આર્યુવેદકની દ્રષ્ટીએ દૂધીએ ખૂબ જ ઠંડી પ્રકૃતિની છે ત્યારે ઉનાળાની શરુઆત થઇ ચુંકી છે. તેવા સમયે ગરમીમાં ઠંડક મેળવવાં ઘરે બનાવો દૂધીનું રાયતુ.
સામગ્રી :
૧ કપ ખમણેલી
ડુંગળી – ૧/૪ સ્લાઇઝ
આદુ – ૧ ચમચી જીણું સમારેલું
તાજુ દહિં – ૧ કપ
લીલું મરચું – ૧ ચમચી જીણું સમારેલું
મગફળી – ૩ ચમચી શેકેલાં અને અધકચરા પીસેલાં બી
તેલ – ૧ ચમચી
રાઇ – અડધી ચમચી
લીંબડો – ૭-૮ પત્તા
મીઠું – સ્વાદ મુજબ
દહિંનું રાપતુ બનાવવાની વિધિ….
– દૂધી, ડુંગળી, લીલુ મરચું, આદુ અને પાણી મીક્ષ કરી એક વાંસણમાં રાખી દસ મિનિટ સુધી મધ્યમ આંચ પર ગેસ ઉપર ગરમ કરો.
– જેને વારે-વારે હલાવતા રહો અને પાણી બળે જાય ત્યારે ગેસ બંધ કરી દો.
– તે મિશ્રણને ઠંડુ કરો.
– એ ઠંડા થયેલાં મિશ્રણને એક બાઉલમાં કાઢી લ્યો. જેમાં દહિં, મગફળીનાં દાણાનો ભૂકો, અને મીઠુ ઉમેરી મિક્સ કરો.
– હવે વઘાર માટે એક વાસણમાં તેલ ગરમ કરી રાઇ અને લીમડાનાં પાન નાંખો.
– તૈયાર થયેલાં વઘારને બાઉલમાં રહેલા મિશ્રણ પર રેળો અને પછી સરખી રીતે હલાવી મિક્સ કરો. એ તૈયાર મિશ્રણને ઠંડુ થવા રાખો અને ઠંડુ-ઠંડુ દૂધીનું રાપતુ જમવા સાથે પીરસો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com