રાજકોટમાં ચોરાયેલા બોલરો વાહન સાથે ક્રાઈમ બ્રાન્ચે બેને પકડી ત્રણની શોધખોળ હાથધરી

વેચેલા વાહનને ટ્રેક કરી ડુપ્લીકેટ ચાવી નાખી તેની ચોરી કરી આવતા

તસ્કરોએ ચોરી માટે ફરી નવી મોડસ ઓપરેન્ડી અપનાવી છે.જેમાં વાહનમાં જીપીએસ ટ્રેકર લગાડી તે વાહનને કોઈને વેચી પછી તે જ વાહનને પાછળથી જીપીએસ વડે ટ્રેક કરી અન્ય ડુબલીકેટ ચાવી વડે તે વાહનની ચોરી કરતી અમદાવાદની રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કરી તે ગેંગના બેની શખસોની ધરપકડ કરી છે જ્યારે અન્ય ફરાર ત્રણની શોધખોળ હાથ ધરી છે.

વિગતો મુજબ 150 ફુટ રીંગ ર રોડ પર સરસ્વતીનગરમાંથી ગઈ તા.8 ના રોજ બોલેરો પીકઅપવાનની ચોરી થઈ હતી. જે અંગે ફરિયાદ નોંધાતા ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ બી.ટી.ગોહિલ અને પીએસઆઈ ડી.સી.સાકરીયા અને સ્ટાફના માણસોએ તપાસમાં કરી ચોરાઉ બોલેરો પિકઅપ સાથે ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીઓ મહમદ ઈમ્તિહાઝ મહમદ યુનુસ વોરા (ઉં.વ.21) અને અશરફ મયુદીન દીવાન (ઉ.વ.23, રહે. બંને સરખેજ, અમદાવાદ) ને ઝડપી લીધા હતા.

પોલીસે બંનેની પૂછતાછ કરતાં મુખ્ય સુત્રધાર તરીકે અમદાવાદના ઈમ્તિયાઝ ઉર્ફે બોબડો યુનુસ વોરા, હુશેનખાન ઉર્ફે બાબાખાન અબ્દુલખાન પઠાણ અને રિઝવાન હાફિઝ રશીદ શેખના નામ ખુલ્યા હતા.જ્યારે વધુમાં જાણવા મળ્યું હતું કે, આ ટોળકી કોઈ પણ વ્યકિતને સ્ટેમ્પ પેપર ઉપર વાહન વેંચાણ કરારથી આપતી હતી. જયારે આરસી બુક પછી આપવાનું જણાવી વેંચેલા વાહનમાં જીપીએસ ટ્રેકર ફીટ કરાવી નાખતી હતી. અને વેંચેલા વાહનની બીજી ચાવી પોતાની પાસે રાખી લેતી હતી.અને જીપીએસ ટ્રેકરથી વેચેલા વાહનનું લોકેશન જાણી રાત્રીના સમયે તેને બીજી ચાવીની મદદથી ઉપાડી જતી હતી. બાદમાં તે વાહનમાં થોડા ફેરફારો કરી અન્ય પાર્ટીને વેંચી દેતી હતી.

આ રીતે આ ટોળકીએ રાજકોટની પાર્ટીને બોલેરો પીકઅપ વાન વેંચ્યું હતું.બાદમાં જીપીએસ ટ્રેકરની મદદથી વાહનનું લોકેશન જાણી તેની સરસ્વતીનગરમાંથી ચોરી કરી હતી. આ જ પ્રકારે દેવગઢ બારીયામાંથી પણ ચોરી થયાની માહિતી ક્રાઈમ બ્રાન્ચને મળી છે.ક્રાઈમ બ્રાન્ચના સુત્રોએ જણાવ્યું કે મુખ્ય સુત્રધાર ઈમ્તિયાઝ ઉર્ફે બોબડો પકડાયા બાદ ચોરીના આ કૌભાંડ અંગે વધુ ખુલાસા થવાની સંભાવના છે.હાલ પોલિસે બેની ધરપકડ કરી તેની પાસેથી રૂ.8 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.