રાખડી,લેડીઝ ગારમેન્ટ, હેન્ડલૂમ આઈટમ, હર્બલ પ્રોડક્ટ સહિત 63 વસ્તુઓના સ્ટોલની ગોઠવણી કરાઈ
શ્રેષ્ઠ માધ્યમ મળવાથી એક્ઝિબિશન એન્ડ સેલની મહિલાઓ ખુશખુશાલ
મહિલાઓ પગભર બને તેવા ઉદેશથી ખોડલધામ મહિલા સમિતિ રાજકોટ દ્વારા એક્ઝિબિશન એન્ડ સેલનું સરદાર પટેલ ભવન ખાતે આયોજન કરવામાં આવ્યું છે.બે દિવસ આ કાર્યક્રમ ચાલવામાં આવશે.સમાજની દરેક બહેનોને પગ પર કરવાની તેમજ આર્થિક રીતે સશક્ત બનાવવા ખોડલધામ મહિલા સમિતિ દ્વારા આ પ્રથમ વખત આયોજન કરાયું છે.કુલ 63 જેટલા સ્ટોલની સગવડ મહિલા વીંગ્સ દ્વારા પુરી પડવામાં આવી છે. ઘરવપરાશ થઈ લઈ કપડા,કોસ્મેટીક,ઇમિટેશન જ્વેલરી, હેન્ડલુમ આઈટમ જેવી વિવિધ વસ્તુઓના સ્ટોલ નિહાળવા તેમજ ખરીદી કરવા પ્ર કાર્યક્રમનું આયોજન કરાયું છે. દરેક મહિલા પોતાના પ્રોડક્ટ સાથે અહીં અન્ય મહિલાઓને માહિતગાર કરી રહી છે.ખાસ સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી મહિલા વીંગ્સ દ્વારા એલિમેન્ટસ ઓર્ગેનિક બાય નેચર અગસ્ત્યા બાયોલોજીકસ સ્વાસ્થ્યવર્ધક પ્રોડક્ટના સ્ટોલની સગવડ કરી આપી છે.
અગત્ય બાયોલોજીકલ્સ ની દરેક પ્રોડક્ટમાં પોષણ તત્વ જળવાઈ રહે છે સાથોસાથ શાકભાજી જે લાંબો સમય સુધી તાજા રહી શકે તેવું સમાધાન લઈને આ પ્રોડક્ટ આવ્યું છે.બજારમાં હાલ ખૂબ સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. દરેક સમાજની મહિલાઓ ને કોમર્શિયલ જ્ઞાનનો ખૂબ માધ્યમ મળ્યું છે. કાર્યક્રમને મહિલાઓ દ્વારા જબર પ્રતિસાદ મળી રહ્યો છે તેમજ સ્ટોલ ધારક દરેક મહિલા ખોડલધામ મહિલા સમિતિ નો આભાર વ્યક્ત કરી રહી છે. ખોડલધામના પ્રણેતા તેમજ ચેરમેન નરેશભાઈ પટેલએ એક્ઝિબિશન એન્ડ સેલની મુલાકાત લીધી હતી.મુખ્ય મહેમાન તરીકે જ્યોત્સનાબેન ટીલાડા ફાયર બ્રિગેડના ચેરમેન સહીત અન્ય મહિલા અગ્રણીઓ આ એક્ઝિબિશન એન્ડ સેલમાં ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમને સફળ બનાવવા જયશ્રીબેન વરસાણી ખોડલધામ ટ્રસ્ટ રાજકોટ જિલ્લા ક્ધવીનર,સુમિતાબેન કાપડીયા ખોડલધામ ટ્રસ્ટ રાજકોટ મહિલા સમીતી શહેર ક્ધવીનર સહીતના તમામ સભ્યોને જેહમત ઉઠાવી છે.
બહેનોને ઇકોનોમિક અને કોમર્સ સમજવાનું ઉમદા પગલું: નરેશભાઈ પટેલ
ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જાણવ્યું હતું કે, ખોડલધામ મહિલા સમિતિ રાજકોટ દ્વારા યોજવામાં આવેલા આ કાર્યક્રમથી બહેનોને ઇકોનોમિક અને કોમર્સ સમજવાનું ઉમદા પગલું છે.મહિલાઓની વચ્ચે રહી ખૂબજ શ્રેષ્ઠ કામગીરી ખોડલધામ મહિલા સમિતિ દ્વારા કરવામાં આવી રહી છે.
પ્રથમ વખત એક્ઝિબિશન એન્ડ સેલનું આયોજન કર્યું: જયશ્રીબેન વરસાણી
જયશ્રીબેન વરસાણી ખોડલધામ ટ્રસ્ટ રાજકોટ જિલ્લા ક્ધવીનરએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ખોડલધામ મહિલા સમિતિ રાજકોટ દ્વારા અનેકવિધ મહિલાઓના ઉત્થાન માટેના કાર્યક્રમની કામગીરી કરવામાં આવે છે. જેના ભાગરૂપે પ્રથમ વખત આ એક્ઝિબિશન એન્ડ સેલનું આયોજન કરવામાં આવ્યું છે.
પરંપરાગત રસોઈના વારસાને જાળવી રાખવાનો અમારો ધ્યેય:આરતીબેન શાહ
એલિમેન્ટસ ઓર્ગેનિક બાય નેચરના આરતીબેન શાહએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, શાકભાજીના પોસ્ક તત્વો પૂરા પાડવા માટે તેમજ પરંપરાગત રસોઈના વારસાને જાડી રાખવા આ પ્રોડક્ટની શરૂઆત કરી છે. 25 જેટલી અલગ અલગ શાકભાજીથી લઇ વસ્તુઓની પ્રોડક્ટો બનાવી તેનું વેંચાણ કરવામાં આવે છે.