કોઠારીયા રોડ વિસ્તારમાં પટેલ મોબાઈલનું ગ્રાન્ડ ઓપનીંગ કરવામાં આવ્યું હતુ જેમાં મોબાઈલને લઈને એસેશરીઝ તથા નવા નવા ફીચરસ સાથે જોવા મળ્યા છે. તથા ઓપનીંગના લીધે વિવિધ ઓફર પણ રાખેલી હતી જેના લીધે લોકોને ઘણો ફાયદો રહ્યો હતો સાથે જ લોકોને સ્માર્ટ ફોન ખરીદવા પર માત્ર ૧૧ રૂપીયામાં પાવર બેંક અને ૯૯ રૂપીયામાં બ્યુટુથ મળી રહ્યું હતુ લોકોને આ ઓફર ખૂબજ આકર્ષિત લાગતી હતી ખાસ તો લોકો આ ઓફરોનો લાભ જ લેવા આવી જાતા હતા.
અબતક સાથે વાતચીત દરમિયાન પ્રકાશભાઈએ જણાવ્યું હતુ કે મને એવું લાગ્યું કે આ મોબાઈલની લાઈન બહુ સારી છે કરવા જેવું એટલે મેં સાગરભાઈ ને વાત કરી અમોએ પાર્ટનરશીપમાં સ્ટાટ કર્યું.
સાગરભાઈએ કહ્યું હતુ કે અત્યારે સહુથી વધારે ફોન સેમસંગના ચાલે છે. સાથે જ સેમસંગના ફીચર પણ સારા હોય છે. માર્કેટમાં સેમસંગ સહુથી વધુ ચાલે છે.
આજે ઓપનીંગના દિવસે અમને સારો રીસ્પોન્સ મળે છે. અને આજે ઓપનીંગના દિવસે ૭૫% સેમસંગના ફોન સેલ થયા છે. કીપેડ અને સ્માર્ટ બંને સાથે જ ઓપો, વીવો પણ ચાલે છે.પણ સેમસંગ બધુ છે. અત્યારે આજના દિવસે ઓપનીંગ છે તો અમે સ્પેશીયલ સ્ક્રીમ રાખી છે. જે કોઈ પણ બ્રાન્ડના સ્માર્ટ ફોન લે તો તેની સાથે અમે ૧૧ રૂપીયામાં પાવર બેંક આપીએ છીએ અને ૯૯ રૂપીયામાં બ્લુટુથ આપીએ છીએ,.
મયંકભાઈએ કહ્યું હતુકે ખૂબજ સારૂ લાગે છે. અમને સારામાસારા કસ્ટમર અને સર્વીસ સાથે જ પ્રોડક મળી રહી છે. તેવી ટ્રાઈ કરીએ છીએ રાજકોટના લોકોને સેમસંગ બહુ ગમે છે પહેલી પસંદ છે. ઓપો છે વીઓ છે તે પણ લોકોની ડીમાંડમાં છે. હું અત્યારે ટુક સમયમાં સહકારનગર મેઈન રોડ ઉપર મારો ન્યુ શો રૂમ ખોલવા જય રહ્યો છું એપલ બાઈટના સામે તેમાં એટુ ઝેડ કંપનીના ફોન હશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,