એસએમઈ અને એમએસએમઈ ઉદ્યોગને વધુ આગળ ધપાવવા
- બેકીંગ ફાયનાન્સની સાથોસાથ નિકાસની ઉજળી તકોથી ઉદ્યોગપતિઓને કરાયા અવગત
- દેશ અને દુનિયામાં ગુજરાતનું નામ રોશન કરતા 11 ઉદ્યોગપતિઓને ગ્રેટર ચેમ્બર બિઝનેસ આઇકોન એવોર્ડથી કર્યા સન્માનિત
ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા દેશ અને દુનિયામાં પોતાની બિઝનેસ કુનેહથી ગુજરાતનું નામ રોશન કરનાર 11 ઉદ્યોગપતિનું ગ્રેટર ચેમ્બર બિઝનેસ આઇકોન ઍવોર્ડ સન્માન સમારોહ કાર્યક્રમનું હોટલ સયાજી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રેટર રાજકોટ ચેમ્બર આયોજિત ત્રિવેણી સંગમ કાર્યક્રમમાં જખઊ અને MSMEના ઉદ્યોગપતિઓને ફાઇનાન્સિયલી, ટેકનિકલીથી લઈ વિવિધ માહિતીઓથી અવગત કરવામાં આવ્યા હતા. રાજકોટ જખઊ અને MSMEનું ગુજરાતના અર્થવ્યવસ્થામાં મોટું યોગદાન છે.
જેના સંદર્ભમાં સ્ટેટ બેન્ક દ્વારા વિવિધ સ્કીમોથી ઉદ્યોગપતિઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. જેથી આવતા દિવસોમાં સ્ટેટ બેન્કને પણ સારો બિઝનેસ મળી શકે. આ કાર્યક્રમાં અમદાવાદના સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર શમશેરસીંગ માન, બી.એલ મીના ચીફ ઇન્કમટેક્સ કમિશનર, અમિત અરોરા મ્યુનિસિપલ કમિશનર રાજકોટ, અરુણ મહેશ બાબુ રાજકોટ કલેકટર, અનિલ કુમાર જૈન ડીઆરએમ રેલ્વે, જે.એમ બિશનોઈ આઈટીએસ જોઈન્ટ ડાયરેક્ટર ડીજીએફટી, સ્વાતિ અગ્રવાલ આસિસ્ટન્ટ ડાયરેક્ટર એમએસએમઇ વિભાગ, રિધેસ રાવલ જોઈન્ટ કમિશનર એસજીએસટી, કે.વી મોરી જનરલ મેનેજર ઉદ્યોગ કચેરી રાજકોટ સહિતના સહિતના વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. બહોળી સંખ્યામાં ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના સભ્યોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી તથા સભ્યોએ જેહમત ઉઠાવી હતી.
- એસએમઈ અને એમએસએમઈને બેકીંગ ફાયનાન્સની માહિતીથી અવગત કર્યા: ઉપેન્દ્રભાઇ મોદી (માનદ મંત્રી)
ગ્રેટર રાજકોટ ચેમ્બરના માનદ મંત્રી ઉપેન્દ્રભાઇ મોદીએ ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત આવો બિઝનેસ સેમિનાર થયો છે. એસએમઇ અને એમએસએમઇના ઉદ્યોગપતિઓ અને એન્ટરપ્રેન્યોરને સ્ટેટ બેંક દ્વારા બેંકી ફાયનાન્સમાં પડતી તકલીફો અથવા ફાયનાન્સ માટે કેટલી સરળતા સમજાવવા માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેથી ઉદ્યોગકારોને સરળતાથી તેના ઉદ્યોગને આગળ ધપાવવાનો વેગ મળશે. 250 જેટલા ઉદ્યોગપતિઓને નિકાસમાં ઉજળી તકો માટેની સચોટ અને સરળ માહિતી આ કાર્યક્રમમાં પૂરી પાડવામાં આવી છે. 11 ઉદ્યોગપતિઓને ગ્રેટર ચેમ્બર બિઝનેશ આઇકોન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. જેના અંતર્ગત બીજી નવા ઉદ્યોગ સાહસિકોને પ્રેરણા મળે.
- ગુજરાતની અર્થવ્યવસ્થામાં રાજકોટ એસએમઈ અને એમએસએમઈનો મોટું યોગદાન છે: શમશેરસીંગ માન (ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર)
અમદાવાદ સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર શમશેરસિંગ માનએ ‘અબતક’ સાથેની ખાસ વાતચિતમાં જણાવ્યું હતું કે રાજકોટ જખઊ અને MSME ગુજરાતની અર્થવ્યવસ્થામાં મહત્વનું યોગદાન છે ત્યારે સ્ટેટ બેંક દ્વારા આ કાર્યક્રમમાં સહભાગી બનવાનો અમને ગર્વ છે. ગ્રેટર રાજકોટ ચેમ્બર સાથે સહભાગી બની આ બને ક્ષેત્રેની અંદરના ઉદ્યોગપતિઓની સાથે વિવિધ સ્કીમ લઇ આવી તમને પણ ફાયદો થશે અને સાથોસાથ અમને પણ વધુ સારો બિઝનેશ મળી રહે તેવા હેતુસર આ કાર્યક્રમમાં બધી ચર્ચા વિસ્તારપૂર્વક કરવામાં આવી છે.