450 વિઘા જગ્યામાં સત્સંગ સભા મંચ, યજ્ઞશાળા, ભોજનશાળા, રોગ નિદાન કેમ્પ, રકતદાન શિબિરનું કરાયું નિર્માણ
પ્રથમ છ દિવસમાં અડધો લાખથી વધુ શ્રઘ્ધાળુઓએ પ્રદર્શન નિહાળ્યું
સેવા, સહકાર અને સમર્પણના ભાવ સાથે કાર્યરત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા સંસ્થાને 75 વર્ષ પૂરા થતા તા. 22 થી 26 ડિસેમ્બર સુધી રાજકોટની મવડી ચોકડી નજીક આવેલ મવડી- કણકોટ રોડ પર નિર્માણ પામેલ સહજાનંદ નગરમાં ઐતિહાસિક અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે.ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ 1948 માં ગુરુકુળનું બીજ રોપેલ, જે આજે વટવૃક્ષ બની સમાજને શીતળ છાયા આપી રહ્યું છે. અમૃત મહોત્સવ નિમિત્તે પાંચ દિવસ સ્થળ પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. સમાજને ઉપયોગી થવા ઉપરાંત સેવાભાવ પણ રહેલો છે. અમૃત મહોત્સવ નિમિત્તે ગઇ તારીખ 11 ડિસેમ્બરથી અમૃત સાગર પ્રદર્શનનું આયોજન થયેલ છે. જેમાં પહેલા જ દિવસથી ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. આ પ્રદર્શન અનેક રીતે આકર્ષણો ધરાવે છે.
પ્રદર્શનમાં વંદના સર્કલ , ઘનશ્યામ ચરિત્ર , નીલકંઠ ચરિત્ર , સહજાનંદ ચરિત્ર, વંદેમાતરમ, ઇંશમમયક્ષ ઇંશતજ્ઞિિું જ્ઞર ઈંક્ષમશફ, ગુફા તેમજ ગુરુકુલ સંસ્કૃતિ અંગેની વિવિધ માહિતી આપવામાં આવેલ છે. પ્રાચીન વિદ્યાપીઠ અને ગુરુજીના જીવન દર્શનની ઝાંખી થાય છે. ટોય ટ્રેન, સાયન્સ સીટી, પ્રાકૃતિક ખેતી, મહિલા ઉત્કર્ષ, જ્ઞાન જ્યોતિ , પારિવારિક ફિલ્મ, ફલાવર ટ્રેન, વ્યસન મુક્તિ, નીલકંઠધામ, રેસ્ટ એરિયા, કેન્ટીન, આનંદ મેળો વગેરેનો આ પ્રદર્શનમાં સમાવેશ કરવામાં આવેલ છે. પ્રદર્શન જોવા આવતા આબાલ વૃદ્ધ સહુ પ્રદર્શનને ખૂબ જ વખાણી રહ્યા છે. અમૃત મહોત્સવનું આયોજન એક વર્ષ અગાઉ નક્કી થયેલ. ગઈ જનમાષ્ટમી એ ગુરુવર્ય શ્રી દેવ કૃષ્ણદાસજી સ્વામીના હસ્તે ઘજારોહણ થયા બાદ છેલ્લા ત્રણ માસથી સ્થળ પર અવીરત કામગીરી થઈ રહી છે.
બંગાળ સહિતના જુદા જુદા રાજ્યના કારીગરો તેમજ સંતો અને હજારો સ્વયંસેવકો સ્થળ પર સેવા આપી રહ્યા છે. મહોત્સવના પાંચ દિવસ દરમિયાન ગુરુકુળના મોટાભાગના સંતો તેમજ 8000 જેટલા સ્વયંસેવકો ખડે પગે રહેશે. મહોત્સવમાં ભાગ લેવા સ્થાનિક ઉપરાંત ભારતના વિવિધ ભાગોમાંથી હરિભક્તો આવી રહ્યા છે. જુદા જુદા રાષ્ટ્રોમાંથી હરિભક્તો આવશે. જેમાંના ઘણા હરિભક્તોનું આગમન થઈ ચૂક્યું છે. સ્થળ પર પાર્કિંગ, ઉતારા, સુશોભન સહિત તમામ જરૂરી વ્યવસ્થાને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ગુરુકુળના 75 વર્ષના ઇતિહાસમાં આ સૌથી મોટો યાદગાર મહોત્સવ બની રહેશે.
