• ડાયાબિટીસ અવેરનેસ ઇનિશિએટિવ હેઠળ 20 ડાયાબિટીસથી પીડાતા દર્દીઓનો સારવાર સહસ્ત્રાર યોગ થેરાપી સ્ટુડિયો નિ:શુલ્ક પણે આપશે
  • ગુજરાત યોગબોર્ડના ચેરમેન શિશપાલજી સહિત ગુજરાતી સીને જગતના અભિનેતા અને દિગ્દર્શકોએ પણ રહ્યા ઉપસ્થિત

અમદાવાદના બોપલ વિસ્તારમાં ગુજરાત દિવસ નિમિત્તે ડાયાબિટીસ અવેર્નેસસ ઇનિશિયેટીવ સાથે સહસ્ત્રત બેલેન્સ થેરાપી સ્ટુડિયોનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વાસુ ધોળકિયા જેઓ યોગાચાર્ય દિલીપ ધોળકિયાના પૌત્રની સાથો-સાથ શિષ્ય પણ છે તેઓ આ બેલેન્સ થેરાપી સ્ટુડીઓના ફાઉન્ડરની ભૂમિકા ભજવશે. ગુજરાતને ડાયાબિટીસ મુક્ત બનાવ આ ઇનિશિયેટીવ હેઠળ બેલેન્સ થેરાપી સ્ટુડીઓનું સર્જન થયું છે. મેડિકલ સાયન્સની દ્રષ્ટિએ જોઈએ તો ડાયાબિટીસને ’ક્ધટ્રોલ’ કરવા માટે જ ઉપચાર છે જયારે યોગ થેરાપીની મદદ થી 100 ટકા ડાયાબિટીસની સારવાર શક્ય છે. આ થેરાપી હેઠળ દર્દીને માત્ર દિવસની 50 મિનિટ કાઢી યોગ થેરાપીને અર્પણ કરવાની છે. આ સારવાર હેઠળ માત્ર ડાયાબિટીસ નહિ પરંતુ અનેક રોગ દૂર થઇ શકે છે.

vlcsnap 2022 05 02 11h49m12s169 Copy

સહસ્ત્રાર બેલેન્સ થેરાપીના ઉદ્ઘાટનના અવસર પર ગુજરાત યોગ બોર્ડના ચેરમેન શિશુપાલજી સહીત ગુજરાતી સીને જગતની હસ્તીઓ જેમ કે પ્લેબેક સિંગર પાર્થિવ ગોહિલ, અભિનેતા મયુર ચૌહાણ, દિગ્દર્શક મીખીલ મુસાલે અને ઘ્વની ગૌતમ, અભિનેત્રી અનુશા સંપથે હાજરી આપી હતી. ડાયાબિટીસ અવેરનેસ ઇનિશિએટિવ હેઠળ સહસ્ત્રાર બેલેન્સ થેરાપી સ્ટુડિયો દ્વારા અમદાવાદના 20 ડાયાબિટીસ થી પીડાતા દર્દીઓની નિ:શુલ્ક પણે સારવાર કરવામાં આવશે. આજના સમયમાં માત્ર મોટી ઉંમરમાં જ ડાયાબિટીસ જોવા નથી મળતું, ‘ટીનેજ’ સહીત જનમતા બાળકમાં પણ ડાયાબિટીસ ડિટેકટ થાય છે. ત્યારે આવી બીમારીને જળમૂળ થી હટાવ યોગ થેરાપી જ માત્ર ઈલાજ કહી શકાય.

આ અંગે ગુજરાતી ફિલ્મ ગતના સ્ટાર મયુર ચૌહાણે જણાવ્યું હતુકે દિલીપભાઈએ મારા મિત્ર દિપના પિતા છે. જયારે તેણે મને આ વિશે વાત કરી તો હું ખુબજ આશ્ર્ચર્યમાં હતો કે આવું પણ થઈ શકે. અત્યારે આ બાબતનો ખુબજ પ્રચાર કરવાની જરૂર છે. અને યોગથી પણ ડાયાબીટીસ દૂર થાય છે. તેને આરોગ્ય વિભાગે પણ અપનાવી પૂરા વિશ્ર્વમાં અમલી બનાવું જોઈએ.

vlcsnap 2022 05 02 11h49m26s767 Copy

આ અંગે આર્કિટેકચર તોરલબેને જણાવ્યું હતુ કે દિલીપભાઈ મારા પપ્પાના જુનામિત્ર છે. પપ્પા ડાયાબીટીસ કયોર માટે તેના સ્ટુડીયો પર જતા ત્યારે મને પણ એમ થયું કે હું પણ એક વાર ત્યાં જાવ હું ત્યાં 3 મહિના સુધી ગઈ, બહુ જ સારૂ લાગ્યું યોગ કરીને હું બધાને એજ કહીશ કે યોગ તરફ આગળ વધોને પોતાના શરીરને રોગ મુકત બનાવો.

