રાજયોગિની બ્રહ્માકુમારી ઉષાદીદી ગીતાજ્ઞાન પીરસશે: પ્રથમ દિને સાંસ્કૃતિક કાર્યક્રમને મોટી સંખ્યામાં ધર્મપ્રેમીઓએ માણ્યો
અબતક ચેનલ, ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલ પર લાઇવ પ્રસારણ
બ્રહ્માકુમારી વિદ્યાલય રાજકોટ તરફથી તા.૧૮મી ડિસેમ્બરથી ૨૨મી ડિસેમ્બર દરમિયાન ગીતાજ્ઞાન ઉત્સવનું આયોજન નાનામવા સર્કલ, સિલ્વર હાઈટસ સામે કરવામાં આવ્યું છે. જેમાં વકતા તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત રાજયોગીની બ્રહ્માકુમારી ઉષાદીદી ઉપસ્થિત રહી ગીતાજ્ઞાન પીરસશે જેમાં પ્રથમ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. અને હજુ આગામી દિવસોમાં પણ અનેક વિધ કાર્યક્રમો યોજાશે સાથોસાથ બોળી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા ઉમટી ગીતાજ્ઞાનનું રસપાન કર્યું હતુ.
ગીતાજ્ઞાન ઉત્સવમાં પ્રાચીન નૃત્ય પ્રસ્તુત કરતા પુષ્ટિબેન
પ્રાચીન નૃત્ય ભરતનાટયમ રજૂ કરનાર પૃષ્ટીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેઓ એ એક સ્વાગત ગીત રજૂ કર્યું કે જે પ્રેરણાદાયી હતુ તેમાંથી લોકોને જીવનને લગતા સંદેશો મળી શકે. સવિશેષ વધારે પ્રેકટીશ તેઓએ નહોતી કરી પરંતુ દર રવિવારે તેઓ બ્રહ્માકુમારી સેન્ટર પર જાય છે. અને તેઓને ત્યાં અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. સાથોસાથ જણાવ્યું કે તેઓને સ્ટેજ મળ્યું અને અકે તક મળી પોતાની જાતને રજૂ કરવાની તે બાબત ખૂબજ અગત્યની છે.
બ્રહ્માકુમારી સેન્ટર થકી મને નૃત્ય કરવા સ્ટેજ મળ્યું: આસ્થા
પ્રાચીન નૃત્ય ભરતનાટયમ રજૂ કરનાર આસ્થાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેઓને પોતાને રજૂ કરવા માટે સ્ટેજ મળ્યું સાથોસાથ ઘણા લોકો સામે તેઓને સ્ટેજ મળ્યું આ બાબત ખૂબજ અગત્યની છે. સવિશેષ તેઓએ રજૂઆત કરી તેનું કારણ માત્ર ને માત્ર બ્રહ્માકુમારી સેન્ટર છે. તેઓ નિયમિત પણે રવિવારે સેન્ટરની મુલાકાત લેતા હોય છે અને અલગ અલગ પ્રવૃત્તિઓ કરે છે.
જીવનનું પરિવર્તન કરે છે ગીતાજ્ઞાન: ગીતાદીદી
બ્રહ્માકુમારી ગીતાદીદીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે ગીતાજ્ઞાન ઉત્સવ એ મનુષ્ય જીવનને સુંદર માર્ગદર્શન આપતુ જીવનનું પરિવર્તન કરતું ઉપરાંત ભકિતની અંદર શાસ્ત્ર વાચતાએ સંપૂર્ણ સાર ગીતાજ્ઞાનમાં છે. આપણુ જીવન શ્રેષ્ઠ, ચારિત્ર્યવાન કઈ રીતે બને આ ઉપરાંત વ્યસન અને તનાવ માથી કઈ રીતે મુકતી મળે તે પણ માણવા મળે છે. ખાસ તો અનેક જન્મથી પરમાત્માને શોધતા રહ્યા ત્યારે ગીતાજ્ઞાન ઉત્સવ આત્મા અને પરમાત્માનું મિલન કરાવતું સત્યજ્ઞાન છે. અને એ પરમાત્મા મીલન જીવનની અનેક ઈચ્છાઓને પૂણે કરે છે. અનેક જન્મમાં પાપ કર્મને દૂર કરે છે.