જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે પેટ્રોલના ભાવ વધારાના વિરોધમાં ત્રિકોણબાગથી હોસ્પિટલ ચોક સુધી રેલી યોજવામાં આવી હતી. આ રેલી દરમિયાન જિલ્લા કોંગ્રેસ અગ્રણીઓએ ચકકાજામ કરીને સુત્રોચ્ચાર પણ કર્યા હતા. આ વિરોધ કાર્યક્રમ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ વોરા અને જિલ્લા પંચાયત પ્રમુખ નિલેશ વિરાણીની આગેવાનીમાં યોજાયો હતો.
નિલેશ વિરાણીએ જણાવ્યું હતું કે, હાલની કેન્દ્રમાં રહેલી ભાજપ સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા આવ્યા ત્યારે દેશમાં પેટ્રોલનો ભાવ ૭૬ રૂપિયા આસપાસ પહોંચ્યો છે જયારે આપના જ દેશની પેટ્રોલિયમ કંપનીઓ ભૂતાન જેવા દેશને પેટ્રોલ-ડીઝલ સપ્લાય કરે છે ત્યારે તે દેશમાં આજે પણ પેટ્રોલનો ભાવ ૫૫ રૂપિયા આસપાસ છે. જે આપણા દેશની જનતા માટે એક શરમજનક બાબત કહી શકાય.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com