દેવીપુજક સમાજ સંકલ્પ સિઘ્ધ શ્રઘ્ધાળુ સમાજ છે, શિક્ષણ અને સંગઠનથી વિકાસની મારી નેમ છે: ડાયરાના મુખ્ય આયોજક રાજભા જાડેજા
‘અબતક’ મિડિયાના માઘ્યમથી ટી.વી. ચેનલ, યુ-ટયુબ, તેમજ ફેસબુકના માઘ્યમથી લાઇવ કાર્યક્રમ આજે જોઇ શકાશે.
અબતક, રાજકોટ
સૌરાષ્ટ્ર-ગુજરાત સહીત સમગ્ર દેશમાં વસતા દશામાના લાખો આસ્થાળુના મહાધર્મોત્સવ જેવા ગોંડલમાં યોજનારા દશામાના ભવ્ય દેવડાયરામાં હજારો માઇ ભકતો ઉ5સ્થિત રહી ધર્મલાભ લેશે.
‘અબતક’ ની મુલાકાતે આવેલા ડાયરાના મુખ્ય આયોજક ક્ષત્રીય નેતા નગરપાલિકાના દંડક રાજેન્દ્રસિંહ જાડેજા અને સામાજીક કાર્યકર જીતુભાઇ આચાર્ય, ખોડાભાઇ રાયજીભાઇ ડાભી, અજય જેતીભાઇ સોલંકી, ભગુભાઇ બચુભાઇ સોલંકી, રવીભાઇ બાવકુભાઇ, ખીમજીભાઇ લખમણભાઇ પંચાસરા, બાબુભાઇ મગનભાઇ પાનીયા, જગદીશ બચુભાઇ વાઘેલા, ધનાભાઇ બાબુભાઇ વાઘેલા, કિશોર ચતુરભાઇ, મનીષભાઇ મકવાણા અને અજયભાઇએ વિગતો આપણા જણાવ્યું હતું.
ગોંડલ શહેરમાં નગરપાલિકાના દંડક રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા શ્રી દશામાના ભવ્ય દેવડાયરાનું આયોજન તા. 11-8 ને ગુરુવારના રોજ રક્ષાબંધનના પવિત્ર તહેવારો નીમીતે દાસીજીવણ પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કલાકારઓ તરીકે જીવરાજભાઇ કુંઢીયા તથા સુરેશભાઇ સાથડીયા અને રવજીભાઇ વાહણકીયા રહેશે. તથા અતિથિ વિશેષ તરીકે રાજકુમાર જયોતિમયસિંહજી (ગોંડલ સ્ટેટ) તથા સાંસદ રમેશભાઇ ધડુક તથા યુવા અગ્રણી ગણેશસિંહ જયરાજસિંહ જાડેજા તથા મહાનુભાવો ઉ5સ્થિત રહેશે.
આ કાર્યક્રમમાં હજારો લોકો માટે મહાપ્રસાદનું આયોજન પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તરફથી કરવામાં આવ્યું છે. આ દેવડાયરાના મુખ્ય સહયોગી ગોંડલ શહેર તાલુકામાં વસતા તમામ દેવીપુજક સમાજ છે.
રાજેન્દ્રસિંહ જાડેજા છેલ્લી ચાર ટમથી નગરપાલિકાના સદસ્ય તરીકે ચુંટાઇને આવે છે ખાસ કરીને રવિવારનો દિવસ તમામ લોકો માટે રજાનો હોય પરંતુ રવિવારના દિવસે રાજેન્દ્રસિંહ દ્વારા કોઇ પણ રજા વગર મિશન સન્ડે સ્લમ ડે સ્લમ વિસ્તારોમાં જઇ એક-એક વ્યકિતની મુલાકાત લઇ સ્થળ પર જ પ્રાથમીક પ્રશ્ર્નોના નિરાકરણ કરે છે. આ સાથે સોમવારના દિવસે મમદ ના ચોરા, નામનો કાર્યક્રમ કરી કોઇ ઓફીસ કે જાકમ જોળ વગર વૃક્ષના છાયળા નીચે બેસી નગરજનનોના પ્રશ્ર્નોનું નિરાકરણ કરવા પ્રયત્ન કરે છે. ગોંડલ શહેરમાં તાજેતરમાં જ ઝુંપડપટ્ટીમાં રહેતા 166 પરિવારો માટે પંડીત દીનદયાળ યોજના અંતર્ગત પાકા મકાનો બનવાનું કામ ગતિમાં છે. ગોંડલ શહેર તાલુકામાં એક પણ શ્રમજીવી પરિવાર પોતાના ઘરના ઘર વગરનું ન રહે તેવી રાજેન્દ્રસિંહજીની નેમ છે. સરકારની તમામ યોજનાઓ છેવાડાના લોકો સુધી પહોંચે તેના માટે સતત દિન-રાત મહેનત કરતા હોય છે.
