નવી ટેકનોલોજી રેલવેની સુરત બદલશે: બે જનરેટર બોગીની જગ્યાએ એક બોગી લગાવાશે અને એકસ્ટ્રા કોચમાં સીટો ઉભી કરાશે
રેલવેમાં મુસાફરી કરનારા યાત્રીઓ માટે આનંદના સમાચાર છે હવે ભારતીય રેલવે પણ લાઇટવેટ ટ્રેન અને પાવરફુલ એન્જીનનો ઉપયોગ કરી પર્યાવરણને બચાવવાની સાથે સાથે કોચની સંખ્યામાં પણ વધારો કરશે. મહત્વનું છે કે જર્મન ટેકનોલોજીનું આ પાવર ફુલ એન્જીન વજનમાં હલકી ટ્રેનને સુપર સ્પીડે પોતાના ગતવ્ય સ્થાને પહોચાડશે અને પાવર કાર શેડને કારણે વિજળીને પણ આસાનીથી કોચ સુધી પહોચાડાશે. મુસાફરો માટે આવનારા સમયમાં રેલવેમાં રિઝવેશન આસાન થઇ જશે. રેલવે દ્વારા એવો ઉપાય શોધાવો છે જેમાં ઓકટોબરની ટ્રેનમાં રિઝર્વેશનવાળી મુસાફરી માટે દરરોજ ચાર લાખથી વધુ સીટ ઉભરી કરાશે. તેના માટેરેલવે વિભાગે એવી ટેકનીક અપનાવી છે જે ડબ્બાના લાઇટ અને એયરકન્ડીશન માટે વિજળીથી લઇ અલગ અલગ પાવર કાર (જનરેટર ડબ્બા) લગાવવાથી જરુર નહી પડે અને આ જરુરત એન્જીનના માઘ્યમથી પુરી થશે.
આ અંગે રેલવે અધિકારીએ જણાવ્યું કે અત્યારે હાફમૈનબુશ (એલએચબી) ડબ્બાવાળી દરેક ટ્રેનમાં એક કે બે જનરેટર બોગી લગાવાયેલી હોય છે. આ જ ડીઝલ જનરેટર બોગીઓથી દરેક ડબ્બમાં વિજળી પુરી પાડવામાં આવે છે. તેનો એન્ડ ઓન જનરેશન (ઇઓજી) કહેવામાં આવે છે. પરંતુ હવે દુનિયાભરમાં જાણીતી હેડ ઓન જનરેશન ટેકનીકનો ઉપયોગ શરુ કરવામાં આવશે. આ ટેકનીકમાં ટ્રેનની ઉપરથી જતા વિજળીના તારોથી જ ડબ્બા સુધી વિજળી પહોચાડાય છે. ઓકટોબર ૨૦૧૯થી ભારતીય રેલવે દ્વારા લગભગ પ હજાર ડબ્બા એચઓજી ટેકનીકથી ચાલશે. જેથી ટ્રેનોથી જનરેટ બોગીઓને હટાવવામાં મદદ મળશે અને તેમાં વધુ ડબ્બા લગાવવામાં સફળતા મળશે. એટલું જ નહીં તેનાી રેલવેના ઇંધણ પર વાર્ષિક ૬ હજાર કરોડ રૂપિયાથી વધુ બચત થશે.
ઉલ્લેખનીય છે કે માત્ર એક નોન એસી ડબ્બામાં વિજળી પહોચાડવા માટે પ્રતિકલાક ૧ર૦ યુનિટ વિજળીની જરુર હોય છે. આટલી
વિજળી ઉત્પન્ન કરવા માટે જનરેટરને પ્રતિ કલાક ૪૦ લીટર ડીઝલ જોઇએ છે. તો બીજી તરફ એસી ડબ્બા માટે ઇંધણ ૬૫ થી ૭૦ લીટર ડીઝલ વપરાય છે. જો કે આ નવી ટેકનીક પર્યાવરણ અનુકુળ છે તેમાં વાયુ અને અવાજનું પ્રદુષણ પણ નહીં થાય. સાથે જ તે પ્રત્યેક ટ્રેનના હિસાબથી કાર્બન ઉત્પન્ન કરવામાં વાર્ષિક ૭૦૦ ટનનો ઘટાડો થશે.
મહત્વનું છે કે જો દરેક શતાબ્દી એકસપ્રેસમાં બે જનરેટર બોગીઓ લગાવાય અને જયારે એચઓજી ટેકનીકનો ઉપયોગ કરવાનો શરુ કરાય તો આવી ટ્રેનોમાં સ્ટેન્ડ બાય માટે એક જ જનરેટર બોગીની જરુરત રહેશે. આમ એલએસજી ડબ્બા વાળી દરેક ટ્રેનમાં નવી ટેકનીકનો ઉપયોગ કરાશે તો વધારાના ડબ્બાથી દરરોજ ચાર લાખ બર્થ ઉભા કરી શકાશ. અને રેલવેને પણ આર્થિક લાભ થશે.