વાંકાનેર રામધામના નિર્માણના યજ્ઞ માટે

રામધામમાં 3000 બહેનોનો મહારાસથી વાતાવરણ ‘રામમય’

રઘુવંશીઓનું એકતાનું પ્રતિકસમુ શ્રીરામધામ નિર્માણ કાર્યનો જ્યારે પ્રારંભ થવા જઇ રહ્યો ત્યારે વાંકાનેર લોહાણા સમાજ ઉપરાંત શ્રીરામધામના ટ્રસ્ટીઓ, સમસ્ત રઘુવંશી સમાજને એકછત્ર નીચે એકત્રીત કરવાનો ભેખ ધારણ કર્યો છે. તેવા વાંકાનેર લોહાણા સમાજના સર્વે સર્વા અને સમગ્ર ગુજરાતના એકમાત્ર રઘુવંશી ધારાસભ્ય જીતુભાઇ સોમાણી તથા સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાત-કચ્છમાં વસતા રઘુવંશી ભાઇઓ-બહેનોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.

પ્રારંભે  આ દિવ્ય અવસરમાં તા.16ને શુક્રવારના રોજ પ્રથમ દેહશુધ્ધી બાદ અભુતપૂર્વ જલયાત્રા જે વાંકાનેર દિવાનપરા ખાતે આવેલ લોહાણા મહાજનવાડી ખાતે તમામ રઘુવંશી પરિવારોની વિષેશ ઉપસ્થિતિમાં સંતો-મહંતો તેમજ સારસ્વત બ્રાહ્મણો દ્વારા વૈદિક-મંત્રોચ્ચાર વિધી કરાવ્યા બાદ ગોંડલ રામજી મંદિરના ગાદીપતિ પૂ.જયરામદાસજી મહારાજ તથા કમીજલા ખાતે આવેલ ભાણ સાહેબની જગ્યાના મહંતશ્રી પૂ.જાનકીદાસ બાપુ, ગાયત્રી શક્તિપીઠના મહંતશ્રી અશ્ર્વિનબાપુ રાવલ, શ્રી ફળેશ્ર્વર મહાદેવ મંદિર મહંત શ્રી વિશાલબાપુ પટેલ, ગઢશીસા (કચ્છ)થી પધારેલ પુ.ચંદુમા, રૂગનાથજી મંદિરના રેવદાસબાપુ સહિત સંતો-મહંતોએ આ ભવ્યથી ભવ્ય જલયાત્રાનો પ્રારંભ કરાવેલ હતો. આ જલયાત્રામાં મુખ્ય સાત રથ, સાતસોથી વધુ કાર, ચારસો બાઇક સાથે આ જલયાત્રાનો પ્રારંભ થયેલ આ ભવ્યથીભવ્ય જલયાત્રામાં હર્ષભેર જોડાયા હતા.

આ જલયાત્રા શ્રીરામધામની પાવનભુમી પર પહોંચ્યા બાદ તમામ રઘુવંશી બહેનો એક સાથે મહારાસનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ મહારાસમાં 3000 થી વધુ બહેનો જોડાયા હતા અને સમગ્ર વાતાવરણ શ્રીરામમય બનાવેલ હતું. ઉપરોક્ત જલયાત્રાના પાવનદિને ઉપસ્થિત રહેનાર સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતના રઘુવંશી પરિવારોનો વિનુભાઇ કટારીયા, રામધાર સ્વપ્ન દ્રષ્ટા જીતુભાઇ સોમાણી, હસુભાઇ ભગદેવ, ગિરીશભાઇ કાનાબાર, પરેશભાઇ કાનાબાર, અશ્ર્વિનભાઇ સેતા, ભીખાલાલ પાઉં, પરેશભાઇ વિઠ્ઠલાણી તથા રામધામ મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન વસાણી સહિતના ટ્રસ્ટી મંડળે તમામ રઘુવંશી પરિવારોનો આભાર વ્યક્ત કરેલ છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.