ગોંડલ ખાતે યોજાનારા દશામાના ભવ્ય દેવ ડાયરા ના મહોત્સવમાં મ મહેમાનો તરીકે જય મોટવાણી દિલ્હી, હરદેવસિંહ જાડેજા (જમીન વિકાસ બેંક ના ડાયરેક્ટર), ભુપતભાઈ ડાભી (ઠાકોર કોળી વિકાસ નિગમના પૂર્વ ચેરમેન), અનિરુદ્ધસિંહ જાડેજા (રીબડા,) મગનભાઈ ધોણીયા (રાજકોટ જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ) ,સહદેવ સિંહ જાડેજા (રાજકોટ જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન), પ્રવીણભાઈ રૈયાણી (જિલ્લા સહકારી બેન્ક ના ડાયરેક્ટર) અલ્પેશભાઈ ઢોલરીયા (માર્કેટિંગ યાર્ડ ગોંડલના ચેરમેન) અશોકભાઈ પીપળીયા (નાગરિક બેન્ક ગોંડલના ચેરમેન) પ્રફુલભાઈ ટોલીયા( ભાજપ અગ્રણી) ચંદુભાઈ દુધાત્રા( શહેર ભાજપ પ્રમુખ )ભગવાનજીભાઈ રામાણી (તાલુકા ભાજપ પ્રમુખ) ધર્મેન્દ્રસિંહ જાડેજા (માર્કેટિંગ યાર્ડ વાઇસ ચેરમેન) ભાવનાબેન રૈયાણી (નગરપાલિકા પ્રમુખ) ગૌતમભાઈ સિંધવ (ઉપપ્રમુખ નગર પાલિકા ) ઓમ દેવસિંહજાડેજા (નગરપાલિકા કારોબારી સમિતિ ચેરમેન) કુરજીભાઈ ભાલાળા (તાલુકા ખરીદ વેચાણ સંઘપ્રમુખ) ભાર્ગવભાઈ આદિપુરા (તાલુકા પંચાયત પ્રમુખ) ઘનશ્યામભાઈ કાછડીયા (ઉપપ્રમુખ તાલુકા પંચાયત )મયુર સિંહ જાડેજા(તાલુકા પંચાયત કારોબારી સમિતિ ના ચેરમેન) જયદીપસિંહ જાડેજા( ઉપ પ્રમુખ જિલ્લા યુવા ભાજપ )કિશોરભાઈ જેઠવા (પ્રમુખ બક્ષીપંચ મોરચા) રવિભાઈ કાલરીયા (પ્રમુખ યુવા શહેર ભાજપ) કિશનભાઇ ઠુંમર (યુવા ભાજપ તાલુકા પ્રમુખ) ખાસ ઉપસ્થિત રહેશે રાજેન્દ્રસિંહ એ જણાવ્યું કે દેવીપુજક સમાજ માતાજી ખુબ જ શ્રઘ્ધા ધરાવે છે. તાજેતરમાં જ દશામાના વ્રત પૂર્ણ થયા છે. દેવડાયરામાં માતાજીના ગુણગાન સાંભળવા તે દેવીપુજક સમાજને ખુબ જ પ્રિય હોય છે આ દેવડાયરામાં નેજા હેઠળ સમગ્ર દેવીપુજક સમાજને એકત્રીત કરી સરકારની તમામ યોજનાઓ પ્રત્યે જાગૃત થાય તથા સમાજની એકતા જળવાય રહે તથા ભવિષ્યની પેઢી માટે શિક્ષણ પ્રત્યેજાગૃત કરવા તે શુભ હેતુ છે. આ કાર્યક્રમમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી દેવીપુજક સમાજને આવવા અપીલ કરી છે.
દેવીપૂજક સમાજને શિક્ષીત કરવામાં આવે તો બીજુબધુ આપોઆપ થઈ જાય ?
