રૂ.15 કરોડના ખર્ચે નવ નિર્મિત ઉમિયાધામ
7 થી 20 ઓકટો. યોજાનાર પંદર દિવસીય મહોત્સવમાં દરરોજ યજ્ઞ, પૂજન, ધ્વજારોહણ તેમજ શિક્ષણ, આરોગ્ય, જળ સંચય, પર્યાવરણ, વ્યસન મૂકિત યુવા શકિત કૃષિ, મહિલા ઉત્કર્ષ વિષયક સંવાદો જેવા કાર્યક્રમોની હારમાળા
આલેચ ગિરીમાળાની સમીપે ખળખળ વહેતી વેણુ નદીના કાંઠે બિરાજમાન જગતજનની મા ઉમિયાના સાનિધ્યમાં રહેલુ ઉમિયાધામ સિદસર સમગ્ર સમાજની આસ્થા અને ભકિતનું કેન્દ્ર બની રહ્યું છે. ઉમિયાધામ સિદસર ખાતે આદ્યશકિત મા ઉમિયાની ભકિત, આરાધના અને પૂજન અર્ચનનો પવિત્ર પ્રસંગ આસ્થાની અભિવ્યકિતનો અવસર, એટલે નવરાત્રી મહોત્સવનું આયોજનસુદ 1 થી શરદ પુનમ સુધી આગામી તા . 7 ઓકટો . થી 20 ઓકટો . સુધી કરવામાં આવ્યુ છે.
સેંકડો ભાવીકોની આસ્થાના કેન્દ્ર સમા સિદસર ખાતે 15 કરોડના ખર્ચે નવ નિર્મિત ઉમિયાધામમાં ભવ્યાતિ ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે . આ નવરાત્રી મહોત્સવમાં પ્રતિદિન સવારે 6:30 કલાકે પ્રાત: આરતી , 8:00 કલાકે યજ્ઞ પૂજા થશે જેમાં સિદસર ગામના સમસ્ત સમાજના સ્થાનીક લોકો યજમાન તરીકે જોડાશે . સવારે 11:00 કલાકે , બપોરે 3:00 કલાકે , સાંજે 6:00 ધ્વજારોહણ, સાંજે 7:00 કલાકે મહાઆરતી , તથા ભોજન પ્રસાદ સહીતના કાર્યક્રમ યોજાશે.
મા ઉમિયાની આસ્થાની અભિવ્યકિતના અવસર સમા આ નવરાત્રી મહોત્સવમાં સિદસર મંદિરના શિખરે દિવસમાં 3 ધ્વજા ચડાવવામાં આવશે જેમાં મંદિરના ટ્રસ્ટીઓ , પાટીદાર ભામાશાઓ , પાટીદાર શ્રેષ્ઠીઓ , કારોબારી સભ્યો , સૌરાષ્ટ્રની ઉમિયા પરિવાર સંગઠન સમિતિ , મહિલા સમિતિ , યુવા સમિતિના હોદેદારો જીલ્લા વાઇઝ માતાજીની પૂજા અર્ચના તથા ધ્વજારોહણનો લાભ લેશે જેમા તા . 7 ઓકટો ના રોજ રાજકોટ શહેર સંગઠન સમિતિ , જીવાણી પરિવાર આજ વીટો ગ્રુપ- મોરબી , મૌલેશભાઇ ઉકાણી પરિવાર , તા.8 ઓકટો . ના રોજ જામનગર જીલ્લા સંગઠન સમિતિ , નંદલાલભાઇ માંડવિયા પરિવાર- રાજકોટ , પાટીદાર સમાજ – ગીંગણી , તા.9 ના રોજ સુરેન્દ્રનગર જીલ્લા સંગઠન સમિતિ , વેલજીભાઇ બોસ કલ્યાણ ગ્રુપ -મોરબી , જયસુખભાઇ ભાલડીયા ઓરપેટ- ઓરેવા ગ્રુપ , તા.10 ના રોજ મોરબી જીલ્લા સંગઠન સમિતિ , પરેશભાઇ ક્રેવીટા ગ્રુપ- મોરબી , આઇકોન ગ્રુપ- મોરબી , તા.11ના રોજ રાજકોટ ગ્રામ્ય જીલ્લા સંગઠન સમિતિ , હરેશભાઇ ગોકળભાઈ ઉજીયા પરિવાર , નીખીલભાઇ જમનભાઇ પટેલ ડેકોરા ગ્રુપ , તા . 