રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સા.ના બાવનમાં જન્મોત્સવ નિમિતે
પુણ્યવંતી કચછની ઘરા પર માંડવી તાલુકાના પુનડી ગામે કચ્છમાં સૌ પ્રથમવાર ચાતુર્માસ અર્થે પધારેલ માનવતાના મસીહા એવા રાષ્ઠ્રસંત પૂ. નમ્રમુનિ મ.સા.ના પરમાં જન્મોત્સવની ઉજવણી અંતર્ગત ભવ્ય માનવતા મહોત્સવનું તા. 25-9-2022 ના રવિવારે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેેશ-વિદેશ સ્થિત પૂ. ગુરુદેવના હજારો ભાવિકો આ ઉજવણીમાં જોડાશે.
માનવતા અનેક સેવાકીય કાર્યોને આવરી લેતા માનવતા મહોત્સવ ના આ અનોખા આયોજન અંતર્ગત તા. 25-9 સૌથી પ્રથમ સવારે 8.30 કલાકે ડુંગર દરબાર ના વિશાળ પાંટગણમાં પૂ. ગુરુદેવના મુખેથી જૈન શાસ્ત્રના મહા પ્રભાવક એવાળશ્રી ઉવસગ્ગહર સ્ત્રોત્ર ની જય સાધનાનો પ્રારંભ કરાવવામાં આવશે. હજારો ભાવિકો આ સાધનામાં જોડાતા સૃષ્ટિ પર એક અનેરી ઉર્જાના સંચાર વડે સમગ્ર જીવજગતના કલ્યાણની ભાવના વ્યકત કરવામાં આવશે.
દેશ વિદેશના જુદા જુદા લાભાર્થી પરિવારો દ્વારા અનુદાનિત જીવદયાના એક અનોખા મહાયજ્ઞની શૃંખલા રુપે પૂ. ગુરુદેવ દ્વારા 11 આધુનિક એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવશે. સાથે જ દેશ-વિદેશ સ્થિત ભકતગણ તથા વિવિધ સેન્ટરો મઘ્યે આ દિવસે વિશેષ માનવતાના કાર્યોની મિશાલ જગાવી અનેક પ્રકારે સેવા કાર્યો માનવતા મહોત્સવ ની ઉઝવણી રુપે કરવામાં આવશે. પૂ. ગુરુવરના જન્મોત્સવ અંતર્ગત આ માનવતા મહોત્સવમાં સમગ્ર કચ્છ સૌરાષ્ટ, ગુજરાત, મહારાષ્ટ્ર વિગેરેના હજારો ભકતો આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.
સેવાના આ મહાયજ્ઞને સફળ બનાવવા ચાતુર્માસના લાભાર્થી સમગ્ર એસ.પી. એમ. પરિવાર અને તેમની ટીમ દ્વારા જહેમત ઉઠાવાઇ રહી હોવાનું રમેશભાઇ વોરાએ જણાવ્યું હતું.
- પૂ.નમ્રમુનિ મહારાજના જન્મદિને પંચનાથ હોસ્પિટલમાં વિનામૂલ્યે ઓપીડી
- સોમવારના દિવસે કોઇ દર્દી પાસેથી ફી નહી લેવાય
શ્રી પંચનાથ હોસ્પિટલ દ્વારા રાષ્ટ્રિય સંત જૈનમુનિ શ્રી નમ્રમુનિ મહારાજના 52 (બાવન)માં જન્મદિવસના પાવન અવસર પર તારીખ 26/09/2022ને સોમવારના રોજ ઓપીડી વિનામુલ્યે કરવામા આવશે. શ્રી પંચનાથ હોસ્પિટલને જેમના હંમેશા આર્શીવાદ મળી રહ્યા છે તેવા રાષ્ટ્રિય સંત જૈનમુનિ નમ્રમુનિ મહારાજ દ્વારા હોસ્પિટલને અનેક રીતે આર્થિક સહાય અપાવવામાં મદદરૂપ થયેલ છે આવા ગરીબોના મસીહા અને મહાન સંતના બાવન (52)મો જન્મદિવસને યાદગાર બનાવવા માટે શ્રી પંચનાથ હોસ્પિટલના ટ્રસ્ટીઓ દ્વારા તા.26/09/2022 સોમવારના રોજ એક દિવસ કોઈપણ દર્દીઓ પાસેથી ઓપીડી ચાર્જ નહીં લેવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવેલ છે.
ગરીબ અને જરૂરીયાતમંદ 108 દર્દીઓને વિનામૂલ્યે આંખના મોતિયાના ઓપરેશનના 700000 (સાત લાખ) થી વધુ રકમ હોસ્પિટલને મેળવી આપેલ છે આ રીતે તેઓ હોસ્પિટલ પ્રત્યે પરોક્ષ યા પ્રત્યક્ષ રીતે સહાયરૂપ બન્યા છે.આ મહાન સંતનુ શેષ જીવન દિર્ઘાયુ નિરોગી અને દરેક ક્ષેત્રે મંગલમય નિવડે અને તેઓના આશીર્વાદ દરેક લોકોને મળી રહે તેવી તેમના જન્મદિવસના પાવન પર્વ પર શ્રી પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટે શુભકામનાઓ પાઠવેલ છે.