રાજકોટ જૈન તપગચ્છ સંધ સંચાલીત માંડવી ચોક દેરાસરમાં આજે ભવ્યાતિભવ્ય આંગીના દશેન કરવા પધારશો માંડવી ચોક દેરાસર ભવ્યાતિભવ્ય ભક્તિ સંગીત ભક્તિકાર ધેમેશભાઈ દોશી ત્થા શૈલેષભાઈ વ્યાસ પરમાત્મા ની ભક્તિ કરી ભાવિકો ને પ્રભુમય લીન કરશે પધારો.

IMG 20220824 WA0037

IMG 20220824 WA0035

  • પવિત્ર પર્યુષણ પર્વ નિમિતે એનિમલ હેલ્પલાઈનને અનુદાન આપવા અપીલ

સમગ્ર ભારતમાં નિ:શુલ્ક પશુ સારવાર ક્ષેત્રે ટોચનું સ્થાન ધરાવતી અને જીવદયા ક્ષેત્રે ભારત સરકાર દ્વારા સર્વશ્રેષ્ઠ સંસ્થાનો એવોર્ડ મેળવનાર સંસ્થા કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઈન

રાજકોટમાં છેલ્લા 18 વર્ષથી સેવારત એનીમલ હેલ્પલાઇનને પવિત્ર પર્યુષણપર્વ નિમિતે અનુદાન આપવા અપીલ કરવામાં આવી છે. એનીમલ હેલ્પલાઈનરસ્તેરઝળતા, નીરાધાર, બિમાર પશુઓ, રેલવે ટ્રેકમાં ઘવાયેલી ગાયો, રોડ અકસ્માતમાં ઘવાયેલા નાનામોટા પશુ-પંખીઓને વિનામૂલ્યે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવે છે. છેલ્લા 18 વર્ષથી કરુણા ફાઉન્ડેશન દ્વારા મૂંગા, બિનવારસી પશુ-પક્ષીઓની વિનામૂલ્યે સારવાર કરતું ’મોબાઈલ પશુ ચિકિત્સાલય’,’એનિમલ હેલ્પલાઇન અને વેટરનરી હોસ્પિટલ’ સ્વરૂપે સેવારત કરાયું છે. અત્યાર સુધીમાં 6,50,000 જેટલા બિનવારસી પશુ-પક્ષીઓની સ્થળ ઉપર જ વિનામૂલ્યે, નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા, 10 (દસ) એમ્બ્યુલન્સ તેમજ બે બાઇક એમ્બયુલન્સ થકી ઓપરેશન સહિતની સારવાર થઈ છે, થતી રહે છે.

દર માસે લગભગ 9000 જેટલા બિનવારસી પશુ-પક્ષીઓની નિષ્ણાંત પશુ ચિકીત્સકોની ટીમ દ્વારા, સ્થળ પર જ, વિનામૂલ્યે તેઓ સાજા થાય ત્યાં સુધીની સઘન સારવાર કરવામાં આવે છે. બીમાર અને અશકત, અકસ્માતથી ઘવાયેલ પશુ-પક્ષીઓને ગૌશાળા/પાંજરાપોળ/સંસ્થાની જ નિ:શુલ્ક વેટરનરી હોસ્પિટલમાં દાખલ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે. કુતરીઓનાં 590 જેટલા સીઝરીયન ઓપરેશન, 670થી વધારે ગૌમાતાનાં હોર્ન કેન્સરના (શીંગડાનું કેન્સર) ઓપરેશન કરવામાં આવ્યા છે. આસ-પાસના ગ્રામ્ય વિસ્તારો તેમજ ગૌશાળામા 260 જેટલા પશુરોગ નિદાન-સારવાર કેમ્પ કરવામાં આવ્યા છે.

