સૂર્ય શનિ, શનિના જ ઘરમાં હોવાથી અને સૂર્ય સરકાર અને શનિ પ્રજા હોવાથી ગુજરાતનું બજેટ પ્રજાલક્ષી બનવા પામ્યું છે વળી શનિ પગે ખોડ દર્શાવે છે અને કચડાયેલો વર્ગ બતાવે છે જેના લીધે આ બજેટમાં વિશેષ રીતે આ વર્ગનું ધ્યાન રખાયું છે.
શનિ ઉંમરમાં વૃદ્ધ હોવાથી વૃદ્ધોને પેન્શન યોજના થી લઈને દિવ્યાંગોને એસટી મફત મુસાફરીનું આયોજન કરવામાં આવ્યું છે અને બજેટને શનિના સ્વભાવ મુજબ પ્રજાલક્ષી બનાવવામાં આવ્યું છે બીજી તરફમાં ૨૩ ફેબ્રુઆરીના પશ્ચિમના આકાશમાં અદભુત નજારો જોવા મળ્યો કેમકે ચંદ્ર ગુરુ અને શુક્રની યુતિ થઇ રહી હતી જે આકાશમાં એક લાઈનમાં જોવા મળી હતી.
હવે ધીમે ધીમે શુક્ર ડિગ્રી મુજબ ગુરુ ની નજીક આવે છે જે ૧ અને ૨ માર્ચના રોજ ખુબ નજીક જોવા મળશે જે સુંદર ખગોળીય ઘટના છે ગ્રહોની ભાષા માં સમજવા જઈએ તો દેવ ગુરુ અને દાનવ ગુરુ નજીક આવશે અને આ સમયમાં બે દેશના પ્રધાનો વચ્ચે ઉચ્ચ કક્ષાની મંત્રણા થતી જોવા મળશે વળી આ સમયમાં આત્મહત્યાનું પ્રમાણ વિશેષ જોવા મળશે ખાસ કરીને લાઇમ લાઇટમાં રહેલા સેલિબ્રેટીનું આત્મઘાતી પગલું ચર્ચા માં રહેશે.
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