1 ર ઓકટો . ના રોજ જુનાગઢ જીલ્લા સંગઠન સમિતિ , ભાલોડિયા પરિવાર રાજકોટ તથા મોટી પાનેલી , મનસુખભાઇ પાણ , વલ્લભભાઇ વડાલીયા પરિવાર , તા .13ના રોજ પટેલ સેવા સમાજ સ્પીડવેલ પાર્ટી પ્લોટ- રાજકોટ , ટીલવા પરિવાર રાજકોટ તથા કોલકી , શિલ્પન , શ્યામલ ગ્રુપ- રાજકોટ , તા.14 ના રોજ અમરેલી ભાવનગર બોટાદ જીલ્લા સંગઠન સમિતિ , ઉમિયા માતાજી સંસ્થાન- ઉંઝા , શૈલેષભાઇ ઇટાલીકા ગ્રુપ- મોરબી, તા. 15 ઓકટો . ના રોજ પોરબંદર , દ્વારકા , ગીર , સોમનાથ જીલ્લા સંગઠન સમિતિ , જશુભાઇ ગોઠી પરિવાર- હળવદ , ધનજીભાઇ પટેલ સુરેન્દ્રનગર સમાજ , તા . 16 ના રોજ સમીરભાઇ હાંસલીયા , ડો . જેન્તીભાઇ સાપરીયા (જીતભાઇ સાપરીયા) , નાથાભાઇ કાલરીયા પરિવાર , જગદીશભાઈ કોટડિયા કોટડિયા પરિવાર , તા . 17 ના રોજ મોરબી ગ્રુપના રાજકીય મહાનુભાવો , જીતુભાઇ લિનોરા ગ્રુપ- મોરબી , મોરબી સિરામિક પરિવાર , તા . 18 ના રોજ ગાંઠીલા મંદિર જુનાગઢ , પટેલ સેવા સમાજ , પટેલ કેળવણી મંડળ- જુનાગઢ , મગનભાઇ જાવિયા- અમદાવાદ , વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન- અમદાવાદ , ગોવિંદભાઇ ગણેશભાઇ વરમોરા પરિવાર સનહાર્ટ ગ્રુપ- મોરબી , તા.19 ના રોજ જામનગર પટેલ સમાજ , ઉમિયા ગરબી , ઉમિયા પરિવાર , પેપરમિલ એસો.- મોરબી , ભાયાવદર પાટીદાર સમાજ , તા.20 ના રોજ ધીરૂભાઇ ડઢાણીયા ડઢાણીયા પરિવાર , મુળજીભાઇ ભીમાણી પરિવાર , શિવલાલભાઈ આદ્રોજા પરિવાર માતાજીની પૂજા આરતી તથા ધ્વજારોહણનો લ્હાવો લેશે.
સિદસર ખાતે આ નવરાત્રી મહોત્સવમાં પાટીદાર સમાજના સર્વાંગી વિકાસ અર્થે શિક્ષણ , આરોગ્ય , જળસંચય , પર્યાવરણ , વ્યસનમૂકિત , ધંધા – ઉદ્યોગ , આધુનીક ખેતી , મહિલા ઉત્કર્ષ જેવા વિષયો પર વિચાર વિર્મશ તથા સંવાદો યોજાશે . આ સાથે પ્રવર્તમાન સમયે સમાજના આરોગ્ય ને ધ્યાનમાં રાખી લોકોમાં સ્વાસ્થય અંગે જાગૃતી લાવવાના ભાગ રૂપે આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે . પર્યાવરણના જતનના ભાગરૂપે ઉમિયા માતાજી મંદિર સિદસર તથા સદભાવના ટ્રસ્ટ ના સંયુકત ઉપક્રમે જામજોધપુર આસપાસના ગામો , ધોરાજી તાલુકાના પીપળીયા , ભાયાવદર તથા ઉપલેટા તાલુકાના કોલકી અને મોટી મારડ ખાતે સ્થાનીક કાર્યકરોની મદદથી 18 હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યુ છે .