જીપીએસસી ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જીપીએસસીની પરીક્ષા રાખવામાં આવી છે. આગામી દિવસોમાં પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવશે.
જીપીએસસી એ ગઈ બે માર્ચે પણ એક પરીક્ષા મુલતવી રાખવાની જાહેરાત કરી હતી ત્યારે ફરી એક વખત જીપીએસસીની પરીક્ષા મોકૂફ રખાય છે. 9 એપ્રિલે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષાના કારણે જીપીએસસીની પરીક્ષા મોકોફ નાખવાનો નિર્ણય લેવાનું તારણ સામે આવ્યું છે.
આયોગ દ્વારા તા. ૦૨, ૦૯, ૧૬ એપ્રિલ ૨૦૨૩ના રોજ યોજાનારી ગુજરાત વહીવટી સેવા, વર્ગ-૧ અને ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-૧/૨ અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-૨ની મુખ્ય પરીક્ષા મોકૂફ રાખવામાં આવે છે, જેની ઉમેદવારોએ નોંધ લેવી. મુખ્ય પરીક્ષાની નવી તારીખ નિયત થયેથી આયોગની વેબસાઇટ પર જાહે૨ ક૨વામાં આવશે. ઉમેદવારોને આયોગની વેબસાઈટ જોતા રહેવા વિનંતી છે તેવું પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે.