરિણામે પરશુરામ એવોર્ડ આપવામાં આવ્યો હતો. અભયભાઈએ પરશુરામ યુવા સંસ્થાનના માધ્યમથી બ્રહ્મ પરિવારો માટે નિસ્વાર્થ સેવા, શિક્ષણ, ઉદ્યોગ, મેડિકલ, રોજગાર વિગેરે ક્ષેત્રે મૂઠી ઊંચેરું પ્રદાન કરનાર અગ્રણીઓને સન્માનિત કરવાના ઉદેશ્યથી વર્ષ 1996માં પરશુરામ એવોર્ડની શરૂઆત કરી હતી. ત્યારે 25માં પશુરામ એવોર્ડથી 5 રત્નોને  સન્માનિત કરવામાં આવ્યા હતા.

ડિસેમ્બર 2020ના અભયભાઈની આકસ્મિક વિદાય બાદ પશુરામ યુવા સંસ્થાને તેઓની સ્મૃતિમાં પરશુરામ એવોર્ડ ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો અને 1 ડિસેમ્બર 2021 રોજ પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહનું આયોજન કર્યુ હતું. ત્યારબાદ  2 એપ્રિલના રોજ અભયભાઈના જન્મદિનના પાવન અવસરે પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહ-2023નું જાજરમાન આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે પણ વિવિધક્ષેત્રે આગવું યોગદાન પ્રદાન કરનાર વિવિધક્ષેત્રના પાંચ અગ્રણીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

ભારદ્વાજ પરિવારનો પ્રત્યેક સદસ્ય અને પરશુરામ યુવા સંસ્થાનો દરેક  કાર્યકર મન-કર્મ-વચનથી અભયભાઈના હસ્તે શરૂ કરાયેલ આ પ્રણાલીને આગળ ધપાવવા કટીબદ્ધ છે. પરશુરામ એવોર્ડ 2023ના અર્પણ સમારોહમાં અધ્યક્ષ સ્થાને  ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. સાથે મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજયના કેબિનેટ મંત્રી મતી ભાનુબેન બાબરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્ય સરકારના ધારાસભ્યો પણ ઉપસ્થિત રહી કાર્યક્રમને દીપાનવીત કર્યો હતો.  કાર્યક્રમમાં પૂજ્ય સંતોનું પાવન સાનિધ્યમાં પરશુરામ રત્ન આપવામાં આવ્યા હતા.  સ્વામિનારાયણ મુખ્ય મંદિરના કોઠારી પૂ. રાધારમણ સ્વામી,  હનુમાન મંદિરના પૂજય વિવેક સ્વામી સંતો-મહંતો હાજર રહ્યા હતા. તે ઉપરાંત રાજકીય અને સામાજીક જગતના અનેકવિધ દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા.

પરશુરામ એવોર્ડ 2023થી સન્માનિત થયેલા 5 વ્યક્તિ વિશેષ રત્નો

સામાજિક ક્ષેત્રે  … મુકેશભાઈ જોશી
રાજકીય ક્ષેત્રે  … મનસુખભાઇ જોશી
શૈક્ષણિક ક્ષેત્રે … ગિજુભાઈ ભરાડ
ઉદ્યોગ ક્ષેત્રે  … સુરેશભાઈ નંદવાણા
તબીબી ક્ષેત્રે … ડો. હેમંગભઈ વસાવડા

પિતાની રાહે પુત્રએ વારસો જાળવી રાખ્યો તે અકલ્પનિય: નીતિનભાઈ ભારદ્વાજ

ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજે માહિતી આપતા જણાવ્યું હતું કે અભયભાઈ ની ચીર વિદાય બાદ જે રીતે અંશ ભારદ્વાજ દ્વારા પરશુરામ એવોર્ડ તમારો યથાવત રીતે આગળ ધપાવ્યો છે તે ખરા અર્થમાં અકલ્પનીય છે. જે પાંચ રત્નોને સન્માનિત કરવામાં આવ્યા છે તેઓએ તેમના ક્ષેત્રમાં અનેરુ યોગદાન આપ્યું છે અને બ્રહ્મ સમાજનું નામ રોશન કર્યું છે. ત્યારે અભયભાઈ દ્વારા શરૂ કરવામાં આવેલી આ પ્રથા દર વર્ષે યથાવત રીતે ચાલતી રહેશે અને સમાજ ઉત્પન્ન માટે બ્રહ્મ સમાજ હર હંમેશ આગળ આવશે.

પરશુરામ એવોર્ડ મળવો તે અત્યંત ગૌરવની વાત છે : ગિજુભાઈ ભરાડ

શિક્ષણ વિધ ગિજુભાઈ ભરાડને શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ પરશુરામ એવોર્ડ આપવામાં આવ્યો હતો ત્યારે તેઓએ જણાવ્યું હતું કે આ એવોર્ડ મળવો એ અત્યંત ગૌરવની વાત છે અને જે રીતે સ્વ અભયભાઈ ભારદ્વાજ દ્વારા જે કુનેહ થી જે યાદી તૈયાર કરવામાં આવી છે તે જ તેમની દીર્ઘદ્રષ્ટિને ઉજાગર કરે છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે તેઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે અને પુસ્તકોનું વાંચન કરેલું છે પરંતુ ભગવાન પરશુરામ જેવું વ્યક્તિત્વ હજુ સુધી સામે આવ્યું નથી ત્યારે જરૂરી એ જ છે કે ભગવાન પરશુરામના વંશજો પોતાની જવાબદારી સમજી સમાજ ઉત્થાન માટે કાર્ય કરે.

