સરપંચપતિની જો હુકમી સામે આવી: સરપંચપતિ જ વહિવટ કરતા હોય છતા પણ ઉચ્ચ અધિકારીઓ મૌન ધારણ
વડિયાના તોરી ગામે તારીખ : ૪-૧૨-૧૮ ના રોજ સરપંચપતિના હુકમ થી ગ્રામસભા યોજાઈ હતી અને તે ગ્રામસભાનો ફીયાસ્કો થયો છે મહિલા સીટ હોવાને લીધે મહિલા સરપંચ ખુદ ગેર હાજર રહયા હતા અને સરપંચ ની ગેરહાજરી માં ગ્રામસભા યોજાઈ ગઈ હતી તોરી ગામે સરકારના નિયમાનુશાર સરકાર ના પરિપત્ર મુજબ ગ્રામસભા બોલાવવાની હોઈ છે અને થયેલ વિકાસ કામો, જરૂરી વિકાસ કામો ,ગામનો વિકાસ અને સૂવિધા બાબતોની ચર્ચા વિચારણા માટેની ગ્રામસભા હોય પરંતુ હાલના સરપંચપતિ એ નિયમોનો ઉલાળીયો કરી ને ગ્રામપંચાયતના ઉપસરપંચ તથા અન્ય ચાર સભ્યો ને એજંન્ડા કે કોઈપણ પ્રકાર ની જાણ ન કરી પોતાનુ મનમાની કરેલ અને ગામના લોકોને પણ જાણકર્યા વગર ગ્રામસભા બોલાવેલ જેની જાણ ઉપસરપંચે અને અન્ય ગ્રામપંચાયતના સભ્યો એ ટી.ડી.યો.સાહેબ ને ટેલીફોનીક કરતા ટી.ડી.ઓ.રાવ સાહેબ ના હુકમ નો અનાદર કરી પ્રાથમિક શાળામા ગ્રામસભા બોલાવેલ અને સરપંચ ને હાજર ન રાખી સરપંચપતિ એ અધ્યક્ષસ્થાન લય ને ગામના નાગરિકો હાજર ન રહેતા ( માત્ર પાંચજ વ્યક્તિ )ની હાજરી હોવાથી ખુદ સરપંચપતિ એ અધિકારી ઓને જાણકરી કે ફરિથી તારીખ આપો તેમજ મારા ઘરની બાજુમા સ્થળ મંજૂરી આપો જેથી અમારી સગવડતા ને અનુરૂપ થાય અને અધિકારીઓ પણ માનીગયા અને નવુ સ્થળ પણ આપી દીધુ .
ઉલ્લેખનીય છે કે નવા સ્થળે પોતાના ઘર પાસે જ સભા બોલાવેલ અને સરપંચ દલીત હોય અને દલીત ના નાતે તેમનાજ ઘર આંગણે અને સરપંચ ના પ્રશ્નો નો વિરોધ ન કરી શકે અને પોતાના મળતીયા ઓજ આવે અને એક તરફી નિર્ણય લયશકે તેવા હેતુથી સ્થળ ફેર કરી પોતાની અંગત મનોકામના પુરી થાય એવા હેતુથી પંચાયત ના સદસ્યો કહીં રહ્યા છે … જ્યારે આ અંગે તાલુકા ટી.ડી.ઓ રાવ સાહેબ નો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે તોરી ગામના ઉપસરપંચ હંસાબહેન હીરપરા અને સભ્યો બાબુભાઈ કોટડીયા સહિત ચાર સભ્યો નો મને ટેલીફોન આવ્યો હતો કે અમારા ગામમાં ગ્રામસભા છે
પરંતુ અમોને આમંત્રણ કે એજન્ડા બજાવવામાં આવેલ નથી તો ટી.ડી.ઓ.એ કહેલ કે તમે લોકો સ્થળ પર આવી જાવ બાદમા તમામ સભ્યો નહી આવતા આ ગ્રામસભા મોકૂફ રાખેલ અને આગામી ૭ તારીખે ફરી યોજવાનો નિર્ણય લેવાયો છે તેમજ આ અંગે તોરી ગામના તલાટી મંત્રી મીલન પટેલ નો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે તોરી ગ્રામપંચાયત ના નોટીસ બોર્ડ પર આમંત્રણ મુકવા આવેલ હતું સભ્યો કે ઉપસરપંચ ને રૂબરૂ આમંત્રણ આપેલ ન હતુ વધુમાં પુછતા મંત્રી એ જણાવેલ કે મહીલા સરપંચ છે પણ તે હાજર ન હતા.