શકય હોય તેટલા ઝડપી પ્રશ્નોનો નિકાલ કરવા ગ્રામસભામાં તંત્ર દ્વારા ખાત્રી અપાઈ

દામનગર ના ભુરખિયા ખાતે ગ્રામસભા મળી ભુરખિયા ગ્રામ પંચાયત ના સરપંચ  જોરુભાઈ ગોહિલ ની અધ્યક્ષતા માં ગ્રામસભા મળી જેમાં નાયબ તાલુકા વિકાસ અધિકારી  લાઠી મામલતદાર  વિજયભાઈ ડેર ખેતી વાડી વિસ્તરણ અધિકારી  તલાટી મંત્રી શોભનાબેન ગોસાઈ મનોજભાઈ પંડયા ગ્રામસેવક મધ્યાન ભોજન ના અંતુભાઈ ત્રિવેદી શિક્ષકો વનવિભાગ પી.જી.વી.સી.એન કચેરી અન્ન પુરવઠા સંકલિત બાળ અને મહિલા વિભાગ આંગણવાડી વર્કસ સહિત ગ્રામ પંચાયત સદસ્યો ગ્રામજનો ની વિશાળ હાજરી માં ગ્રામસભા યોજાય જેમાં વિવિધ પ્રશ્નો સનિક કક્ષા એથી ગ્રામજનો દ્વારા રજૂ કરવા માં આવ્યા આવાસ યોજના ના એક હપ્તા બાદ ચુકવણી ન થઈ હોય અન્ન પુરવઠા માં થી જરૂરિયાત મંદ પરિવારો ને નિયમિત અન્ન પુરવઠો મળે શિક્ષણ અંગે વાલી ઓ ની રજુઆત પાણી પુરવઠા ની ફાળવણી વીજળી ની નિયમિતા સહિત વિવધ માંગ ગ્રામસભા કરતા ગ્રામજનો ના પ્રશ્નો જે તે વિભાગ ના હાજર કર્મચારી ઓ ને તાકીદ કરી ઉકેલવા ચૂસના આપતા નાયબ  તાલુકા અધિકારી એ હાજર તંત્ર પાસે સ્થળ પર જ સ્પષ્ટતા માંગી હતી શક્ય ઝડપ થી પ્રશ્નો નો નિકાલ કરવા ગ્રામસભા માં તંત્ર દ્વારા ખાત્રી અપાય હતી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.