‘અબતક’ સાથેની વાતચીતમાં નિખિલ મુસાબે જણાવ્યું કે હુ મારી ફેમેલીનો સૌથી વધારે અનહેલ્ધી વ્યકિત છું ત્યારે બધા લોકો મને મરી હેલ્થને બાબતે ધ્યાન રાખવા કહેતા હોય છે.જયારે દિપે મને કહ્યું કે અમે આ રીતે એક સેન્ટર ખોલવા જઈરહ્યા છીએ. ત્યારે અમને ઘણો આનંદ થયો અને મારા ઘણા ફેમેલી મેમ્બરને ડાયાબીટીસનો પ્રોબ્લમ છે. ત્યારે અમે આજે આવ્યા છીએ અને મારી એવી ઈચ્છા છે કે આ બેલેન્સ થેરાપીથી બધાની આ સમસ્યા દૂર થાય.

vlcsnap 2022 05 02 11h50m43s338 Copy

આ અંગે અબતક સાથેની વાતચીમાં દિગ્દર્શક ધ્વની ગૌતમે જણાવ્યું હતુ કે ઘણા લોકો એવું કહેતા હોય છેકે અમે તમારી ડાયાબીટીસની સમસ્યા સાવ દૂર કરી દેશુંપરંતુ તેનથી થતુ પરંતુ દિલીપભાઈએ જે માહિતી આપી છે તે જુની પધ્ધતિને માત્ર નવા રીતે ઉપયોગમાં લેવામાં આવી છે. જેનાથી પ્રોબ્લબ દૂર થાય છે. ઘણા લોકો એવા છે જેને ડાયાબીટીસ છે તો તેને અહીની મુલાકાત લેવાની જરૂર છે. જેનાથી તેમની એ સમસ્યા દૂર થઈ જાય.

અબતક સાથેની વાતચીતમાં અભિનેત્રી અનુશા ચૌહાણે જણાવ્યું કે,ડાયાબીટીસના બાબતે લોકોમાં જાગૃકતા ઓછી છે. અને આજે સેન્ટરનું ઓપનીંગ થયું છે. તેના કારણે લોકોમાં જાગૃકતા વધશે. એવું સાંભળ્યું હશે કે ડાયાબીટીસને તમે ઘટાડી શકો. પણ આસેન્ટરમા થેરાપીથી તમેતેને સંપૂર્ણ પણે કયોર કરી શકશો. તો લોકો વધુને વધુ આ બાબતે જાગૃક થાય અને આ સેન્ટરનોલાભ લઈ ડાયાબીટીસ મુકત બની શરીરને તંદુરસ્ત બનાવે.

યોગના સાત ચક્રમાંથી એક એટલે સહસ્ત્રાહર: પ્લેબેક સિંગર પાર્થિવ ગોહિલ

vlcsnap 2022 05 02 11h51m38s823 Copy

યોગમાં સાત ચક્રમાંથી એક એટલે સહસ્ત્રાહર આજે અમદાવાદ ખાતે આ સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેલોકોને ખૂબજ ઉપયોગી થશે એમ કહું તો લોકોએ આ સેન્ટર પર આવી યોગથી પોતાના શરીરને રોગ મૂકત બનાવું જોઈએ. લોકોએ વધુને વધુ આ સેન્ટરનો લાભ લેવો જોઈએ એવી મારી લોકોને અપીલ છે.

