શહેરની સયાજી હોટેલ ખાતે કારા વેડિંગ એકિઝબીશનું તા.24 અને 25 એમ બે દિવસીય આયોજન કરવામાં આવ્યું છે. આ એકિઝબીશનમાં એન્ટીક જવેલરી, ગોલ્ડ જવેલરી, ડિઝાઈનર ગાર્મેન્ટસ, એસેસરીઝ, ફૂટવેર વગેરે આઈટમો ઉપલબ્ધ છે. બે દિવસીય એકિઝબીશનમાં ભાગ લેવા દિલ્હી, કલકતા, જયપૂર, સુરત વગેરે જગ્યાએથી એકઝીબીટરો આવ્યા છે. આ તકે રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી પૂર્વ મેયર બિનાબેન આચાર્ય, કોર્પોરેટર ભાનુબેન બાબરીયા, ડે. મેયર દર્શિતાબેન શાહ, નિતિનભાઈ ભારદ્વાજના પત્નિ વંદનાબેન ભારદ્વાજ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટીયન્સનો પ્રેમ અમને અહીંયા ખેંચી લાવ્યો: રૂકસાર દાસ્તાન
અબતક સાથેની વાતચિત દરમિયાન કારા વેડિંગ એકિઝબીશનના ઓર્ગેનાઝર રૂકસાર દાસ્તાનએ જણાવ્યું હતુ કે અમે આ પહેલા પણ રાજકોટમાં એકઝિબીશન કરી ચૂકયા છીએ. રાજકોટીયન્સનો ખૂબજ સહકાર મળે છે. આજે અને કાલે બે દિવસના એકિઝબીશનમાં જયપૂર, કલકતા, અમદાવાદ, સુરત સહિતના શહેરોમાંથી એકિઝબીટરો આવ્યા છે. જેમાં જવેલરી, ગારર્મેન્ટસ, ફૂટવેર, એસેસરીઝ સહિતની વસ્તુઓ ઉપલબ્ધ છે.
આજે સવારથી જ લોકોનો ઘસારો જોવા મળી રહ્યો છે. તેમજ અંજલીબેન રૂપાણી સહિતના મહાનુભાવોએ પણ મુલાકાત લીધી હતી. રાજકોટવાસીઓનો ટેસ્ટ ઘણો જુદો છે. તેમને સાંક અને એલીગેન્ટ, વસ્તુઓ પસંદ છે. યુનિક ડિઝાઈન વધુ આકર્ષે છે. જેવા રંગીલા રાજકોટીયન્સ છે તેવી જ તેની અલગ રીતની ચોઈસ છે.