રાજકોટના રાજમાર્ગો પર કામનાથ દાદાની વર્ણાગી માં વિવિધ મંડળીઓ દ્વારા કૃતિઓ રજૂ કરાઈ
આજે શ્રાવણ માસના બીજા સોમવારે રાજકોટના રાજમાર્ગો પર કામનાથ મહાદેવના અલભ્ય શણગાર સાથેના દર્શનો નિહાળતા દર્શનાર્થીઓ અને વિવિધ મંડળીઓ દ્વારા કૃતિઓ રજૂ કરવામાં આવી જેના લીધે શોભાયાત્રા ની શોભા ખીલી ઉઠી હતી.
રાજકોટ સ્થિત કામનાથ મહાદેવનું મંદિર સોની બજારના કામનાથી ચોક ખાતે આવેલ છે જેનો આજે 73 માં પાટોત્સવની ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. આજરોજ શોભાયાત્રામાં રાસ ગરબા, પ્રાચીન ભજનો તેમજ ભોળાનાથને ભજતાં ભાવિકો હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા. કામનાથ મહાદેવના શોભાયાત્રામાં હજારો ભાવિકો દ્વારા ભોળાનાથ મહાદેવના અલગ અલગ પ્રકારના નાના નાના કાર્યક્રમો દ્વારા અલગ અલગ મંડળીઓએ કલાકૃતિઓ રજૂ કરી હતી તેમજ મહાદેવના વિવિધ ભજનો દ્વારા ભાવિકોને ધાર્મિક વાતાવરણ તરફ લઈ જઈને ભક્તિભાવમાં મૂકી દીધા હતા.
આમ વાતાવરણમાં ભક્તિભાવ છવાઈ જતા કામનાથ મહાદેવની ભક્તો પર અસીમ કૃપા વરસી રહે તે માટે તેમના પૂજારી અને વર્ષોથી સેવા આપતા કક્કડ પરિવારના સભ્યો દ્વારા તમામ ભાવિકોને શ્રાવણ માસના સોમવારની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
ભોલા મહારાજ: (કામનાથ મહાદેવના પુજારી)
કામનાથ મહાદેવનું મંદિર 150 વર્ષ જૂનું છે તેમ જ દર વર્ષે શ્રાવણ માસના બીજા સોમવારે કામનાથ દાદા ની શોભા યાત્રા એટલે કે વર્ણગી કાઢવામાં આવે છે જેમાં હજારો ભાવિકો નિસ્વાર્થ ભાવે સેવા કરે છે અને ભક્તિ ભાવ દ્વારા ભજન કરતા કરતા રાજમાર્ગો પર યાત્રા કરીને ભક્તિભાવ વ્યક્ત કરે છે. કામનાથ મહાદેવની એક વિશિષ્ટતા છે કે ગમે તે વ્યક્તિના ત્રણ મહિનામાં અટકતા કામો પૂરા થઈ જવાના આશીર્વાદરૂપે દાદાની કૃપા ભાવિકો પર વરસી રહે છે.
પ્રિયવદનભાઈ કક્કડ (કમિટી સભ્ય)
કામનાથ મહાદેવની કમિટીના સભ્ય તરીકે ફરજ બજાવતા શોભાયાત્રામાં મહત્વનો ફાળો આપ્યો છે. કામનાથ મહાદેવના છેલ્લા ઘણા વર્ષોથી કક્કડ પરિવાર દ્વારા સેવા કાર્યો કરી રહ્યા છે, તેમજ દરેક વાત માટે સત કૃપા અને કામનાથ દાદા ની કૃપા વરસી રહે તે માટે શોભા યાત્રા માં આવનારા ભાવિકો દ્વારા અને પરિવારના આગેવાનો દ્વારા શુભેચ્છા પાઠવી છે.