રાજય સરકાર અને ભારત સરકારની વિવિધ સરકારી નોકરીઓ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની નિત્યદિન તાલીમ માટેનું વિશ્વસનીય સીસીડીપી સેન્ટરમાં ચાલતા જીપીએસસી વર્ગ-૧ અને ર ની ઓકટોબર માસમાં યોજનાર પરીક્ષાની તાલીમ લેતા ર૦૦ થી વધુ છાત્રોને પરીક્ષામાં સફળતા પ્રાપ્ત થયા તે માટેના સ્ટડી મટીરીયલ્સ તરીકે ભૂગોળ, ઇતિહાસ, વિજ્ઞાન અને ટેકનોલોજી, ગણિત અને રીઝનીંગ સેન્ટર કરન્ટ અફેર્સના પુસ્તકોનો સેટ સીસી ડીપીના તાલીમાર્થીઓને યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નિલામ્બરીબેને દવેના હસ્તે નિ:શુલ્ક આપવામાં આવેલ હતો.
આ પ્રસંગે કુલપતિ પ્રો. નિલામ્બરીબેન દવેએ જણાવેલ કે દેશની પ૦૦ થી વધારે વિશ્વ વિદ્યાલયોમાંથી માત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રભાવશાળા અને પરીણામલક્ષી રીતે ચાલતા સીસીડીપી કેન્દ્રના કારણે અનેકો અનેક છાત્રોનું સરકારી નોકરીનું સાકાર થઇ રહ્યું છે.
જીપીએસસી વર્ગ ૧ અને ર ના તાલીમાર્થીઓને માર્ગદર્શન કાર્યશાળા અને પુસ્તકો આપવાના કાર્યકમમાં ઇતિહાસ ભવનના પૂર્વ અઘ્યક્ષ પ્રો. એસ.વી. જાની અને રાજકોટ લોકવિજ્ઞાન કેન્દ્રના વિજ્ઞાન અને ટેકનોલોજીના તજજ્ઞ પ્રો. રમેશ ભાયાણી ઉ૫સ્થિત રહી વિઘાર્થીઓને સફળતા માટે માર્ગદર્શન પુરુ પાડેલ હતું.
કાર્યકમનું સફળ સંચાલત ભૌતિકશાસ્ત્ર ભવનના પ્રાઘ્યાપક અને સીસીડીપીના સંયોજક પ્રો. નિકેશભાઇ શાહે કરેલ હતું સમગ્ર બનાવવા ટીમી સીસીડીસીના સર્વએ જહેમત ઉઠાવી હતી.