સાત વર્ષે પણ ખાતા જૂના જિલ્લામાં
નબળા નેતાગીરીના વાંકે પીએલએ એકાઉન્ટ પણ ખૂલ્યા નથી
દેવભૂમિ દ્વારકા જિલ્લાની ગ્રાન્ટેડ શાળાઓના જીપીએફ ખાતા જામનગરથી દ્વારકા જિલ્લામાં નહીં આવે તો આંદોલનની ચીમકી અપાઇ છે.
ગુજરાત સરકારનું સરકારી તેમ પણે ઝડપી વિકાસનું ગાણું ગાનું હોય પણ દેવભૂમી દ્વારકા જિલ્લાનો એકજ કિસ્સો તેની ગતિનું ઉદાહરણ બતાવે તેવું છે.!!
દ્વારકા જિલ્લો ઓગસ્ટ ૧૩માં અસ્તિવિમાં આવ્યો આ જિલ્લો નવો બનતા ખંભાળિયામાં દ્વારા જિલ્લા શિક્ષણધિકારી કયમી શરૂ થઇ પણ આ અગોષ્ટમાં સાત વર્ષે પુરા થશે પણ હજી પણ દેવભૂમી દ્વારકા જિલ્લાના શિક્ષકો જી.પી.એફ.ના ખાતા જામનગર છે.!! લોન, ઉપાડ, મેળવણું, પ્રમાણપત્ર જોતા હોય તો જામનગર જાય ત્યારે મળે.
નવો જિલ્લો બનતા પી.એલ.એ. એકાઉન્ટ ખોલીને નવા જિલ્લામાં જી.પી.ઓ. ખાતા ખોલાવાય છે. પણ અનેક રજૂઆતો છતા પણ દ્વારકા જિલ્લામાં સાત વર્ષ પણ પી.એલ.એ. એકાઉન્ટ ખુલ્યા નથી. વારંવાર રજૂઆતો કરીને અગ્રણીયો વિવિધ સંઘના આગેવાનો પણ થાકી ગયા છે.
તાજેતરીમાં જી.પી.એફના ફાયનલ ઉપાડતા કેસમાં જે તે અરજદારોને જામનગર ખાતા હોવાને કારણે નિવૃતિના બે ત્રણ વર્ષે નાણા મળ્યા!!
વારંવાર રજૂઆતો છતાં પણ આ અંગે યોગ્ય થયું નથી જયારે દ્વારકા જિલ્લાની સાથે જ નવા જિલ્લા બનેલા અન્ય પાંચ જિલ્લાઓમાં આ એકાઉન્ટ ખુલી ગયા છે. શું દ્વારકા છવાડાનો જિલ્લો છે એટલે? શું દ્વારકાના નેતાગીરી નબળી છે એટલે? આ બાબતે જો હવે યોગ્ય ના થાય તો આગેવાનો આંદોલન કરે તો નવાઇ નહીં!!