રાજકોટમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ GPBS એક્સપો- 2024નો ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ હાજરીમાં પ્રારંભ થયો હતો. વેપાર તેમજ ઉદ્યોગનાં મહાકુંભ સમાન 10 જાન્યુઆરી સુધી ચાલનારા આ એક્સપોમાં વિકાસનો તકો ઉમેરાશે. ચાર દિવસ ચાલનારાએક્સપોમાં 40 દેશમાંથી જુદા-જુદા ડેલીગેશન સહિત 10 લાખ કરતા વધુ લોકો મુલાકાત લેશે. તેમજ કરોડોનાં એક્સપોર્ટનાં સોદા થવાની ધારણા છે.
GPBS એક્સ્પોના ભવ્ય આયોજન બદલ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડથી સન્માનિત કરાયું
સરદારધામ આયોજિત એક્સ્પોને મંત્રી કુંવરજીભાઇ બાવળીયા અને સાંસદ મોહનભાઇ કુંડારીયાએ ખુલ્લો મુક્યો: મુખ્યમંત્રીની વર્ચ્યુલ ઉપસ્થતિ:કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, મંત્રી પુરુષોત્તમ રૂપાલા, દર્શના જરદોશ અને રાઘવજી પટેલ સહિત રાજ્યના કેબિનેટ મંત્રીઓ, પાટીદાર આગેવાનો અને ઉદ્યોગપતિઓ હાજર રહ્યા
એક્સપોનાં પ્રારંભે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, મંત્રી પુરુષોત્તમ રૂપાલા, દર્શના જરદોશ અને રાઘવજી પટેલ સહિત રાજ્યના કેબિનેટ મંત્રીઓ, પાટીદાર આગેવાનો અને ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. 25 એકરની વિશાળ જગ્યામાં યોજાનાર આ બિઝનેસનાં મહાકુંભ સમાન એકસ્પોમાં 25 એકર વિશાળ જગ્યામાં 1100 જેટલા સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા છે. દેશ-વિદેશના લોકો મોટી સંખ્યામાં આ એક્સપોની મુલાકાત લેશે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં વેપાર-ઉદ્યોગને વેગ મળશે.આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પાટીદાર સમાજ દ્વારા આયોજિત આ એક્સ્પો અનેક યુવાઓને નવું પ્લેટફોર્મ અને રોજગારી પૂરી પાડશે. તેમણે કહ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાતની જેમ દર બે વર્ષે સરદારધામ દ્વારા એક્સ્પો અને સમિટ યોજી ગુજરાતના વિકાસમાં અગ્રીમ યોગદાન પૂરું પાડી રહ્યું છે. રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલે સરદારધામની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી, તો કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાએ કહ્યું હતું કે, પાટીદાર સમાજની પ્રગતિનું શ્રેય પાટીદાર સમાજે શિક્ષણ અને ક્ધયા કેળવણીને ખૂબ મહત્ત્વ આપ્યું છે જેથી આ સમાજે આટલી ઊંચાઇ પ્રાપ્ત કરી છે. આ એક્સ્પોને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું હતું.
ઉદ્યોગકારો માટે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ : દિલીપભાઈ લાડાણી
ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ ઉદ્યોગકારો માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થઈ રહ્યું છે અને ભવિષ્યમાં પણ થશે. સૌથી મોટું ઉદાહરણ એ જ છે કે હાલ લાડાણી ગ્રુપ અને ઓરબીટ ગ્રુપ દ્વારા જે 40 માર ના પ્રોજેક્ટને રાજકોટ ખાતે ખુલ્લો મુકવામાં આવ્યો છે તે રાજકોટને રિયલ એસ્ટેટ ક્ષેત્રે ક્રાંતિ સર્જવા માટે ખૂબ મહત્વપૂર્ણ ભાગ ભજવશે અને લોકોને પણ એ વાતનો ખ્યાલ આવશે કે રાજકોટમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર આંતરરાષ્ટ્રીય સ્તર પર જઈ રહ્યું છે.