યોગાચાર્ય દિલીપ ધોળકીયા છેલ્લા 40 વર્ષથી યોગનો અભ્યાસ કરે છે

vlcsnap 2022 05 02 11h56m29s230 Copy

આજથી 20 વર્ષ પહેલા લોકોને એવું થતું કે આ શકય છે. પણ હા આ શકય છે. મેડીકલ સાયન્સ એ કેર માટે છે. તેનાથી રોગ દૂર થાય પણ સાવ જળમૂળથી એવું ના કહીશકાય જયારે યોગથી સંપૂર્ણ દૂર થ, શકે છે.જેમ તુલસીના 1000 પાંદળા જેટલો ફાયદો કરે તેટલો ફાયદો તેનો અર્ધ કરે છે. યોગ છે તે પ્રચંડ રોગોને દૂર કરે છે. યોગમાં પ્રચંડ એટલે અસાધ્ય કીધું છે તેવા રોગોને દૂર કરે છે.એમ કહી શકાય કેશિવના શિષ્યએ મછયેન્દ્ર આસન બનાવ્યું તેના પર મને થોડો ડાઉટ થયો ત્યારે મે તેના પર અભ્યાસ કર્યોએ અભ્યાસ પરથી અલગ અલગ વિચારો આવ્યા અને તેને મે અમલમાં મૂકયા મનેપહેલા કયારે પણ ખબર જ ન હતી કેઆયોગ કે થેરાપીથી આ રોગ મટીશકે મે અત્યાર સુધીમાં 50,000 લોકોની સમસ્યા દૂર કરેલી છે. લોકોને એક સાથે એક જ રોગ હોય એવું કયારે નથી હોતુ એવા હજારો લોકોનાં રોગમે દૂર કર્યા છે.

યોગ એ આપણી ભારતીય સંસ્કૃતિની ધરોહર છે. યોગને વિદેશમાંપણ લોકોએ અપનાવ્યું છે. પણ આપણા દેશમાં તેનોઉપયોગ ઓછો થઈ ગયો છે. તેનું ઘણુ દુ:ખ છે. એટલે લોકોને મારીએ અપીલ છે કે યોગનો વધુને વધુ ઉપયોગ કરી શરીરને રોગમૂકત બનાવે.

યોગએ વર્ષો જૂની આપણી ધરોહર છે: ફાઉન્ડર વાસુ ધોળકીયા

vlcsnap 2022 05 02 11h54m55s703 Copy

યોગ એ આપણી એમ કહું તો 5000 વર્ષ જૂની એક દેન છે યોગ દ્વારા ઘણા બધા રોગો એવા છે જે દૂર થઈ શકે છે.મેડીકલ સાયન્સ છે. તેમાં તેની માત્ર કેર થઈ શકે છે જયારે યોગમાં તે સંપૂર્ણ પણે મટી શકે છે. યોગનો લાભ આપણે અને સંપૂર્ણ વિશ્ર્વલઈ રહ્યું છે. જેમ તેને યોગ તરફ વળશો તેવા ડાયાબીટીસ અને તેના જેવા અન્યરોગો દૂર થશે. આજે ગુજરાત સ્થાપના દિવસે ઓપનીંગ થયું છે. અમે એવું ઈચ્છીએ કે ગુજરાત ડાયાબીટીસ મૂકત બને અને જે પણ લોકોને ડાયાબીટીસ કે અન્ય રોગ છે. તે દૂર થાય. અત્યારે યુવા જનરેશનમાં રોગોનાં કારણ તો ઘણા છે. પણ આપણે તેને દૂર કરવા અડધો કલાક જેટલો સમય કાઢવો જોઈએ જેથી આપણુ શરીર તંદુરસ્ત રહી શકે.

સમાજને ડાયાબિટીસ મૂકત અને રોગ મૂકત બનાવાનું છે: અભિનેતા દિપ ધોળકીયા

vlcsnap 2022 05 02 11h58m47s381 Copy

ગજરાત સ્થાપના દિવસના દિવસે શરૂ થયેલ આ આયોજન ડાયાબીટીસ મૂકત ગુજરાત અથવા એમ કહીએ કે ‘બિમારી મૂકત ગુજરાત’ જે આખા સમાજને બિમારીથી મૂકત કરવાનું સપનું છે. તેનો પહેલુ સ્ટેપ છે. જેનાથી આપણે આપણા સંસ્કૃતિથી વધુ નજીક આવશું જેટલા આપણે આપણી સંસ્કૃતિથીદૂર ગયા એટલા જ આપણે બિમારીની નજીક ગયા છીએ આપણે જેટલા યોગ સાથે જોડાશુ એટલા બિમારી મૂકત રહીશું યોગ અને બેલેન્સ થેરાપી છે.કે જેનાથી લગભગ 95% બીમારીઓ દૂર થાય છે. દિલીપ ધોળકીયાનો છેલ્લા 15 વર્ષથી આ થેરાપી સ્ટુડીયો છે. જેનાથી તેમણે લગભગ જેટલા નામ સાંભળ્યા હોય તે બધા રોગ દૂર થર્યા છે.કોરોનાના સમયે ઘણા લોકોના મૃત્યુ થયા પરંતુએ મૃત્યુમાં જેને ડાયાબીટીસ હતુ એવા લોકો વધારે હતા એટલે મારા પિતાને થયુંકેઆ ડાયાબીટીસ છે તેદવાથી કંટ્રોલ થાય છે.પરંતુ સંપૂર્ણ મટી નથી જતુ પરંતુ યોગ અને બેલેન્સ થેરાપીથી તે મટી જાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.