• વેપાર-ઉદ્યોગને વેગ મળશે
  • 1 લાખ+ સ્કવેર મીટર એકિઝબિશન એરિયામાં યોજાનારા એકસ્પોમાં  1600થી વધુ કંપનીઓ પોતાના બિઝનેસનું પ્રતિનિધિત્વ કરશે: દેશ-વિદેશના મળીને 10 લાખથી વધુ લોકો એકસ્પોની મુલાકાત લેશે
  • ગાંધીનગર પાટીદાર બિઝનેસ એકસ્પોને વધાવવા રાજકોટ સજજ: રવિવારે અનેકવિધ કાર્યક્રમ: સરધારધામના ટ્રસ્ટી જેન્તીભાઈ સરધારા તથા ભાવેશભાઈ હરસોડા, સુભાષભાઈ ડોબરીયા સહિતનાઓએ ‘અબતક’  મીડિયા હાઉસની મુલાકાત લીધી

સરદારધામના નેજા હેઠળ આયોજિત ‘જીપીબીએસ બિઝનેસ એકસ્પો’  2025 દેશ કા એકસ્પોનું આયોજન 9મીથી ચાર દિવસ ગાંધીનગર ખાતે થવા જઈ રહ્યું છે. ત્યારે સમગ્ર  એકસ્પોને લઈ માહિતી આપવા સરદારધામના ટ્રસ્ટી જેન્તીભાઈ સરધારા તેમજ ભાવેશભાઈ હરસોડા, સુભાષભાઈ ડોબરીયા,  નાથાભાઈ કમાણી,  બીપીનભાઈ સાવલીયા, યતિનભાઈ રોકડ, પ્રશાંતભાઈ વૈષ્નાણી અને વિજયભાઈ સાંગાણી સહીતનાઓએ ‘અબતક’ મીડીયા હાઉસની મુલાકાત લીધી હતી.

સરદારધામના નેજા હેઠળ ઓનિક્સ દ્વારા આયોજિત “જીપીબીએસ 2025” દેશ કા એક્સ્પોનું આયોજન આગામી તારીખ  10, 11, 12 જાન્યુઆરી, 2025 દરમિયાન હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર, ગાંધીનગર ખાતે કરાયું છે, જેનો ઉદ્દેશ્ય અમદાવાદ અને ગાંધીનગર સહીત સમગ્ર ગુજરાતના વેપાર- ઉદ્યોગ જગતને વૈશ્વિક સ્તરે પહોંચાડવાનો અને તેમને આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. આ એક્સ્પોને અનુલક્ષીને રાજકોટ ખાતે 20 ઓક્ટોબરના રોજ એક પ્રમોશનલ ઇવેન્ટ યોજાશે. પરેશભાઈ ગજેરા, જેન્તીભાઈ સરધારા, કૌશિકભાઈ રાબડીયા, સુભાષભાઈ ડોબરીયા અને જીતેન્દ્રભાઈ કથીરીયા ઉપસ્થિત રહેશે.

જાન્યુઆરી, 2025માં 1,00,000 + સ્કવેર મીટર એક્ઝિબિશન એરિયામાં યોજાનાર આ બિઝનેસનાં મહાકુંભ સમાન એક્સ્પોમાં 1600થી વધુ કંપનીઓ પોતાના બિઝનેસનું પ્રતિનિધિત્વ કરશે. દેશ- વિદેશના મળીને 10,00,000થી પણ વધુ લોકો આ એક્સ્પોની મુલાકાત લેશે.

“જીપીબીએસ 2025 – દેશ કા એક્સ્પો”માં ખાસ કરીને નવા સ્ટાર્ટઅપ ઉદ્યોગોને વેગ મળશે. એક્સ્પોની આ પાંચમી એડિશન છે. આ બિઝનેસ એક્સ્પોમાં દેશ જ નહીં વિદેશના સર્વે સમાજનાં ઉદ્યોગપતિઓ તેમજ વેપારીઓ ભાગ લેશે. સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સ્લોગન સાથે મિશન 2026 અંતર્ગત સરદાર ધામ દ્વારા 2018 થી જીપીબીએસએક્સ્પોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સર્વ સમાજના ઉદ્યોગપતિ દ્વારા રાષ્ટ્રનિર્માણમાં યોગદાન થકી મેક ઇન ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર કરવાના ભાગરૂપે જીપીબીએસદેશ કા એક્સ્પો આયોજિત કરાય છે. આ એક્સ્પોમાં એફએમસીજી, સોલાર, એન્જીનીયરીંગ, બેન્કિંગ, એજ્યુકેશન એમ દરેક સેક્ટરના ઉદ્યોગપતિઓ ભાગ લઇ રહ્યાં છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ એક્સ્પો થકી ઘણાં ઉદ્યોગોને વેગ મળશે તેની અમને સંપૂર્ણ આશા છે.આ બિઝનેસ ઍસ્કપો થકી દેશની જીડીપીમાં પણ વધારો થશે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં જીપીબીએસના બિઝનેસ એક્સ્પોની શરૂઆત મહાત્મા મંદિર ખાતેથી થઇ હતી, ત્યારબાદ 2020 હેલિપેડ ગ્રાઉન્ડ- ગાંધીનગર ખાતે, 2022માં સરસાણા એક્ઝિબિશન સેન્ટર- સુરત ખાતે અને 2024માં નવા રિંગરોડ- રાજકોટ ખાતે પણ આ બિઝનેસ સમિટ યોજાઈ હતી.એક્સ્પોમાં દેશના ટોચના બિઝનેસ સ્પીકર અને મોટીવેશનલ સ્પીકર્સ પણ નવા ઉદ્યોગકારોને માર્ગદર્શન આપે તેવી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દેશ કા એક્સ્પોમાં વિવિધ દેશોના જુદા-જુદા ધંધાઓ સાથે સંકળાયેલા અનેક લોકો આ એક્સ્પોની મુલાકાત લેશે. જેને લઈને સમગ્ર ગુજરાતના ઉદ્યોગોને વૈશ્વિક ફલક પર સ્થાન મળશે. આમ આ એક મલ્ટી કેટેગરી એક્સ્પો કહી શકાય.

