ડાન્સ પ્લસ સિઝન-૩ના વિજેતા બિર રાધા શેરપા સેલેબ્રીટી જજ તરીકે હાજરી આપશે: ખ્યાતનામ એકટ્રેસ શ્ર્વેતા મેવાલ સંચાલન કરશે
ઈન્ડિયા ડાન્સવોરનો ગ્રાન્ડ ફિનાલે આજે સાંજે ૬ થી ૧૨ દરમિયાન પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ ખાતે યોજાશે. જેમાં ૭૦ સ્પર્ધકો વચ્ચે ડાન્સ વોર થશે. કાર્યક્રમના જજ તરીકે ડાન્સ પ્લસ સિઝન-૩ના વિજેતા બિર રાધા શેરપા હાજર રહેશે. કાર્યક્રમનું મીડિયા પાર્ટનર ‘અબતક’ છે.
ઈન્ડિયા ડાન્સવોર્ના મેગા ફિનાલેમાં સેલેબ્રેટી જજ તરીકે ડાન્સ પ્લસ સીઝન થ્રીના વિજેતા અને ડાન્સરની દુનિયામાં આગવું સ્થાન ધરાવતા બિર રાધા શેરપા તેની સેવા આપવાના છે. બિર રાધા શેરપા સીલચર આસામના એક નાના ગામથી અને તેની અલગ પ્રકારની બી-બોઈગ સ્ટાઈલના ડાન્સથી તેને દરેક ડાન્સ પ્લસ સીઝન થ્રીના જજ અને શાહખ ખાન, અક્ષય કુમાર, આયુસમાન ખુરાના, સીધ્ધાર્થ મલ્હોત્રા, જેકલીન ફર્નાનડીસ, મીથાલી રાજ, ગોવિંદા, શ્રધ્ધા કપુર, કંગના રેનાવત, ફરાહ ખાન, ટાઈગર શ્રોફ, ટેરેન્સ લુઈસ, વરુણ ધવન, પ્રભુદેવા જેવા મહારથી અને બોલીવુડ જગતના સ્પેશીયલ ગેસ્ટને રોમાંચીત કર્યા હતા. ફિનાલેનું સ્ટેજ સંચાલન એકટ્રેસ-મોડેલ-કોરીયોગ્રાફર શ્ર્વેતા મેવાલ કરશે.
આ કાર્યક્રમને જી.કે.ફૂડ દ્વારા સ્પોન્સર કરાયું છે. સ્માર્ટ ઈન્સાઈટ મીડિયા દ્વારા પ્રમોટ કરાયો છે. આ ઉપરાંત કેપ્ચર દ્વારા ઈવેન્ટ ઓર્ગેનાઈઝડ થઈ છે. મોહિની સીઝન સ્ટોર્સનો સાથ મળ્યો છે. માલાબાર ગોલ્ડ, ટ્રાવેલ કલાઉડ અને એચ.કે.કલબ તથા ઈનોવેટીવ સ્કૂલ, ડીઝાઈન સ્ટુડીયો, સુરભી સિકયુરીટી કલબ પણ કાર્યક્રમ સાથે જોડાયા છે.
આજે કાર્યક્રમના મહેમાન તરીકે મેયર બીનાબેન આચાર્ય, મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાની, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, ડે.મેયર અશ્ર્વિન મોલીયા, વિનુભાઈ ટોળીયા, નિતીન ભારદ્વાજ, હરિશચંદ્રસિંહ જાડેજા, નલીનભાઈ જવેરી, રવજીભાઈ સિંધવ, નરેશ ભંભલાણી, માધવભાઈ જસાપરા, અમીત ધામેચા, વિજયભાઈ વાળા, જીતુભાઈ કાટોડીયા, યુવરાજસિંહ વાઘેલા, સમ્રાટભાઈ ઉદેષી, મિલનભાઈ કોઠારી, હિતેશભાઈ દોશી, પંકજભાઈ સખીયા, જેનીભાઈ અજમેરા, વીકીભાઈ શાહ, દેવેન જાનાણી, નિલેશ લાખાણી અને કિશોર કક્કડ સહિતના હાજર રહેશે. કાર્યક્રમનું આયોજન પ્રદિપ ભંભલાણી અને વિજય સિંધવ દ્વારા કરાયું છે.