નવસારી: રાજ્ય સરકાર દ્વારા યોજાઈ રહેલ વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે લોકોમાં વન્યપ્રાણી સંરક્ષણ અને સંવર્ધન અંગે જાગૃતિ વધે તથા બાળકો, વિધાર્થીઓ, પ્રકૃતિ પ્રેમીઓ સહિત નાગરિકો વન્ય પ્રાણીઓ, પક્ષીઓ વિશે વધુ જાણકારી મેળવી શકે તે હેતુથી સામાજિક વનીકરણ વિભાગ નવસારી, સૂપા રેન્જ દ્વારા તા.૦૪ ઑક્ટોબરથી તા.06 ઑક્ટોબર સુધી નવસારીના લુંસિકૂઈ ગ્રાઉન્ડમાં આવેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ‘વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફિ એક્ઝીબીશન’નું સુદ્રઢ આયોજન કરાયુ છે. આજરોજ નવસારી ધારાસભ્ય રાકેશભાઇ દેસાઇના અધ્યક્ષસ્થાને આ એક્ઝીબીશનનો ભવ્ય શુભારંભ કરાયો હતો.
આ એક્ઝીબીશનમાં સમગ્ર ગુજરાતના અંદાજિત 36 જેટલા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફરે ગુજરાતના ખૂણે ખૂણેથી કેમેરામા ક્લિક કરાયેલા અલગ અલગ પ્રાણીઓ, પક્ષીઓના ફોટોઝની 205 જેટલી એન્ટ્રીઓ મોકલવામાં આવી હતી. જેમાંથી પસંદગી પામેલી 100 ખાસ ફોટોગ્રાફ્સને કાર્યક્રમમા પ્રદાર્શિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં મીનલ દેસાઈ, નગરપાલિકા પ્રમુખ ,પ્રતિભા આહીર નવસારી તાલુકા પ્રમુખ ,ભાવના બી.દેસાઈ ડીસીએફ નવસારી,ડો. મીનલ ટંડેલ ડિન ફોરેસ્ટ્રિ કોલેજ નવસારી ,ડો.આદિલ કાઝી, પ્રોફેસર ફોરેસ્ટ્રિ કોલેજ સહીત વિવિધ પદાધિકારીઓ, શાળા-કોલેજના વિધાર્થીઓ, શહેરીજનો, પ્રકૃતિ પ્રેમીઓ, જિલ્લાની વિવિધ એન.જી.ઓ.સામાજિક વનીકરણ વિભાગના અધિકારી-કર્મચારીઓ અને ફોટોગ્રાફર્સ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને એન જી ઓ ના સદશ્યો ને પ્રમાંણપત્ર આપી સન્માનિત કર્યા હતા કાર્યક્રમને સુપેરે પારપાડવા સામાજિક વનીકરણ વિભાગના આરએફઓ હિનાબેન સહિત વિવિધ અધિકારી-કર્મચારીઓ, સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી. નોંધનિય છે કે, આ એક્ઝીબીશન આગામી તા.૦૬ ઑક્ટોબર સુધી નવસારીના લુંસિકૂઈ ગ્રાઉન્ડમાં આવેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે માણી શકાશે. જેનો મહત્તમ લાભ લેવા સામાજિક વનીકરણ વિભાગ નવસારી સૂપા રેન્જ દ્વારા જણાવાયું છે.