ઉપરાંત, ભારતનો સર્વ પ્રથમ એવો પશુપક્ષીઓના અંધત્વ નિવારણ માટેનો કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ, સતત કરવામાં આવે છે. ગૌશાળાઓમાં વૃક્ષારોપણ અભિયાન, અવેડા તેમજ ચબુતરા બનાવવા ટ્રેવીસ તેમજ અન્ય સાધન સામગ્રી ફીટ કરાવવી સહીતની પ્રવૃત્તિઓ સતત થતી રહે છે. સૌરાષ્ટ્રના સૌપ્રથમ એવા શ્વાન તથા બિલાડીઓના માટેનાં દંત ચિકિત્સા કેમ્પ, ચર્મ ચિકિત્સા કેમ્પ, નેત્ર ચિકિત્સા કેમ્પ”નું આયોજન કરવામાં આવ્યું હતુ. કતલખાને જતા ગૌવંશ, ગૌમાતા, મરઘા,પક્ષીઓ વિ. ને બચાવવામાં ટ્રસ્ટ આવી પ્રવૃતિઓ કરતી સંસ્થાઓને મદદ રૂપ થાય છે. અનેકવાર માછીમારીની જાળ પકડીને લાખો માછલીઓને બચાવાઇ છે.

સમગ્ર ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં, વિશ્વમાં હેલ્પલાઇન ચાલુ થાય તેવું સંસ્થાનું ધ્યેય છે. આ પ્રકારની અનુદાન અંગે વિવિધ તીથી યોજના પણ કાર્યરત છે. સંસ્થાને કોઈ કાયમી ભંડોળ નથી કે કોઈ નીયમીત આવકનું સાધન નથી, સંસ્થા પ્રવર્તમાન મોંઘવારીની સ્થિતીના હિસાબે,ગૌ સેવા જીવદયા પ્રવૃતીઓનો નિર્વાહ કરવો ખુબ મુશ્કેલ બન્યો છે. અત્યારે પણ સંસ્થા લાખો રૂપિયાનાં દેણામાં છે.પવિત્ર પર્યુષણ પર્વ નિમિતે અનુદાન આપી અબોલ જીવોનાં પ્રાણદાનમાં ઉપયોગી થવા કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ- એનીમલ હેલ્પલાઈન દ્વારા અપીલ કરાઇ છે. કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈનનાં મિતલ ખેતાણી (મો: 9824221999), પ્રતિક સંઘાણી (મો.9998030393) પરફોન કરવાથી આપને ત્યાંથી અનુદાન સ્વીકારવાની વ્યવસ્થા કરાશે. સંસ્થાનાં પ્રમુખ તરીકે મિતલ ખેતાણી, ટ્રસ્ટીઓ ધીરૂભાઇ કાનાબાર, ઘનશ્યામભાઇ ઠકકર, સેક્રેટરી પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ,ગૌરાંગભાઈ ઠક્કર, પારસભાઈ મહેતા સેવા આપે છે.

રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સંસ્થાને અનેક એવોર્ડસ મેળવવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે. સમગ્ર ભારતમાં પશુ સારવાર ક્ષેત્રે ટોચનું સ્થાન ધરાવતી અને જીવદયા ક્ષેત્રે ભારત સરકાર દ્વારા સર્વશ્રેષ્ઠ સંસ્થાનો એવોર્ડ મેળવનાર સંસ્થા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનીમલ હેલ્પલાઈન અત્યાર સુધીમાં સમગ્રપણે 24 કરોડ અને વાર્ષીક ચાર કરોડનાં માતબર ખર્ચે સેવારત આ સંસ્થાને સહકાર આપવા અપીલ કરાઇ છે. સંસ્થાની વેબસાઇટ (www.animalhelpline.in) ની તથા facebook.com/animalhelplinekarunafoundation મુલાકાત લેવા વિનંતી કરાઇ છે. વેબસાઈટ પર ઓનલાઈન ડોનેશન સ્વીકારવાની પણ વ્યવસ્થા કરાઈ છે.

સંસ્થા દ્વારા નાની સાઇઝની આકર્ષક દાન પેટી તૈયાર કરાઇ છે જે આપના ધંધાના સ્થળે/ઘરે મુકી યથાશક્તિ અનુદાન આ પેટીમાં નંખાવી શકાય છે. અનુદાન પેટી મેળવવા તેમજ દર મહિને ફીકસ, સ્વૈચ્છીક અનુદાન આપવાની યોજનામાં ભાગ લેવા મિતલ ખેતાણી (મો: 9824221999), પ્રતિક સંધાણી (મો. 9998030393)ના સંપર્ક કરવો. સંસ્થાને મળતું દાન આવકવેરા મુકિત પ્રમાણપત્ર 80જી કલમ હેઠળ કરમુક્ત છે. સંસ્થા વિદેશથી મળતું દાન સ્વીકારવાન લાયસન્સ FCRA હેઠળ ધરાવે છે. સંસ્થાની બેંક ડીટેઇલ્સ બેંક ઓફ બરોડા (રાજકોટ મેઇન, રાજકોટ) A/c No. 03600100026705 – RTGS/NEFT IFSC CODE BARB0RAJKOT. ’શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ’ ના નામનો બનાવવો.

