રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની સંખ્યામાં વધારો થતો જાય અનેક લોકો અકસ્માતમાં મોત નીપજે છે ત્યારે આજ રોજ રાજ્યમાં વધુ એક કાળજું કંપાવી દેનાર અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં ૬ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા અને ૧૨ વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા ત્યારે આ મામલે પોલીસ તેમજ ૧૦૮ના કાફલાએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના પાટણ જીલ્લાના રાધનપુર વરાહી હાઈવે માર્ગ પર મોટી પિપળી ગામનાં પાટિયા આજ રોજ કમાન્ડર જીપ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા અને ૧૨ ઈજાગ્રસ્ત લોકોને થતા ધારપુર ખાતે રીફર કરવામાં આવ્યા હતા. આ મામલે પોલીસ અને ૧૦૮ના સ્થાફે ઘટમાં સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી આરંભી હતી.
કેવી રીતે થયો અકસ્માત ??
જીપ નુ ટાયર ફાટતા જીપ રોડની સાઈડે ઉભેલ ટ્રકમાં ઘુસી જતા સર્જાઈ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. તાત્કાલિક પોલીસ તેમજ 108 નો કાફલો ઘટનાસ્થળે જવા થયો રવાના થયો હતો. તમામ લોકોને 108 તેમજ નેશનલ હાઇવેની એમ્બ્યુલન્સ મારફતે રાધનપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. અને તેમના વાલી વારસાને જાણ કરીને ડેડ બોડીની ઓળખાણ માટે તેમનો સંપર્ક સાધવામાં આવ્યો હતો.