યુવા વૈષ્ણવાચાર્ય પૂજય વ્રજરાજકુમારજી મહોદયની મંગલ ઉપસ્થિતમાં કાલે શહેરના નાના મોવા રોડ, શ્રીના ધામ હવેલી ખાતે પ્રભુના સુર્ખો ભવ્ય અન્નકૂટ મનોરના દર્શન સર્વ વૈષ્ણવોને થશે. પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ હવેલીઓની પરંપરા અનુસાર પ્રભુના સુર્ખો અન્નકુટના દર્શનનો સૌને અવસર પ્રાપ્ત થશે.
શહેરના નાના મોવા વિસ્તારમાં શ્રીનાથધામ હવેલી ખાતે ધાર્મિક, સાંસ્કૃતિક એવં સામાજીક તથા માનવતાલક્ષી કાર્યોની સુવાસ પસરાવવા હવેલી કાર્યરત છે.
પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની પરંપરા અનુસાર પ્રભુના સુર્ખો અન્નકુટ મનોર સાકાર થશે. આમ પુષ્ટિ માર્ગીય પ્રણાલી અનુસાર પ્રભુને અન્નકૂટમાં વિવિધ ભોગ-સામગ્રી, મિષ્ઠાન ધરાવવામાં આવે છે. જેની સઝાવટ ખુબ જ અલૌકીક અને દર્શનીય હોય છે.
આ અન્નકૂટ પર્વ પર યુવા વૈષ્ણવાચાર્ય પૂજય વ્રજરાજકુમારજી મહોદયની ઉપસ્થિતમાં શ્રીનાથધામ હવેલી ખાતે ભવ્ય અન્નકૂટ મનોરમાં દિવ્ય સઝાવટમાં ૨૦૦ કિલો. અન્ન (ભાત)ના શિખરની અતિદિવ્ય સજાવટ સાથે વિવિધ સામગ્રી પ્રભુને ધરાવવામાં આવશે.
કાલે બપોરે ૧૨:૩૦ કલાકે પૂજય દ્વારા ઠાકુરજી સનમુખ બ્રહ્મ સંબંધ દિક્ષા આપવામાં આવશે. બપોરે ૩:૦૦ કલાકે ગોવર્ધન પૂજા અને સાંજે ૬ કલાકે પ્રભુ સુર્ખો “ભવ્ય અન્નકુટ મનોરના દર્શન સૌ ભાવીકજનો ર્એ ખુલ્લા મુકવામાં આવશે.