સીરામીક ક્ષેત્રે 27 વર્ષથી કાર્યરત કેવલ ગ્રેનિટો પાસે વિશાળ રેન્જ ઉપલબ્ધ : પ્રિન્સ દેત્રોજા
અબતક સાથેની વાતચીતમાં કેવલ ગ્રેનિટોના એક્સપોર્ટ ડિરેકટર પ્રિન્સ દેત્રોજાએ જણાવ્યું છે કે,અમારી કંપની વીટ્રીફાઈડ ટાઇલ્સ અને સીરામીકનું ઉત્પાદન કરતી કંપની છે તથા તમે આ ક્ષેત્રે 1996થી કાર્યરત છીએ. અમારી બ્રાન્ડનું નામ ’ફ્લેઈશ’ છે. તથા સિરામિક અને વીટ્રીફાઈડ ટાઇલ્સમાં તમામ પ્રોડક્ટ અમારી પાસે ઉપલબ્ધ છે. ડિઝાઇનિંગ અને ક્વોલિટી અમારી આ બે ખાસિયત છે. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, હજુ પ્રથમ દિવસ છે છતાં GPBSમાં ખૂબ સારો પ્રતિસાદ હાલ સુધીમાં મળ્યો છે અને આશા છે કે હજી વધુ પ્રતિસાદ મળશે.
1000થી પણ વધુ ડિઝાઇન લેવીસ ગ્રેનીટો પાસે ઉપલબ્ધ : તરુણ લીખીયા
લેવીસ ગ્રેનીટોના ડાયરેક્ટર તરુણ લીખીયા અબતકને જણાવે છે કે, અમારી પાસે 8 થી 10 અલગ અલગ સાઈઝ અને 1000થી પણ વધુ ડિઝાઇનની વિવિધ પ્રોડક્ટસ ઉપલબ્ધ છે. તથા અલગ અલગ 10 થી 15 સરફેસ છે. બે થી ત્રણ સાઈઝ અમે સરફેસીસ આખા ઇન્ડિયામાં ફક્ત અમે જ પ્રોડ્યુસ કરીએ છીએ તથા પહેલો દિવસ છે છતાં પણ ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
મોરબીમાં 6 પ્લાન્ટ સાથે વિશાળ રેન્જ સ્પાર્ટન ગ્રેનાઈટોની ખાસિયત : ઉમેશ કાંજિયા
અબતક સાથેની વાતચીતમાં સ્પાર્ટન ગ્રેનાઈટોના એક્સપોર્ટ ડાયરેકટર ઉમેશ કાંજિયા જણાવે છે કે, અમારી કંપનીના મોરબીમાં છ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે. જેમાં અમે અલગ અલગ સાઈઝની ટાઇલ્સ બનાવવામાં આવે છે. જેમ કે 600*600, 600*1200, 800*800, 800*1600, 1000*1000 અને 1200*1200 એમએમની સાઈઝ બનાવીએ છીએ તથા ગ્લોસી,હાઈગલોસી,કારવીંગ,લપાટો વગેરે જેવી સરફેસ અમે બનાવીએ છીએ. એક્સપોમાં ભાગ લેવાનો હેતુ વધુને વધુ બિઝનેસને ગ્રોથ મળે તે માટેનો છે.
મેટ,ગ્લોસી જેવી વિવિધ સરફેસની ટાઇલ્સની વિશાલ શ્રેણીનું કલેક્શન એન્ટિક વિટ્રીફાઈડની ખાસિયત : પ્રસંજીત
અબતક સાથેની વાતચીતમાં એન્ટીક વિટ્રીફાઈડના સિનિયર એક્સપોર્ટ મેનેજર પ્રસંજીત જણાવે છે કે, અમારી મોરબીમાં ફેક્ટરી છે અમે જીવીટી – પીજીવીટી બનાવીએ છીએ. અમારી પાસે 600 * 600, 600 * 1200, 300 * 600, 200 * 1200 સહીતની વિશાળ પ્રોડક્ટ કલેક્શન છે. મેટ,ગ્લોસી જેવી વિવિધ સરફેસની ટાઇલ્સ છે. એક્સ્પોમાં આવી પ્રથમ દિવસે છતાં ઘણા લોકોએ સ્ટોલ વિઝીટ કર્યો છે અને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
32X48ની સાઈઝ સાથે સીરામીક બનાવનારી એકમાત્ર કંપની એટલે લોનિક્સ સીરામીક : ભરત દલસાણિયા
લોનિક્સ સીરામીક એલએલપી ગ્રુપના ચેરમેન ભરત દલસાણિયા અબતકને જણાવે છે કે, અમે બે પ્રોડક્ટ બનાવીએ છીએ એક 32*64 અને 32*48. જેમાં 32*48ની સાઈઝ મોરબીમાં અમારા સિવાય કોઈ બનાવતું નથી તથા એક્ઝિબિશનની વાત કરીએ તો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. પ્રથમ દિવસ છતાં પણ ખૂબ સારો રિસ્પોન્સ છે પ્રોડક્ટની વાત કરીએ તો તમામ સરફેસની પ્રોડક્ટ અમે બનાવીએ છીએ.