ર1મીએ 1008 કુંડી જલાભિષેક અને રપ હજાર વિદ્યાર્થીઓનો બાળમંચ
અમૃત મહોત્સવ નિમિત્તે જુદા જુદા દિવસે વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. તા. 16 મીએ સવારે 8:00 વાગે ગુરુકુલ ખાતે ભારતભરમાંથી આવેલા યુવાન બ્રહ્મકુમારો દ્વારા સમાજ ઉપયોગી વિષયો પર શાસ્ત્રાર્થ કરવામાં આવશે. તા. 19 મીએ સવારે 2000સમૂહ મહાપુજા સહજાનંદ નગર ખાતે સમૂહ મહાપુજા ઉત્સવ રાખેલ છે. 21મી તારીખે સવારે 10 થી સાંજે 5 સુધી મહોત્સવ સ્થળે 1008 કુંડી જલાભિષેક, ચતુર્વેદ પારાયણ, મહામંત્ર અખંડ ધૂન, રાસ અને ગુરુકુળ મૈયાનું પૂજન રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમ પાંચ દિવસ સુધી યોજાશે. મહોત્સવ દરમિયાન સભામંચ પરથી ગુરુકુળના 25,000 વિદ્યાર્થીઓનો બાળમંચ થશે. જેમાં 500 બાળ કલાકારો યોગ , કલા અને ભક્તિમય કૌશલ્યનું નિદર્શન કરશે.
ર3મીએ રાષ્ટ્રપતિનું વર્ચ્યુલ સંબોધન
તા. 23મી એ સવારે 8:30 વાગ્યાથી 75 કુંડી મહાવિષ્ણુયાગ યજ્ઞ તથા સર્વ રોગ નિદાન કેમ્પ અને રક્તદાન શિબિરનો પ્રારંભ થશે. આ ત્રણે કાર્યક્રમ ચાર દિવસ ચાલશે. વેદોક્ત મંત્રોચ્ચાર વચ્ચે યજમાન દંપતિઓ યજ્ઞમાં આહૂતિ હોમશે. એક સાથે 75 યજ્ઞ કુંડમાંથી પ્રગટનાર અગ્નિદેવના દર્શન કરવાનો અને વેદોક્ત મંત્રોચ્ચારનું શ્રવણ કરવાનો ઉપસ્થિત તમામ ભાવિક ભક્તોને લાભ મળશે.
ઉપરાંત તે દિવસ 23 મીએ બપોરે 12:30 વાગે સભા મંડપમાં મહિલા ઉત્કર્ષ સેમીનારનું આયોજન છે.જેમાં પૂ.ગાદીવાળા ઉપસ્થિત રહેશે. સ્વામિનારાયણ સંપ્રદાયના વિદ્વાન સાંખ્યયોગી મહિલા વક્તાઓ મહિલાઓને વર્તમાન સમયને અનુરૂપ આદર્શ જીવન જીવવાની ચાવી બતાવશે.
આ સમય દરમિયાન રાષ્ટ્રપતિજી મુર્મુજી ઓનલાઇન સંબોધન કરશે. ઉપરાંત સાધ્વી ઋતુમ્ભરાજી તથા ટેબલ ટેનિસ પ્લેયર ભાવના પટેલ અને વિચરતા સમુદાયના ફાઉન્ડર મિત્તલ પટેલ ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમ ફક્ત મહિલાઓ માટે અને મહિલાઓ સંચાલિત જ હશે. બપોરે ત્રણ વાગે સભાખંડમાં મહાનુભાવોનો સત્કાર સમારોહ અને વિવિધ ક્ષેત્રે મહત્વનું યોગદાન આપનાર શ્રેષ્ઠિઓનું ધર્મજીવન એવોર્ડ આપી સન્માન કરવામાં આવશે. આ પ્રસંગે પ્રખર વક્તા પુષ્પેન્દ્ર કુલ શ્રેષ્ઠ તથા સાહિત્યકાર અને લેખક જગદીશ ત્રિવેદી ઉપસ્થિત રહેશે.
રરમીએ યુ.પી.ના મુખ્યમંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી અને રાજયપાલ દ્વારા મહોત્સવનું ઉદઘાટન કરાશે
22 મીએ ગુરુવારે મુખ્ય મહોત્સવના પ્રથમ દિવસે સવારે મંગળા આરતી, 200 સંતો ભકતો દ્વારા પૂજન, મહા અભિષેક , રાજોપચાર આરતી, સંકીર્તન જેવા ભક્તિ ભીના કાર્યક્રમો થશે. 25,000 જેટલા ખેડૂતોની હાજરીમાં કૃષિ સેમીનાર થશે. જેમાં પ્રાકૃતિક ખેતીના પુરસ્કર્તા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તેમજ કૃષિ ક્ષેત્રના નિષ્ણાતો ઉપસ્થિત રહી ઓછા ખર્ચે વધુ ઉપજ આપતી પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપશે. બપોરે ઢેબર રોડ પર ગુરુકુલથી દિવ્ય અને ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન થશે. મવડી મેન રોડ થઈ શોભાયાત્રા સહજાનંદ નગરના સભામંડપમાં પહોંચશે.ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીપીઠાધીપતિ 1008 આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ,ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગીઆદિત્યનાથ અને વિવિધ ધામોમાંથી પધારેલા શ્રેણીબદ્ધ સંતો તથા વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની હાજરીમાં મહોત્સવનું વિધિવત ઉદઘાટન કરશે.
