કલાકાર રાજભા ગઢવી તેમજ કિંજલ દવે તેમજ હાસ્ય સમ્રાટ ધીરૂભાઇ સરવૈયા લોકડાયરો અને હાસ્ય પીરશે
રાજકોટ ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા દ્વારા લોધીકા કોટડાસાંગાણી તેમજ રાજકોટ તાલુકાની ગૌશાળાના ઉત્કર્ષ અને લાભાર્થે તા. 4-6 ના રોજ ભવ્ય કસુંબલ લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ છે.
બાપાસીતારામ ચોક મવડી રાજકોટ સાંજે 8.30 કલાકે આ ભવ્ય લોકડાયરામાં સુપ્રસિઘ્ધ સાહિત્ય અને દુહા છંદ તેમજ તળપડી ભાષામાં જેમના મુખે લોક સાહિત્ય સાંભળવું તે એક લ્હાવો છે. તેવા સુપ્રસિઘ્ધ કલાકાર રાજભા ગઢવી તેમજ સુપ્રસિઘ્ધ લોકપ્રિય ગાયક તેમની એક ગાયકી થી લોકો ઝુમી ઉઠે છે તેવા કિંજલ દવે અને સૌરાષ્ટ્ર અને ગુજરાતના લોક સાહિત્ય તેમજ હાસ્ય સમ્રાટ ધીરુભાઇ સરવૈયા સહીતના તમામ કલાકારો લોકડાયરામાં ઉ5સ્થિત રહી પોતાનું સાહિત્ય અને હાસ્ય પીરસે તો ભવ્ય કસુંબલ લોકડાયરામાં તમામ લોકોએ ઉ5સ્થિત રહેવા ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા તેમજ લોધીકા કોટડાસાંગાણી તથા રાજકોટ તાલુકાની ગૌશાળાઓ આપ સર્વે ગૌ પ્રેમી જનતાને ભવ્ય કસુંબલ લોકડાયરામાં ઉ5સ્થિત આમંત્રણ પાઠવે છે.
આ ભવ્ય લોકડાયરામાં શંભુનાથજી મહારાજ 1008 મહામંડલેશ્ર્વર પૂર્વ રાજયસભા સાંસદ શાસ્ત્રી રાધારમણ દાસજી મહંત, સ્વામીનારાયણ મંદિર રાજકોટ, ભકિતસ્વામીજી મહંત સનાતન આશ્રમ ખીરસરા, પૂ. અપૂર્વમુજીસ્વામીજી બી.એ.પી.એસ. મંદિર રાજકોટ શાસ્ત્રી વિવેકસાગરદાસજી મહંત, બાલાજી હનુમાનજી મંદિર રાજકોટ, ગોરધનદાસબાપુ બાંદ્રા, 1008 મહામંડલેશ્ર્વર, ત્યાગી મનમોહનદાસજી મહંત જગનાથ મંદિર, રાજકોટ રામધણ ગૌશાળાવાળા બાપુ બાળમુકુંદસ્વામી સરધાર, રાજુરામબાપુ આનંદ આશ્રમ, વાડધરી, બચુભગત બાપુ જખરાપીરના જગ્યા પાળ વગેરે સંતો મહંતો ઉ5સ્થિત રહી સર્વે ગૌ પ્રેમી જનતાને આર્શીવચન આપશે તો લોધીકા, કોટડાસાંગાણી તેમજ રાજકોટ તાલુકા તથા રાજકોટ શહેરના તમામ લોકોએ આ ભવ્ય લોકડાયરામાં ઉ5સ્થિત રહેવા ભાવ ભર્યુ આમંત્રણ.