• ડમ્પિંગ સાઈટના કચરાના પ્રોસેસિંગમાં ઢીલી નીતિના કારણે આસપાસના ગામો પ્રદુષિત,  નદી-નાળા અને ભૂગર્ભ જળમાં પ્રદૂષણ ફેલાયું હોવાની સ્થાનિકોની રાવ
  • નાકરાવાડીમાં પ્રદુષણ મામલે ફરી રાજકોટ મહાપાલિકાને જીપીસીબીએ નોટિસ ફટકારી છે. ડમ્પિંગ સાઈટના કચરાના પ્રોસેસિંગમાં ઢીલી નીતિના કારણે આસપાસના ગામો પ્રદુષિત,  નદી-નાળા અને ભૂગર્ભ જળમાં પ્રદૂષણ ફેલાયું હોવાની સ્થાનિકોની રાવને પગલે પ્રદુષણ નિયંત્રણ વિભાગે આ કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ મહાનગરપાલિકા શહેરમાંથી કચરો એકઠો કરીને નાકરાવાડી સ્થિત ડમ્પિંગ સાઈટમાં ઠાલવે છે. આ સ્થળે કચરાનું પ્રોસેસિંગ કરવાનું હોય છે પણ મનપાની બેદરકારીને કારણે કચરો આસપાસના ગામોમાં ફેલાતા પ્રદૂષણ ફેલાયું છે. છેલ્લા થોડા સમયથી રાહત હતી પણ ફરીથી નદી-નાળા અને ભૂગર્ભ જળમાં પ્રદૂષણ ફેલાયું છે. જેને લઇને ગ્રામવાસીઓએ જીપીસીબીને જાણ કરી હતી. સ્થળ તપાસમાં પ્રદૂષણ દેખાતા બીજા જ દિવસે મંગળવારે જીપીસીબીએ મનપાને નોટિસ ફટકારી છે. આવી નોટિસ છેલ્લા 20 વર્ષથી આવી રહી છે છતાં મનપા પ્રદૂષણ પર કાબૂ મેળવી શકી નથી. જીપીસીબીએ નોટિસમાં જણાવ્યું છે કે, નાકરાવાડીમાં જે કચરાના ઢગ છે તેમાંથી પાણી નીકળી રહ્યું છે જે ગંદું અને કાળા રંગનું પાણી આસપાસના વિસ્તારોના નદી-નાળામાં વહી રહ્યું છે. આ ગંદકીથી જળપ્રદૂષણ ફેલાઈ રહ્યું છે.નાકરાવાડીમાં કચરાના જે ડુંગરા પ્રોસેસિંગ કર્યા વગર પડ્યા છે તેના પર વરસાદ પડતા કચરો ગાળીને પાણી નદી નાળામાં પડ્યુ છે. આ કારણે આખા ગામમાં દુર્ગંધ ફેલાઈ છે અને જળના સ્ત્રોત દુષિત થયા હતા. ગંદુ પાણી આવતા જ ગ્રામજનોએ જીપીસીબીને જાણ કરી હતી અને મનપાના કચરાના ડમ્પર અટકાવી દીધા હતા. જીપીસીબીએ તપાસ કરીને બીજા જ દિવસે નોટિસ ફટકારી હતી.

જીપીસીબીએ કહ્યુ છે કે પાણીમાં પ્રદૂષણ ફેલાવાથી જળચરો પર પણ તેની ગંભીર અસરો થશે અને લોકોના આરોગ્ય પર પણ જોખમ રહેલું છે. જે જોખમને લઈને તાત્કાલિક લેન્ડ ફિલ સાઈટમાંથી વહેતું આ પાણી અટકાવવું જોઈએ. આ પ્રકારના પાણીના અટકાયતી પગલાં અને નિકાલ માટે કેટલો સમય લાગશે તેનો એક્શન પ્લાન સમય મર્યાદા સાથે જીપીસીબીને આપવાનો રહેશે. જ્યારે આ ઉપરાંત અગાઉ પણ 18 એપ્રિલ અને 2 મેના દિવસે અપાયેલી નોટિસ અપાઈ હતી તેનો અમલ કર્યાનો રિપોર્ટ આપવાનો રહેશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.