રાજકોટમાં યોજાનારી બેઠકમાં એન્જીનીયરોની સવલત વધારવા જોગવાઇની કરાઇ માંગ

રાજકોટ ખાતે 14 મે શનિવારે ગુજરાતતી તમામ સિવીલ એન્જીનીયરીંગ સંબંધીત વ્યાવસાયિક સંસ્થાઓની સમગ્ર ગુજરાતમાંથી 108 સીવીલ એન્જીનીયરીંગ વ્યાવસાયિકોની હાજરી સાથેની બેઠક ગુજરાત ઇન્સ્ટિટયુટ ઓફ સીવીલ એન્જીનીયર્સ એન્ડ આર્કિટેકટના નેજા હેઠળ યોજાઇ હતી. ગુજરાત પ્રોફેશનલ સિવીલ એન્જીનીયર્સ એકટ નિયમો અને વિનિયમોની ચર્ચા અને તેનો વિરોધ કરવાનો હતો કારણ કે એક તરફી છે અને મોટા પાયે વ્યાવસાયિક મિત્રોની યોગ્ય પરામશૃ વિના તૈયાર કરવામાં આવેલ છે.

ગુજરાત પ્રોફેશનલ સિવીલ એન્જીનીયર્સ એકટ 2006 ના ભાગરુપે સીવીલ એન્જીનીયરીંગના વ્યવસાયની પ્રેકિટસ કરવા માટે સિવીલ એન્જીનીયરોની નોંધણી ફરજીયાત બની છે. આવા બિલ્ડીંગના બાંધકામ અને માળખાકીય ડિઝાઇનની દેખરેખ માટે કામ કરતા તમામ ઇજનેરોએ ગુજરાત કાઉન્સીલ ઓફ પ્રોફેશનલ સીવીલ એન્જીનીયર્સમાં નોંધણ કરાવવી જરુરી બની છે.

સમગ્ર ગુજરાતના પ્રોફેશનલ સીવીલ એન્જીનીયરો વચ્ચે બેઠક દરમિયાન ગુજરાતમાં પ્રોફેશનલ સીવીલ એન્જીનીયરોએ કાઉન્સીલની રચનાનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને  નિર્ણય કર્યો હતો કે વર્તમાન કાઉન્સીલ ને વિખેરી નાખવા અને કાઉન્સીલના રોજબરોજના કામે પ્રોફેશનલ સિવીલ એન્જીનીયરોને સોંપવાની માંગ યોગ્ય સત્તાધિકારી સમક્ષ કરવામાં આવશે જે હાલમાં માત્ર સરકારી અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે.

વ્યવસાયિક સીવીલ એન્જીનીયર તરીકે વ્યકિતની નોંધણી માટેની સુચિત પરીક્ષા તરત જ રદ કરવી જોઇએ. તમામ સીવીલ એન્જીનીયરીંગ સ્નાતકોને સ્નાતક થયા પછી પ્રોફેશનલ સીવીલ એન્જીનીયર તરીકે રજીસ્ટ્રેશન આપવામાં આવવું જોએ જેથી તેઓ કોઇપણ પ્રકારના અવરોધો વિના સીવીલ એન્જીનીયરીંગના વ્યવસાય કરી શકે.

ગુજરાત કાઉન્સીલ  ઓફ પ્રોફેશન સીવીલ એન્જીનીયર્સ દ્વારા તૈયાર કરાયેલા કાયદા, નિયમો અને વિનિયમોમાં સમગ્ર ગુજરાતમાંથી સીવીલ એન્જીનીયરો અને સંબંધીત વ્યાવસાયિક સંસ્થાની યોગ્ય સંડોવણી સાથે સુધારાની આવશ્યકતા છે.જયાં સુધી તમામ મુદ્ાઓ નું નિરાકરણ ન થાય ત્યાં સુધી કોઇપણ સીવીલ એન્જીનીયર પ્રોફેશનલ એન્જીનીયરની નોંધણી માટે અરજી કરશે નહી અથવા પરીક્ષામાં હાજર રહેશે નહીં.આ મીટીંગમાં એસોસીએશન  ઓફ ક્ધસલ્ટીંગ સીવીલ એન્જીનીયરસ રાજકોટમાંથી પ્રમુખ ગૌરવ  સોલંકી, સેક્રેટરી નિશાંત દોમડીયા, આઇ.પી.પી. ઓ ધમેન્દ્ર મીરાણી અને નીલેશ કારીયા હાજર રહી પોતાના સુચનો આપેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.