500 વિદ્યાર્થી સાથે સમગ્ર વિસ્તારમાં તિરંગા યાત્રા નીકળી
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હર ઘર તિરંગાનું આહવાન કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત સમગ્ર દેશમાં તિરંગા યાત્ર યોજાઈ રહી છે. જે તકે રાજકોટની ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી નિધિ સ્કૂલ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તિરંગા યાત્રામાં વોર્ડ નંબર 1ના કોર્પોરેટ અલ્પેશભાઈ મોરઝરીયા, દુર્ગાબા જાડેજા સહિત બ્રહ્મ કુમારીના નૈયના દીદી તથા ભાગ્યવતી દીદી જોડાયા હતા. 500 વિદ્યાર્થીઓ સાથે સમગ્ર વિસ્તારમાં ભવ્ય તિરંગા યાત્રા ફેરવામાં આવી હતી.
સ્થાનિક રહેવાસીઓમાં હર ઘર તિરંગાની જાગૃતતા ફેલાવવા હેતુસર વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહભેર યાત્રા નીકાળવામાં આવી હતી.તિરંગા યાત્રાને સફળ બનાવવા નિધિ સ્કૂલના ટ્રસ્ટી યશપાલસિંહ ચુડાસમા, શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓએ જેહમત ઉઠાવી હતી.
તિરંગા યાત્રા વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના જાગૃત કરે છે: યશપાલસિંહ ચુડાસમા
નિધિ સ્કૂલના ટ્રસ્ટી યશપાલસિંહ ચુડાસમાએ અબતક સાથેની ખાસ, આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા યાત્રા દ્વારા વિદ્યાર્થીઓમાં દેશભક્તિ તથા રાષ્ટ્રપ્રેમ જાગૃત કરે છે.
તિરંગાનું માન સન્માન જળવાઈ રહે તે માટે હર ઘર તિરંગા જરૂરી: કોર્પોરેટર અલ્પેશભાઈ મોરઝરીયા
વોર્ડ નંબર 1ના કોર્પોરેટર અલ્પેશભાઈ મોરઝરીયાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, હર ઘર તિરંગા અંતર્ગત તિરંગાનું માન સન્માન જળવાઈ રહે છે. સ્થાનિકોમાં રાષ્ટ્રપ્રેમની જાગૃતતા ફેલાવવાનું કાર્ય નિધિ સ્કૂલ દ્વારા કરવામાં આવી રહ્યું છે.