ગુજરાત સરકાર દ્વારા આજના યુવાનને સારુ શિક્ષણ મળે અને વધુ ને વધુ ટેલેન્ટ બંને તેવા હેતુ સાથે આ શૈક્ષણિક મેળાનું આયોજન ગુજરાતના અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. આ તકે ગુજરાત સરકારના મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે આજ સુધી ગુજરાત સરકારે ૩૫૦ પ્રજા લક્ષી નિર્ણય લીધા છે. આજનો યુવક કાલનો નાગરિક છે જેથી આ શૈક્ષણિક ફેરનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે આજના વિદ્યાર્થી ને વધુ ને વધુ તક મળી રહે તે સરકાર કટિબંધ છે. ગુજરાત સરકાર શિક્ષણ ઉપર ખુબ જ ધ્યાન રાખે છે સરકારે એફોર્ડેબલ ફ્રી રાખવામાં આવશે જેથી તેઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શકશે. એક એક વિદ્યાર્થીને ૮ હાજરનું ટેબ્લેટ ૧ હજારમાં જ આપવામાં આવશે. કેન્દ્ર સરકારની મુદ્રા યોજના વિના જામીન એ ૫૦ હજાર થી ૧ લાખ રૂપિયા વિદ્યાર્થીઓને આપે છે જે એક સરાહનીય બાબત છે. સરકાર માને છે દેશના ભવિષ્યના નિર્માણ માટે યુવાનોનો વિકાસ અનિવાર્ય છે.
આ તકે ગુજરાતના મુખ્યમંત્રી વીજય રૂપાણીએ જણાવ્યું કે અગાવની સરકારે શિક્ષણ પદ્ધ્રતીને વ્યવસ્થિત રીતે ધ્યાને લીધી જ ન હતી. સારા શિક્ષણની વ્યવસ્થા સરખી ના થતા ભારતનું શિક્ષણનું સ્તર બગડ્યું છે. જેથી દુનિયાની ૫૦ યુનિવર્સીટીમાં ભારતનું સ્થાન નથી. નરેન્દ્ર મોદીએ શિક્ષણ મુખ્ય મુદા પર રાખ્યું છે જેથી યુવાનોને રોજગારી પ્રાપ્ત કરે તે અનિવાર્ય છે ફોરન્સિક યુનિવર્સીટી કલ્પના પણ ન હતી. જેથી દુનિયામાં ગુજરાતનું સ્તર ઉચું થઇ ગયું છે. આપણી શિક્ષણ પદ્ધ્રતી ગુરુ શિષ્ય આધારિત છે. મરીન તેમજ આદિવાસી યુનિવર્સીટીમાં ગુજરાત આગળ છે. જેથી અલગ અલગ વિષય પર શંસોધન થાય તે હકારત્મક વાત છે. યુવાનોઅ આત્મવિશ્વાસ વધુ બંને તે વિચાર સાથે સરકાર આગળ વધી રહી છે. હાલ બેકારોની સંખ્યા વધી ગઈ છે અને લોકોને કામ જોઈએ છે ત્યારે સમાજ આત્મવિશ્વાસથી ટકી રહે છે. ગુજરાતના ૨૨ વર્ષના યુવાનને જયારે કરોડો રૂપિયા મળે તે ગુજરાત માટે એક ગૌરવની વાત છે. ગુજરાતમાંથી યુવકો સેનામાં જાય તે માટે સૈનિક શાળા ખોલવામાં આવશે. વર્ષમાં ૧૦ લાખ યુવકોને નૌકરી આપવી તે સરકારનો મંત્ર છે. જોબ ફેર યુવકોને તત્કાલીન નૌકરી આપી છે. જેથી વિકાસમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. ભવિષ્યના ભારતના વિકાસમાં ગુજરાતનો યુવાન પાછળ ન રહી જાય તેવું ગુજરાત સરકાર નથી ઇચ્છતી. ગુજરાતના યુવક જોબ સીકર નહિ પણ જોબ ગીવર બંને તે મહત્વનું છે.