• 7 જુલાઈએ પરંપરાગત રીતે અષાઢી બીજ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી
  • મહોત્સવનાં આયોજન માટે તડામાર તૈયારીઓ પૂર્ણતાને આરે  
  • એક પગંતે 1 લાખ લોકો પ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થા કરાઈScreenshot 2 1

જુનાગઢ ન્યૂઝ : ભેંસાણ નજીક આવેલા સુપ્રસિદ્ધ તિર્થક્ષેત્ર પરબધામ ખાતે આગામી તા.7 જુલાઈએ પરંપરાગત રીતે અષાઢી બીજ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. દર વર્ષે કરતાં વર્ષે ધારણાથી પણ વધુ જનમેદની ઉમટે તેવું જણાઈ રહ્યું છે. ધાર્મિક મહોત્સવનાં આયોજન માટે તડામાર તૈયારીઓ પૂર્ણતાને આરે છે.

પૂ.બાપુના હસ્તે નિશાન પૂજન અને ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાશે

પરબધામનાં મહંત કરશનદાસ બાપુ, ગુરૂ સેવાદાસ બાપુના સાંનિધ્યમાં યોજાઈ રહેલા અષાઢી બીજ મહામહોત્સવ અંતર્ગત તા.7 જુલાઈના સવારે 7:30 વાગ્યે પૂ.બાપુના હસ્તે નિશાન પૂજન અને ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ લોકમેળો ખુલ્લો મુકવામાં આવશે. જોકે માનવ મહેરામણ તો 6જુલાઈથી આવવાનો શરૂ થઈ જશે. સવારે પૂજનઅર્ચન, યજ્ઞ સહિતના ત્રિવિધ કાર્યક્રમો યોજાશે.Screenshot 5 2

ભોજન માટે 3000 કાઉન્ટર મુકાશે 

ભોજન પ્રસાદ માટે 500 બાય 50 ફૂટના મહાકાય પાંચ રસોડામાં રસોઈ તૈયાર કરવામાં આવે છે. 3000 કાઉન્ટર મુકાયા છે. એક પગંતે 1 લાખ લોકો બેસીને પ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ખાદ્યસામગ્રી લાવવાલઈ જવા માટે 100 ટ્રેક્ટરનો ઉપયોગ થશે. પ્રસાદમાં શુદ્ધ ધીનો શીરો, રોટલી, શાક, ગાંઠિયા, દાળભાત, સંભારો પીરસવામાં આવશે.

બાળકોના મનોરંજન માટે નવી રાઈડસ મુકાશે

સ્વયંભુ યોજાતા લોકમેળામાં આવતા બાળભાવિકોને ધર્મની સાથે મનોરંજન મળી રહે તે માટે અવનવી રાઈડસ પણ પ્રતિવર્ષની માફક વર્ષે પણ આવી ચૂકી છે. વખતે નવી રાઈડસ પણ જોવા મળશે.Screenshot 6 2

સરકારી અધિકારીઓ પણ મહોત્સવમાં ખડેપગે રહેશે 

પરબધામ ખાતે યોજાનાર લોકમેળા માટે સરકારી અધિકારીઓ પણ મહોત્સવમાં ખડેપગે મામલતદાર આઈ.આર. પારગી, PSI એસ.એન. .કાતરીયા, વીજ ઈજનેર ડી.એમ.ચોચા સહિતના અધિકારીઓ ઉપરાંત જિલ્લા પોલીસ વહિવટી દ્રારા પોલસી તેમજ મહિલા પોલસી તેમજ જી.આર.ડીના જવાનો ખડે પગે ફરજ બજાવશે. મહોત્સવમાં આવનાર ભાવિકોને કંઈ તકલીફ પડે તેની તકેદારીના ભાગરૂપે સુસજ્જ આયોજન કરી રહ્યા છે.

ચિરાગ રાજયગુરૂ 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.