ર4મીએ ગુહમંત્રી હર્ષ સંઘવી અને પ્રવકતા સુધાંશુ ત્રિવેદીની શિક્ષક સેમિનારમાં ખાસ ઉપસ્થિતિ
તારીખ 24 શનિવારે સવારે 8:30 થી 12 વાગ્યા સુધી ગુરુકુળના સંતોના મૂકે કથા વાર્તા,વ્યાખ્યાન, કીર્તન, આશીર્વાદ વગેરેનો લાભ મળશે. સંતોના દર્શન અને પ્રવચનો દરેક દિવસે થશે. 24મીએ બપોરે 4:00 વાગે શિક્ષકો માટે સેમિનાર યોજાશે. જેમાં ગુરુકુળના અને ગુરુકુળ સાથે સંકળાયેલા 7000 શિક્ષકો ભાગ લેશે. બાળકના જીવન ઘડતરમાં માતા-પિતા પછી સૌથી વધુ ગુરુ કે શિક્ષકનું મહત્વ છે. તે બાબતને કેન્દ્રમાં રાખીને આ સેમીનારનું આયોજન કરાયું છે.
આ પ્રસંગે ખાસ ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહેશે .તે જ શનિવારના રાત્રે 8:00 વાગે સહજાનંદ નગરના સભામંચ પરથી યુવાનો નૃત્ય નાટિકા રજૂ કરશે. યુવા મંચમાં 100 યુવા કલાકારો અભિનયના ઓજસ પાથરશે. 10,000 થી વધુ યુવાનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. મુખ્ય મહેમાન તરીકે વર્તમાન પ્રવાહોના પ્રખર પ્રવક્તા સંસદ સભ્ય સુધાંશુ ત્રિવેદી ઉપસ્થિત રહેશે.
રપમીએ કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવીયા,પરસોતમ રૂપાલા-ઇસરો ચેરમેન હાજરી આપશે
તારીખ 25 મી રવિવારે મહોત્સવના ચોથા દિવસે સવારે 8-00 વાગે ગુરુકુળના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન થશે. જેમાં 20,000 જેટલા ગુરુકુળના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જોડાશે. અત્યાર સુધીમાં ગુરુકુળમાં 1.12 લાખ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ગયા છે. તેમાંના અનેક વિદ્યાર્થીઓ વિજ્ઞાન, તબીબી ક્ષેત્ર, ઇજનેરી ક્ષેત્ર, સરકારી વહીવટી સેવા, વકીલાત, વેપાર ઉદ્યોગ વગેરે ક્ષેત્રમાં ટોચના સ્થાને છે. પોતાના ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રતિભા તરીકે નામ રોશન કરનાર કેટલાક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે. આ પ્રસંગે ભારતીય ડેરી ઉદ્યોગ વિકાસ મંત્રીપરષોત્તમભાઈ રૂપાલા હાજરી આપશે.ઉપરાંત તે દિવસે 25મીએ બપોરે 3-00 વાગે ડોક્ટરો અને ઇજનેરો માટે ખાસ સેમીનાર રાખેલ છે. જેમાં બંને ક્ષેત્રના 5000 લોકો ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે ભારતીય કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા, ઈસરો ચેરમેન શ્રી એસ. સોમનાથજી તથા હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર તેજસ પટેલ ખાસ ઉપસ્થિત રહેશે.
ર6મીએ કેરલના ગવર્નર આરીફ મોહમ્મદ ખાનની ખાસ ઉ5સ્થિતિમાં સેમીનાર યોજાશે
તારીખ 26 સોમવારે સવારે 8:30 કલાકે વડીલ સ્ત્રી પુરુષો માટે અનોખા સેમીનારનું આયોજન કરવામાં આવેલ છે જેમાં જિંદગીના છેલ્લા તબક્કામાં જીવન જીવવા અંગેનું માર્ગદર્શન અપાશે . વડીલોના અનુભવના આધારે નવી પેઢી ગતિ સાથે પ્રગતિના માર્ગે આગળ વધે તેવા અનુભવો વર્ણવવામાં આવશે. આ કાર્યક્રમમાં માનનીય ગવર્નર શ્રી કેરલ રાજ્ય શ્રી આરીફ મોહમ્મદ ખાન ખાસ ઉપસ્થિત રહેશે. તે દિવસ 26મીએ 11:30 વાગે અમૃત મહોત્સવનું સ્વામિનારાયણ ભગવાનના જયનાદ સાથે સમાપન થશે.