• પ્રગતિની હરણફાળ ભરી રહેલા રૈયા રોડનું પ્રાઇમ લોકેશન બનશે વધુ દમદાર
  • અબતકની મુલાકાતમાં “જે એમ ટુ ગ્રુપ”ના મોભીઓએ અયોધ્યા બિઝનેસ સેન્ટરને ગણાવ્યો આવતી પેઢીનો ઉપહાર

Rajkot News
વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતને આર્થિક મહાસત્તા બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાને સાકાર કરવા માટે ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલની રાજ્ય સરકાર રાજ્યના સર્વાંગી વિકાસમાં ઉદ્યોગ ,વેપાર જગતને મહત્વનું યોગદાન આપવા માટે પીઠબળ આપી રહ્યું છે ત્યારે સૌરાષ્ટ્રના પાટનગરની ગરિમા ધરાવતા રાજકોટમાં સતત પ્રગતિ તરફથી રહેલા રૈયા રોડના પ્રાઇમ લોકેશનમાં આકાર લઈ રહેલા અયોધ્યા બિઝનેસ સેન્ટર નું આવતીકાલે લોન્ચિંગ થવા જઈ રહ્યું છે ત્યારે અબ તકની મુલાકાતે આવેલા અયોધ્યા બિઝનેસ સેન્ટરના પ્રોજેક્ટ હેડ નીતેશભાઈ માંડલિયા ,શૈલેષભાઈ માવ, મેહુલભાઈ દામાણી એ જણાવ્યું હતું કે રાજકોટના સુપ્રસિદ્ધ જે એમ ટુ ગ્રુપ દ્વારા વિશ્વસનીયતા અને સુવિધા સભર આધુનિક બાંધકામની છેલ્લા 25 વર્ષની શાખને વધુ મજબૂત બનાવનાર અયોધ્યા બિઝનેસ સેન્ટર પ્રોજેક્ટ તૈયાર કરી રહ્યું છે.

આવતીકાલે તારીખ 24 ફેબ્રુઆરી શનિવારે સવારે નવના મુરતે અયોધ્યા બિઝનેસ સેન્ટર નું લોન્ચિંગ કરવામાં આવશે.આ પ્રોજેક્ટમાં આવનારા સો વર્ષની જરૂરિયાતોને ધ્યાને રાખવામાં આવી છે મલ્ટી સ્ટોર પ્રોજેક્ટ માં કોર્પોરેટ બિઝનેસ કલ્ચર ને ધ્યાને લઈ આધુનિક સુવિધાઓ સાથે શોરૂમ મલ્ટીનેશનલ  કંપનીઓ માટે ઓફિસ

આ પ્રોજેક્ટનો મુખ્ય ઉપહાર છે સાથે સાથે હોટલ રેસ્ટોરન્ટ માટે એક આગવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે 15,000 વાર જગ્યામાં 14 માળના ઇન્ટરનેશનલ ક્લાસ એલીવેશન સાથે નિર્માણ પામનાર આ સંકુલમાં 300 થી વધારે ઓફિસ અને ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળમાં 20 બીગ સાઈઝના શોરૂમ પાંચ માર્ચ સુધી એક્સિવેટર અને ઓનર અને મુલાકાતિઓના વાહનો માટે પૂરતી પાર્કિંગની વ્યવસ્થા ને ધ્યાને લઈ ત્રણ માળના વિશાળ પાર્કિંગ નો સમાવેશ કરવામાં આવ્યો છે.

15 થી વધુ સ્ટાન્ડર્ડ કંપનીની લિફ્ટ સાથેના સંકુલમાં કોન્ફરન્સ હોલ, સ્વીમીંગ પુલ ,વલ્ર્ડ ક્લાસ રિસેપ્શન એરીયા,, હોલ ઓડિટોરિયમ વિશાલ પાર્કિંગ લોન ચોમેરબહોળા પ્રમાણમાં પ્લાન્ટેશન કરીને ખરા અર્થમાં ગ્રીન બિલ્ડિંગ નું રૂપ આપવામાં આવશે. આગામી પેઢી માટે બિઝનેસની ઉજવળ તક સાથે પોતાની રોકેલી મૂડીનું સારું એવું વળતર મળી રહે તેવા પ્લાનિંગ કરનાર લોકો માટે આ પ્રોજેક્ટ સોનાની લગડી જેવું છે સાઈટ ઉપર રૂબરૂ અથવા 73 111 62 111 પર સંપર્ક કરી આ મહામૂલા પ્રોજેક્ટ માં જોડાવા નસીબદાર બનવાની તક માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

અયોધ્યા પ્રોજેક્ટમાં આવનારા 10 દાયકાઓની જરૂરિયાતોનો સમાવેશ કરવાની ચીવટ દાખવી છે: શૈલેષભાઈ મવ

અયોધ્યા બિઝનેસ સેન્ટરમાં ઓફિસ, શોરૂમ, રેસ્ટોરન્ટ; કાફે, કોર્પોરેટ ઓફિસ સહિત  તમામ વ્યવસ્થા પ્રાપ્ત થશે.. મલ્ટી સ્ટોર પ્રોજેક્ટમાં બાંધકામની ગુણવત્તા થી લઈ આગામી 100  વર્ષ ની ભાવિ જરૂરિયાતોને ધ્યાને પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે.

પ્રોજેક્ટમાં બિઝનેસ ની સાથે સાથે ભવિષ્યના રોકાણ માટે પણ સોનાની લગડી સાબિત થાય તેવું આયોજન કરવામાં આવ્યું છેવ, અયોધ્યા પ્રોજેક્ટ માં 10 દાયકાઓની જરૂરિયાતો નો સમાવેશ કરવાની ચીવટ દાખવી હોવાનું શૈલેષભાઈ માવે જણાવ્યું હતું

સૌરાષ્ટ્રના પાટનગરની ગરિમાને છાજે તેવા અયોધ્યા બિઝનેસ સેન્ટર સાડા ત્રણ વર્ષમાં તૈયાર થઈ જશે: નિતેશભાઈ માંડલિયા

સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં જે એમ ટુ  ગ્રુપ દ્વારા આકાર લઇ રહેલા અયોધ્યા બિઝનેસ સેન્ટર ને વર્ડ ક્લાસ ટચ આપવા માટે 350 થી વધુ નિષ્ણાતોની ટીમ, રાત દિવસ મહેનત કરી રહી છે 350 કરોડના ખર્ચે સાડા ત્રણ વર્ષમાં આ પ્રોજેક્ટ પૂરું થઈ જશે આ પ્રોજેક્ટમાં કોઈ કચાસ ન રહે તે માટે પૂરી ચીવટ દાખવામાં આવી રહી છે રોકાણકારોની સુવિધા અને સવલતની સાથે સાથે મૂડીનું “સોનાથી પણ સવાયું “વળતર મળી રહે તેવું આયોજન કરાયું હોવાનું નિતેશભાઇ માંડલીયા એ જણાવ્યું હતું

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.