સ્વ. અભયભાઈ દ્વારા શરૂ કરવામાં આવેલી એવોર્ડ પ્રથા દર વર્ષે ચરિતાર્થ કરાશે: અંશભાઈ ભારદ્વાજ

સ્વ અભયભાઈ ભારદ્વાજ ના જન્મદિવસ નિમિત્તે જે 25મો પરશુરામ એવોર્ડ સમારોહ યોજાયો તેમાં ઉપસ્થિત તેમના પુત્ર હંસ ભાઈ ભારતવાજે જણાવ્યું હતું કે આ એવોર્ડ પ્રથા દર વર્ષે ચરિતાર્થ કરવામાં આવશે. તુજ નહીં અભયભાઈ ની વિદાય બાદ તેમના દ્વારા જે તૈયાર કરેલા 40 નામો જે છે તે પૈકી દર વર્ષે પાંચ પાંચ બ્રહ્મ સમાજના રત્નોને પરશુરામ એવોર્ડથી તેમને સન્માનિત કરવામાં આવશે. વધુમા તેઓએ જણાવ્યું હતું કે, અભયભાઈ દીર્ઘદ્રષ્ટા હતા અને તેઓને ખ્યાલ હતું કે બ્રહ્મ સમાજ માટે હજુ ઘણું કરવાનું બાકી છે અને તે વિચારને વળગી તેઓએ બ્રહ્મ સમાજના ઉથાન માટે પરશુરામ યુવા સંસ્થાન સંસ્થાની રચના કરી જે બ્રાહ્મણો માટે કાર્ય કરી રહ્યું છે અને સમગ્ર ભારતમાં બ્રહ્મ દેવોને એક જુઠ કરવાનો જે લક્ષ્ય નિર્ધારિત કર્યો છે તેને પણ પૂર્ણ કરવા માટે કાર્ય હાથ ધરાશે.

બ્રાહ્મણોના કલ્યાણ માટે અભયભાઈ દ્વારા અનેક કામો કરવામાં આવ્યા છે જેને કોઈ દિવસ ભૂલી ન શકાય: વિજયભાઈ રૂપાણી

પરશુરામ એવોર્ડ સમારોહમાં ઉપસ્થિત રહેલા ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે બ્રાહ્મણોના કલ્યાણ માટે સ્વર્ગસ્થ્ય અભય ભાઈ દ્વારા અનેક કામો કરવામાં આવ્યા છે જેને કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિ ભૂલી નહીં શકે. નહીં બ્રહ્મ સમાજના લોકોએ દેશની સંસ્કૃતિ અને અખંડિતતા ને જાળવવા માટે ખૂબ સારા કાર્યો પણ કર્યા છે અને સંસ્કૃતિનું જતન પણ કર્યું છે જે બદલ ખરા અર્થમાં બ્રહ્મ સમાજનો આભાર માનવો જોઈએ. માં તેઓએ જણાવ્યું હતું કે સ્વર્ગસ્થ અભયભાઈ રાજકીય નહીં પરંતુ રાજનૈતિગ્ન વ્યક્તિત્વ હતું કે જેમની પાસે અત્યંત કુશળ રાજકીય તોજ ભુજ હતી અને તેનો લાભ અનેક રાજકીય વ્યક્તિઓને મળ્યો છે. જે બ્રહ્મ સમાજના પાંચ રત્નોને પરશુરામ એવોર્ડ આપવામાં આવ્યો છે તે અત્યંત આવકાર્ય છે.

આરોગ્ય ક્ષેત્રે હજુ ઘણી સેવા કરવાની બાકી છે: ડો.હેમાંગ વસાવડા

આરોગ્ય ક્ષેત્રે અકલ્પનીય કામગીરી કરવા બદલ ડોક્ટર હેમાંગ વસાવડાને પરશુરામ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા તેઓએ જણાવ્યું હતું કે અભયભાઈ ભારદ્વાજ જેવું વિશાળ વ્યક્તિત્વ કોઈનું જોયું નથી અને તેમના સાથે વિતાવેલા દરેક સંસ્મરણો આજે પણ તાજા છે. અરે આરોગ્ય ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ જે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ત્યારે એ વાત સાચી છે કે હજુ પણ આરોગ્ય ક્ષેત્રે ઘણું કામ કરવાનું બાકી છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે તેઓ જે રીતે સમાજ સાથે જોડાયા અને સમાજે જે રીતે ટેકો આપ્યો અને તે જે કામગીરી ને બિરદાવવામાં આવી પરશુરામ યુવા સંસ્થાન દ્વારા તેનો ગર્વ અને હર્ષ છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે તેઓ હર હંમેશ સમાજના કાર્યો કરવા માટે આગળ આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.