માર્કેટિંગ યાર્ડ ચેરમેન ડી.કે.સખીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે  દર વર્ષની જેમ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે રાજકોટ તાલુકાના ૨૦ ખેડૂતોને ટેકાના ભાવની મગફળી માટે  બોલાવવામાં આવ્યા છે જેમાંથી માત્ર અત્યારે ત્રણ ખેડૂતો જ હાજર છે જેનું કારણ ખુલ્લી બજારમાં ભાવ ઉચ્ચા હોય છે જેથી ખુલ્લી બજારમાં વેચાણ કરવા માટે થી ખેડૂતો ટેકાના ભાવમાં ઓછા આવતા હોય છે સરકારે ટેકાના ભાવના ખરીદી કરીએ અને એમ એસ પી પણ ભાવ વધારતી જાય છે આ વર્ષની ખરીદી પણ ૧૦૫૫ના ભાવે કરવામાં આવી છે ખુલ્લા બજારની અંદર ૧૨૦૦થી ૧૩૦૦નો ભાવ મળે છે ખેડૂતો હાલ ત્યાં પણ મગફળી વેચાણ કરી રહ્યા છે રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે ગઈકાલે બે લાખ ગૂણીની આવક થઈ જ્યારે ખુલ્લા બજારમાં જ ભાવ વધુ મળવાની ખેડૂતોનો પ્રવાહ ત્યાં વધારે રહે છે ટેકાના ભાવના હિસાબે વેપારીઓ પણ ખરીદી ઊંચા ભાવે કરતા હોય છે સરકારની ખરીદી આવે ત્યારથી ભાવ ઉચકાઈ છે આ વાત સત્ય છે જેથી કરીને વેપારીને એમ થાય કે ભાવ પૂરો ન મળી શકે એટલે ખુલા બજારમાંથી ખરીદી કરે છે ૩૫ ૩૦ કે ૨૫ કિલો મગફળીની ભરતી કરે તેમાં ખેડૂત આમ કશો ફાયદો નથી ૩૫ કિલો ની ભરતી કરવાની વાત થઈ રહી છે છતાં પણ જો ૩૫ની ભરતી ન થાય તો રોજ કામ કરી ૩૦ કિલોની ભરતી કરવામાં આવશે જેમાં ખેડૂતોને એક ટકાનું નુકસાન નથી હાલ અહીં ૬૫ ગ્રેડની મગફળી ટેકાના ભાવે લેવામાં આવી રહી છે એટલે ૨૦૦ ગ્રામમાં ૧૩૦ ગ્રામ મગફળીના દાણા નીકળતા હોય છે આ ગ્રેડની અહીં ખરીદી કરવામાં આવી રહી છે અહીં ૧૩૦ ને બદલે ૧૩૮ ગ્રેડના દાણા નીકળી રહ્યા છે અહીંયા જે મગફળી આવી રહી છે તે ગ્રેડ મુજબ જ આવી રહી છે એમાં કોઈ ખેડૂતોને નુકસાન નથી ૬૬ નંબર મગફળીની જાતની વાત કરી તો એનો ૪૫થી ૫૦ મણના વિધે ઉતરો છે જેથી કરી સાઉથના વેપારીઓ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે ખરીદી કરવા આવ્યા છે એના ભાવ અત્યારે ૪૫૦ રૂપિયા છે ખેડૂતોને આ વર્ષે પણ પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે એક બાજુ અતિવૃષ્ટિના લીધે ખેડૂતોને ઉત્પાદન ૨૦ થી ૨૫ મણ આવું જોઈ એ ૫થી૧૦મણ જ આવ્યું છે આમ ખેડૂતને જોઈ તો સામાન્ય રીતે નુકશાન જ છે જો વરસાદ માપે હોત તો ખેડૂતને આ ભાવ પોષણક્ષમ ભાવ ગણાય ૨૫ કિલોની ભરતી મગફળી ઓછી હોય જેમા દાણા ઓછા હોઈ ફોફા મોટા હોઈ જેથી કરીને તેમાં ઓછી મગફળી સમાય છે.

ભરતીની પ્રક્રિયાથી અમે સંતુષ્ટ: ખેડૂત

નાગજીભાઈ ખેડૂત એ અબતક સાથેની વાતચીતમાં જાણવ્યું હતું કે ટેકા ના ભાવે મગફળીની વહેચણીની અમે અરજી કરી હતી જેથી આજે અમે અહીં વેચાણ કરવા આવ્યા છી ટેકાનો ભાવ ૧૦૫૫ રૂપિયા છે સરકારનો ટેકાનો ભાવ નીચો છે ખુલી બજારમાં ૧૨૦૦ થી ૧૩૦૦નો ભાવ મળી રહ્યો છે મગફળીની તમામ જાત અહીં લેવામાં આવી રહી છે ૬૬નં ની જાતમાં તેલની ગુણવત્તા ઉચ્ચ પ્રમાણમાં હોય છે તેનો ભાવ પણ ૧૩૦૦ રૂપિયાના ભાવે વહેચાય છે ૨૫કિલો ભરતી મગફળીની આરામથી ભરાય જાય છે હાલ ૩૫ની જ ભરતી છે પરંતુ જેની નો ચાલે એની ૩૦ અને પછી ૨૫ની ભરતી ભરાય છે આ ભરતી પ્રક્રિયા થી અમે સંતોસ કારક છીએ.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.