  • જીરાવાલા પાર્શ્વનાથ જીનાલયમાં ઉજવણી
  • દર રોજ વ્યાખ્યાન તથા પ્રતિક્રમણનું આયોજન લાભ લેવા અનુરોધ

Untitled 1 Recovered Recovered 38

સં. 2078 નાં પર્વાધીરાજ પર્યુષણ પર્વમાં જિનાલયમાં દર રોજ પ્રભુને અવનવી સુંદર  આંગી કર વામાં આવશે.   એક કર તા વધારે ભાવિકો આ નકરાથી ભાગ લઈ શકશે. પર્યુષણના દિવસો – શ્રાવણ વદ 12 /13/14 અમાસ અને ભાદર વા સુદ 2 અને 3 કુલ 6 દીવસ દર રોજ નો નકરો રૂ. 301/- રાખેલ છે. મહાવીર  જન્મ વાંચન – ભાદર વા સુદ 1 રવિવાર નાં રોજ નકરો રૂ. 501/-, સંવત્સરી મહાપર્વ – ભાદર વા સુદ – 4, બુધવાર  નાં રોજ નકરો રૂ. 501/-, પર્યુષણ ના બધા દિવસ નો લાભ નો નકરો રૂ. 2008/- થશે. પર્વાધીરાજ પર્યુષણ પર્વમાં આપણા જિનાલયમાં દર રોજ સવારે સેવા-પૂજા અને દર્શન કર તા ભાવિકો ને પ્રભાવના કર વામાં આવશે. જનો નકરો રૂ. 300/- રાખેલ છે. એક કર તા વધારે ભાવિકો આમાં લાભ લઈ શકશે. જિનાલયમાં દરરોજ વપરાતી વસ્તુ અને ઉપકર ણો નો વાર્ષિક નકરો રૂ. 12 51/- અને સર્વ સાધાર ણ નો વાર્ષિક નકરો રૂ. 1800/- રાખેલ છે.

પર્યુષણ પર્વમાં દર રોજ સવારે પ્રભુની અષ્ટપ્રકારી પ્રથમ પુજાનો લાભ ઘી નો બોલીને આપવામાં આવશે. ઘી ની બાોલી આગલા દિવસે સાંજ ની આર તી આપવામાં આવશે. પર્વાધિરાજ પર્યુષણ પર્વમાં જિનાલયમાં દર રોજ સવારે અને સાંજે આર તી અને મંગળદીવો બન્ને સમય ઘી ની બોલી બોલીને લાભ આપવામાં આવશે. પ.પૂ. ભક્તિસૂરી સમુદાયના પ.પૂ.પ્ર. જય લાવણ્યજી મ઼સા. ના શિષ્યા પ્ર. સાધ્વીજી  સત્યાનંદજી મ઼સા, પ્ર. સાધ્વીજી  શીલર ત્નાજી મ઼સા., પ્ર.સાધ્વીજી શ્રી જિનાંશિતાશ્રીજી મ઼સા. ના વ્યાખ્યાન તથા પ્રતિક્રમણનો સર્વેને લાભ લેવા અનુરોધ કર વામાં આવેલ છે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે દિલીપભાઈ દેસાઈ (7990570811) નાં માર્ગદર્શન હેઠળ વિરેન્દ્રભાઈ મહેતા, હિંમાશુભાઈ કોઠારી, જયેશભાઈ, નરેન્દ્રભાઈ, ગીરીશભાઈ શાહ, જનકભાઈ, જયેન્દ્રભાઈ,પ્રકાશભાઈ શાહ, પ્રકાશભાઈ કોઠારી લલિતભાઈ વોરા, સમીર ભાઈ કાપડીયા, સમીર ભાઈ શાહ, સ્નેહલભાઈ, ડો. તેજસભાઈ શાહ યુવક મંડળના દરેક સભ્યો, મહીલા મંડળનાં દરેક સભ્યો અને સેવાભાવીઓ જહેમત ઉઠાવી રહયા છે. સર્વ ધર્મપે્રમીઓને આ પ્રસંગે હાજર રહેવા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.