દેશ કા એક્સ્પોનું મુખ્ય લક્ષ્ય દેશના ઉદ્યોગો અને બ્રાન્ડ્સને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોચાડવાનું છે. જેનાથી ઉદ્યોગોમાં હરણફાળ ક્રાંતિ આવશે અને સર્વાંગી વિકાસ પણ થશે. દેશ- વિદેશના ઉદ્યોગપતિઓ, એક્ઝિબિટર્સ, ઇન્ટરનેશનલ એક્ચ્યુઅલ બાયર્સ અને મોટી સંખ્યામાં વિઝિટર્સને એકસાથે એક મંચ પર લાવી દરેક ભારતીય ગર્વ લઇ શકે તે પ્રકારનો આ એક્સ્પો છે. દેશના યુવાધન અને નવા સ્ટાર્ટઅપ ઉદ્યોગકારોને આ બિઝનેસ એક્સ્પો થકી સંપૂર્ણ માર્ગદર્શન મળી રહેશે. ખાસ કરીને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે મહિલાઓને પણઅહીં પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે. આમ, જીપીબીએસ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં દરેક માટે એક ઉત્તમ તક રહેલી છે.

15મી ડીસેમ્બરે રાજકોટ ખાતે ત્રિવિધ કાર્યક્રમો યોજાશે: જયંતિભાઈ સરધારા

સરદારધામના ટ્રસ્ટી જેન્તીભાઈ સરધારાએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતુ કે, જી.પી.બી.એસ.  2025 દેશ કા એકસપોને પ્રમોટ કરવા તથા સૌરાષ્ટ્રની સૌથી મોટી સરદારધામની શાખા કણકોટ ખાતે શરૂ થવા જઈ રહી છે. આ ઉપરાંત તા.15 ડિસેમ્બરે પાટીદાર શૈક્ષણીક સંકુલનું ભૂમિપૂજન કરવામાં આવશે. આ ત્રિવિધ કાર્યક્રમોને અનુલક્ષીને  તા.20ને રવિવારે  એક શામ સમસ્ત પાટીદાર કે નામ હાસ્ય દરબાર અને લોકડાયરાનું સાંજે  6 કલાકે આયોજન કરેલ છે.  આ 13મા   પ્રમોશનલ કાર્યક્રમ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

યુવાનોના સ્ટાર્ટઅપને આર્થિક સહાય મળી શકે તેવું આયોજન

9થી 12 જાન્યુઆરી 2025 દરમિયાન આયોજીત એક્સ્પોમાં 1700 સ્ટોલ તૈયાર કરવામાં આવશે. આયોજકોના જણાવ્યા મુજબ આ એક્સ્પોમાં માત્ર પાટીદાર ઉદ્યગપતિઓ જ નહીં પરંતુ ગુજરાત અને ભારતના તમામ સમાજના વેપારીઓ ઉદ્યગપતિઓને સાથે રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કોઇ પણ વેપારી કે ઉદ્યોગપતિ પોતાની પ્રોડક્ટનું આ એકસપોમાં બ્રાનિ્ંડગ કરી શકશે. માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારત અને દુનિયાભરમાંથી મોટા ખરીદદારો અને ઉદ્યોગપતિઓ પણ આ એક્સ્પોમાં ઉપસ્થિત રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. ગુજરાતની એવી ઘણી બ્રાન્ડ્સ છે કે જેને વૈશ્વિક ફલક પર તક મળે તો પ્રગતિ કર શકે છે. તેમને પણ આ એક્સ્પો દ્વારા મદદ મળશે. યુવાનોના સ્ટાર્ટઅપને આર્થિક સહાય મળી શકે તેવું પણ આયોજન કરાશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.