- GPSC દ્વારા આરોગ્ય વિભાગ માટે ભરતી જાહેર, 2000 કરતા વધુ ભરતી કરાશે
- તબીબી અધિકારી વર્ગ-2ની 1506 જગ્યા માટે પણ કરાશે ભરતી
GPSCએ રાજ્યના આરોગ્ય વિભાગ માટે એક વિશાળ ભરતી અભિયાનની જાહેરાત કરી છે, જેમાં 2000 થી વધુ ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતીના પ્રયાસનો ઉદ્દેશ્ય વસ્તીની વધતી જતી જરૂરિયાતોને સંબોધીને ગુજરાતમાં હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાનો છે. મેડિકલ ઓફિસર, નિષ્ણાતો અને અન્ય હેલ્થકેર પ્રોફેશનલ્સ સહિતની વિવિધ જગ્યાઓ માટે લાયક ઉમેદવારો માટે GPSC ભરતી જાહેર કરી છે. ઉમેદવારો GPSC વેબસાઈટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે, અરજીની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે.
ગાંધીનગર આરોગ્ય વિભાગ દ્વારા સૌથી મોટી ભરતીની જાહેરાત કરી છે. તેમજ આરોગ્ય વિભાગ દ્વારા 2000 કરતા વધુ જગ્યા ઉપર આરોગ્ય વિભાગમાં ભરતી કરવામાં આવશે.
અનુસાર માહિતી મુજબ, આરોગ્ય વિભાગ દ્વારા સૌથી મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. 2000 કરતા વધુ જગ્યા ઉપર આરોગ્ય વિભાગ દ્વારા આગામી સમયમાં ભરતી કરવામાં આવશે. તેમાં તબીબી અધિકારી વર્ગ-2 ની 1506 જગ્યા ઉપર ભરતી જાહેર કરવામાં આવી છે.
જ્યારે જનરલ સર્જન તજર્જ્ની 200 જગ્યા ઉપર ભરતી જાહેર કરવામાં આવી છે. ફિઝિશિયન તજજ્ઞની 227 જગ્યા પર ભરતી કરાશે. તેમજ ગાયનેકોલોજિસ્ટની 273 જગ્યા પર ભરતી કરાશે. આ ઉપરાંત વીમા તબીબી અધિકારીની 147 જગ્યા ઉપર ભરતી કરાશે. GPSC દ્વારા ભરતી જાહેર કરાય છે.
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
ગુજરાત જાહેર સેવા આયોગની વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને ત્યાર પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.