અબતકની મુલાકાતે આવેલા રાજેન્દ્રસિંહ જાડેજાએ દેવીપૂજક સમાજ અંગેના પ્રશ્ર્નો અબતકના મેનેજીંગ એડીટર સતીશકુમાર મહેતાએ પૂછયુ હતુ કે ઉધમી દેવીપૂજક સમાજને શિક્ષીત કરો તો બીજુ બધુ આપમેળે આવી જાય ? રાજેન્દ્રસિંંહ જાડેજાએ જણાવ્યું હતુ કે દેવીપૂજક સમાજ પાસે તમામ પ્રકારના હુન્નર છે. મનોબળ મજબુત છે. જે કરવું હોય તે કરીને જ જંપે છે. જો આ સમાજને શિક્ષીત કરવામાં આવે તો સમાજમાં કાય ઘટે નહી અત્યારે કોલેજ અને હાઈસ્કુલમાં જુજ વિદ્યાર્થીઓ દેવીપૂજક પરિવારના હોય જો આ સમાજને શિક્ષીત, દિક્ષીત અને સરકારી યોજનાનો પૂરે પૂરો લાભ મળે તો તે આપો આપ વિકાસ કરે.
માતાનું ધુપેલીયુ ઉપાડે એટલે પૂરૂ… દેવીપૂજક સમાજ આજે પણ આસ્થામાં માને છે?
ઉધમ સાથે સંકળાયેલા દેવીપૂજક સમાજને ભલે લોકો અંશ્રધ્ધળુ ગણે પણ આ સમાજ સાચી શ્રધ્ધા રાખનારો વર્ગ છે. ભલે શરીરે સ્નાન વગર હોય પણ તેમની આત્મા સુધ્ધ હોય છે. એક વખત કોઈપણ વિવાદમાં માતાજીનું ધુપેલીયુ ઉપાડવા દેવીપૂજક તૈયાર થઈ જાય એટલે પૂરૂ… પછી જ ખોટુ ન કરે. રાજાશાહી વખતમાં પણ ગોંડલના રાજવી ભગવતસિંહજી ધુપેલીયાની વાત આવે એટલે તેને સાચો માની મૂકી દેતા.
ગોંડલને ઝુંપડા મુકત શું આયોજન
દેવીપૂજક સમાજના ઉત્કષ્ટ વિકાસ સાથે જોડાયેલા રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે ગામને ઝુપડામુકત તો બનાવવું જ છે. પરંતુ અન્ય જગ્યાએ સોસાયટી કે કોલોની બને છે તેમ અમારે નથી કરવું અમારે એક નવું ગામ જ ઉભુ કરવું છે. આ કામ માટે રાજકારણથી પર રહી કામ થાય છે. અને નાના વર્ગના તમામ લોકોને ઘરના ઘર મળી રહે તે માટે ગોંડલના 2 હજાર ઝુપડા વાસીઓને વસાવીને એક નાનકડુ નવુ ગામ બનાવવાનું આયોજન છે.
દેવીપૂજક સમાજને ઉધ્ધમી સમાજ ગણી શકાય ?
દેવીપૂજક સમાજ ઉધમ સાથે સંકળાયેલ છે. નાના કચરાના ધંધમાંથી પણ આવક કરી શકે છે જીરાનો વેપાર, શાકભાજીનો વેપાર, સાહસમાંગનારૂ છે. સમાજમાં ઘેર ઘેર પહોચતુ શાકભાજી કયાંકને કયાંક તો દેવીપૂજકના હાથમાંથી થઈ ને જ આવ્યું હોય છે. રાજેન્દ્રસિંંહ જાડેજાએ જણાવ્યું હતુ કે ઉધમ સાથે સંકળાયેલ દેવીપૂજક સમાજ દશામા આસ્થા ધરાવે છે. ઘરમાં ચાર દિવાલ હોય પણ માતાજીની મૂર્તિ અને પ્રસાદમાં 700 રૂપીયાની મીઠાઈ માટે દેવીપૂજક કયારે પાછા પડતા નથી.
દેવીપૂજક સમાજ આસ્થામાં માનવાવાળો વર્ગ ?
તહેવારોના દિવસો છે દશામાનું એક અલગ જ મહત્વ હોય છે. દેવી પૂજક સમાજ તેમા ખૂબજ આસ્થા ધરાવે છે. ગોંડલમાં 10 હજારથી વધુની વસ્તી ધરાવતા આ સમાજને માતાજી સાથે હૃદયનો નાસતો હોય છે. લોકો ભલે કહે દેવીપૂજક સમાજ અંધ્ધશ્રળુ છે. મારી દ્રષ્ટીએ દેવીપૂજક સમાજ શ્રધ્ધાળુ વર્ગ છે તેમ જણાવી રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે સમાજના લોકો નાનામા નાના કામ પહેલા માતાજીની આરાધના કરી રજા લઈ પછી જ કામ કરે છે. આ પધ્ધતી હિન્દુ ધર્મ સંસ્કૃતિની પ્રાચીન પધ્ધતી છે. આ સમાજ ધંધા સાથે જોડાયેલ સાહસીક પ્રજા છે.
દેવીપુજક સમાજ અંધ શ્રધ્ધાળું નહીં સંકલ્પ પર ચાલનારો “શ્રદ્ધાળુ” સમાજ છે: રાજેન્દ્રસિંહ જાડેજા
ગોંડલમાં દશામાના ભવ્ય દેવ ડાયરા ના મુખ્ય આયોજક નગરપાલિકાના દંડક અને “મિશન સન્ડે ’સ્થાપક રાજેન્દ્રસિંહ જાડેજાએ દશામાંના ભવ્ય દેવ ડાયરા સાથે સાથે દેવીપુજક સમાજના આર્થિક સામાજિક વિકાસ નો સંકલ્પ કર્યો છે.. તેમણે જણાવ્યું હતું કે દેવીપુજક સમાજ સંકલ્પ પર ચાલનાર શ્રદ્ધાળુ સમાજ છે એક વખત માતાજીના ધુપેલીયા ઉપાડવાની નેમ લે એટલે તે સંકલ્પ પૂરો જ કરે દશામાના વ્રત માં શાકાહારી નિર્વેશની અને સંપૂર્ણપણે ધર્મમય જીવન જીવીને દશામાની આરાધનામાં દેવીપુજક જરા પણ ચુક ન કરે… ગોંડલમાં 10.000 ની દેવીપુજક સમાજની વસ્તી છે દેવીપુજક સમાજ ઉધમી અને સાહસિક વેપારી વર્ગ ગણાય, શાકભાજી હરાજી હોય કે જીરાના વેપારમાં સાહસ કરવામાં દેવીપુજક સમાજને કોઈ પહોંચે નહીં. સામાજિક રીતે ભલે પછાત ગણાય પણ દેવીપુજક સમાજ સંકલ્પના સૌથી આગળ છે દેવીપૂજક ના કોઈ પરિવાર ના એક પણ વૃદ્ધને વૃદ્ધાશ્રમમાં રહેવું પડતું નથી ,જો આ સમાજને શિક્ષણ અને સરકારી યોજનાઓનો લાભ મળી જાય તો સમાજ સારી રીતે વિકાસ કરી શકે. તેમને જણાવ્યું હતું કે હું તો દેવીપુજક પરિવારના ઘેર ઘેર ફર્યો છું પરિવાર પાસે ભલે ચાર દીવાલ ના ઘરમાંબીજું કંઈ ન હોય પરંતુ મોમાઈ માં ના સ્વરૂપ એવા દશામાની મૂર્તિ તો હોય જ ટકનું લાવીને ટકનું ખાતા દેવીપુજક સમાજ દશામાં ખૂબ જ આસ્થા રાખે છે માતાજીને ધરવામાં રૂપિયા 700 ની કિંમતની મીઠાઈ લેતા દેવીપુજકતા નથી.
ખૂબ જ આસ્થા માં માનનારા દેવીપુજક સમાજની શ્રદ્ધા અંગે શું કહેશો?
દેવીપુજક સમાજ ખૂબ જ આસ્થાલું સમાજ છે ધુપેલીયુઉપાડીને કરેલો સંકલ્પ કોઈપણ સંજોગોમાં પૂરો કરે છે ,એક જમાનામાં રાજાશાહી વખતમાં જ્યારે કોઈ પક્ષકાર માતાજીના ધુપેલીયા ને સાક્ષીમાં રાખી વાત કરતા તો રાજવીઓ પણ તેને સત્ય માનતા. દેવીપુજક સમાજ અત્યારે સ્ક્રેપ શાકભાજી અને વેપારમાં સાહસિક વર્ગ તરીકે ઉભરી રહ્યો છે આ સમાજને હવે શિક્ષિત બનાવવાની જરૂર છે